Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 249
________________ બાધના પરિહાર માટે કહે કે અગ્નિના સંનિધાનમાં. આ પ્રમાણે અગ્નિ અને પાણીનો તેવો સ્વભાવ જ્યારે પરવાદી જણાવે... ત્યારે– શુષ્કતર્કયુક્તિથી અગ્નિ અને પાણીના સ્વભાવને જાણવા માટે સોગંદ ખાવા સિવાય બીજો કોઇ જ ઉપાય નથી. આવા પ્રસંગે કોઇ એમ કહે કે “અગ્નિ અને પાણી દૂર હોવાથી અનુક્રમે પાણી અને અગ્નિના સાંનિધ્યમાં બાળતો નથી અને ભીંજવતું નથી.” આના જવાબમાં કુતર્કવાદી વિપ્રકૃષ્ટ અયસ્કાંતનું દૃષ્ટાંત આપે છે, જેનો આશય આ પૂર્વે ઉપર જણાવ્યો છે. લોકમાં પણ એ મુજબ પ્રસિદ્ધ છે. અયસ્કાંત(લોહચુંબક) દૂરથી જ ખેંચે છે, નજીકથી નહિ. લોઢાને જ ખેંચે છે, તાંબાને નહિ. ખેંચે જ છે, કાપતો નથી... આથી સમજી શકાશે કે છદ્મસ્થ આત્માને વિવક્ષિત એક સ્વભાવના જ્ઞાન માટે કોઇ જ ઉપાય નથી. અગ્નિ વગેરેના ભીંજવવાદિ સ્વભાવની કલ્પનાનો બાધ કઇ રીતે થાય ? અર્થાત્ કોઇ પણ રીતે એ કાર્ય (કલ્પનાનો બાધ) કોઇથી પણ નહીં થાય. ।।૨૩-૯॥ કુતર્કનો બાધ કરવા માટે જણાવેલા ઉપાયનું નિરાકરણ કરાય છે— दृष्टान्तमात्रसौलभ्यात्, तदयं केन बाध्यताम् । સ્વમાવવાધને નાતું, વ્યત્વના ગૌરવાવિમ્ ॥૨રૂ-૧૦ની - दृष्टान्तेति–दृष्टान्तमात्रस्य सौलभ्यात् । तत्तस्माद् । अयमन्यथास्वभावविकल्पकः कुतर्कः केन वार्यताम् ? । अग्निसन्निधावपां दाहस्वभावत्वे कल्पनागौरवं बाधकं स्यादित्यत आह-स्वभावस्योपपत्तिसिद्धस्य बाधने कल्पनागौरवादिकं नालं न समर्थं, कल्पनासहस्रेणापि स्वभावस्यान्यथाकर्तुमशक्यत्वाद्। अत एव न कल्पनालाघवेनापि स्वभावान्तरं कल्पयितुं शक्यमिति द्रष्टव्यम् । अथ स्वस्य भावोऽनागन्तुको धर्मो नियतकारणत्वादिरूप एव, स च कल्पनालाघवज्ञानेन गृह्यते, अन्यथागृहीतश्च कल्पनागौरवज्ञानेन त्यज्यतेऽपीति चेन्न, गौरवेऽपि अप्रामाणिकत्वस्य दुर्ग्रहत्वात् प्रामाणिकस्य च गौरवादेरप्यदोषत्वादिति दिक् ||૨૩-૧૦|| ૨૪૬ “કુતર્કથી બીજી રીતે સ્વભાવની કલ્પના કરવામાં બધા જ પ્રકારનાં દૃષ્ટાંતો સુલભ હોવાથી તે કુતર્કને કોણ નિવારે ? (વાધ્યતામ્ ના સ્થાને શ્લોકમાં વાર્યતામ્ આવો પાઠ હોવો જોઇએ.) સ્વભાવનો બાધ ક૨વામાં કલ્પનાગૌરવ વગેરે સમર્થ નથી.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જગત્પ્રસિદ્ધ છે કે અગ્નિનો દાહકત્વ સ્વભાવ છે અને પાણીનો શીતસ્વભાવ છે. આમ છતાં કુતર્કથી પાણીના સાંનિધ્યમાં અગ્નિનો શૈત્ય સ્વભાવ છે અને પાણીનો અગ્નિના સાંનિધ્યમાં દાહકત્વ સ્વભાવ છે... ઇત્યાદિ સિદ્ધ કરવામાં અનેક પ્રકારનાં દૃષ્ટાંતો સુલભ હોવાથી અન્યથા (લોકપ્રસિદ્ધથી જુદી રીતે) સ્વભાવની કલ્પના કરનાર કુતર્કને કોણ અટકાવી શકે ? અર્થાત્ કોઇ અટકાવી ન શકે. કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274