Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
બત્રીશીના અંતે અનુમાનને જ મુખ્ય પ્રમાણ તરીકે માનનારાને જે વિષમતા પ્રાપ્ત થાય છે તેને ખૂબ જ સારી રીતે જણાવી છે. શ્રુતશક્તિની સામે તર્કશક્તિ તદ્દન જ સામર્થ્યહીન છે - એ ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવીને કુતર્કથી દૂર રહેવા પ્રયત્નશીલ રહેવાની હિતશિક્ષા આપવામાં આવી છે. અહીં જે જણાવ્યું છે એનો આધાર લઇને કોઇ એમ માનતા હોય કે કપિલાદિ સર્વજ્ઞ હતા અને તેમના દર્શનમાં પણ મુક્તિની પ્રાપ્તિ થઈ શકે છે; તો તે સાચું નથી. કપિલાદિની સર્વજ્ઞતાને સિદ્ધ કરવાનું શક્ય નથી. આટલું યાદ રાખી કુતર્કની નિવૃત્તિ દ્વારા છેલ્લી ચાર દૃષ્ટિઓને પ્રાપ્ત કરી આપણે સૌ પરમાનંદની સંપદાના સ્વામી બની રહીએ – એ જ એક શુભાભિલાષા...
- આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ મુંબઈ – લાલબાગ અ.વ. ૨ : રવિવાર
એક પરિશીલન
૨૩૭.