Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 248
________________ સ્વભાવને પોતાના જ્ઞાનથી જાણી શકતા નથી. તેથી અપ્રસિદ્ધ અતીન્દ્રિય અર્થના જ્ઞાન માટે સ્વભાવસ્વરૂપ ઉત્તર કુતર્કને જ જણાવે છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૩-૮॥ તથાહિ— બીજી રીતે કલ્પેલા સ્વભાવને તેનાથી વિપરીત રીતે બીજો વાદી સ્વભાવની કલ્પના કરે છે તે જણાવાય છે. અર્થાત્ આઠમા શ્લોકમાં ઉત્તરાર્ધ્વથી જણાવેલી વાત સ્પષ્ટ કરાય છે— अपां दाहस्वभावत्वे, दर्शिते दहनान्तिके । વિપ્રòટેડથયાને, સ્વાર્થશò: મુિત્તરમ્ ? ।।રરૂ-૧|| अपामिति - अपां शैत्यस्वभावत्ववादिनं प्रति अपां दहनान्तिके दाहस्वभावत्वे दर्शिते । अध्यक्षविरोधपरिहारात् । विप्रकृष्टेऽप्ययस्कान्ते स्वार्थशक्तेर्लोहाकर्षणशक्तेर्विप्रकर्षमात्रस्याप्रयोजकत्वात् किमुत्तरम् ? अन्यथावादिनः स्वभावस्यापर्यनुयोज्यत्वाद्विशेषस्याविनिगमात् । तदुक्तम् - " अतोऽग्निः क्लेदयत्यम्बु सन्निधौ दहतीति च । अबग्निसन्निधौ तत्स्वाभाव्यादित्युदिते तयोः || १ || कोशपानादृते ज्ञानोपायो नास्त्यत्र युक्तितः । विप्रकृष्टोऽप्ययस्कान्तः स्वार्थकृद्दृश्यते यतः ॥ २।। ।।२३-९।। “દૂરવર્તી લોહચુંબક લોઢાને ખેંચવાનું કાર્ય કરતો હોવાથી; અગ્નિ સમીપે પાણીનો સ્વભાવ બાળવાનો છે - એમ જણાવવામાં આવે તો તેની સામે કયો ઉત્તર છે ?’’ - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પાણીનો સ્વભાવ શીત છે; આ પ્રમાણે જણાવનારા વાદીની પ્રત્યે કુતર્ક કરનાર પ્રતિવાદી એમ કહે કે અગ્નિની સમીપમાં પાણીનો સ્વભાવ બાળવાનો છે, તો તેને કયો ઉત્તર છે ? કારણ કે; આ અવસરે વાદી એમ કહે કે પાણીનો સ્વભાવ તો શીત જ છે. પરંતુ ત્યાં અગ્નિ નજીક હોવાથી અને પાણી દૂર હોવાથી પાણીનો શીત સ્વભાવ જણાતો નથી. ત્યારે તેના અનુસંધાનમાં પ્રતિવાદી જણાવે કે સ્વભાવ માટે એ નિયમ નથી કે એ (પાણી વગેરે) દૂર ન હોવું જોઇએ. દૂર રહેલો લોહચુંબક તેના સ્વભાવ મુજબ લોઢાને ખેંચે છે. તેથી પ્રત્યક્ષવિરોધનો પરિહાર થઇ શકે છે. વિપ્રકર્ષમાત્ર(દૂર હોવું તે) સ્વભાવ માનવામાં વિરોધી નથી. અર્થાત્ સ્વભાવ નહિ માનવામાં એ પ્રયોજક નથી. તેથી અયસ્કાંત(લોહચુંબક)ની જેમ અગ્નિની સમીપે પાણીનો સ્વભાવ બાળવાનો છે - આ પ્રમાણે કુતર્કવાદીના કથનમાં કયો ઉત્તર આપી શકાય ? કારણ કે સ્વભાવસ્વરૂપ ઉત્તરમાં પ્રશ્નોત્તર હોતા નથી. પાણીના શૈત્યસ્વભાવમાં અને દાહસ્વભાવમાં કોઇ પ્રબળ પ્રમાણ નથી. આ વાતને જણાવતાં યોગદૃષ્ટિ સમુચ્ચયમાં (શ્લો.નં. ૯૩-૯૪) ફરમાવ્યું છે કે— અર્વાગ્દષ્ટિવાળા-છદ્મસ્થો અધિકૃત(ચોક્કસ) એક સ્વભાવ કયો છે તે જાણી શકતા નથી. તેથી અગ્નિ ભીંજવે છે - આ પ્રમાણે કહીને પ્રત્યક્ષથી બાધદોષ હોવાથી તેના પરિહાર માટે તે કહે કે પાણીના સંનિધાનમાં. તેમ જ પાણી બાળે છે - આ પ્રમાણે કહીને; થતા પ્રતીતિના એક પરિશીલન ૨૪૫

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274