Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 237
________________ एत इति-एते भवाभिनन्दिनोऽसच्चेष्टया महारम्भादिप्रवृत्तिलक्षणया निजमात्मानं मलिनं कुर्वते, कर्मरजःसम्बन्धात् । बडिशामिषवद् मत्स्यगलमांसवत् । तुच्छेऽल्पे रौद्रविपाके प्रसक्ता भोगजे भोगप्रभवे સુવે રિર-રૂ9ી! આ ભવાભિનંદી જીવો, માછલાને પકડવાના કાંટામાં રહેલા માંસના કટકા જેવા અત્યંત તુચ્છ એવાં ભોગજન્યસુખોમાં અત્યંત આસક્ત બનેલા; અસત્ ચેષ્ટાદ્વારા પોતાના આત્માને મલિન કરે છે. એનો આશય સ્પષ્ટ છે કે બડિશામિષની જેમ અલ્પ-તુચ્છ અને ખૂબ જ ભયંકર વિપાક(ફળ)વાળા; ભોગથી ઉત્પન્ન થતા સુખમાં ખૂબ આસક્ત બનેલા ભવાભિનંદી જીવો; મહારંભ અને મહાપરિગ્રહાદિની દુષ્ટ પ્રવૃત્તિ દ્વારા પોતાના આત્માને કમરજના સંબંધથી મલિન કરે છે. ભવાભિનંદી જીવો પ્રાણાતિપાતાદિ અસત્યવૃત્તિ દ્વારા અવિચારી કાર્યો વડે પોતાના આત્માને પાપસ્વરૂપ ધૂળથી મલિન કરે છે. કર્મભૂમિમાં ધર્મના કારણભૂત મનુષ્યજન્મને પામીને પણ ધર્મના બીજાધાનાદિને વિશે પ્રયત્ન કરતા નથી અને તુચ્છ એવા ભોગોની પ્રવૃત્તિમાં આસક્ત બની સતુ ચેષ્ટા(ધર્મસાધના)નો ત્યાગ કરે છે. આ દારુણ અજ્ઞાનદશાનો વિપાક છે... ઇત્યાદિ યોગદષ્ટિસમુચ્ચયથી (શ્લો.નં. ૮૨-૮૩-૮૪થી) વિચારવું જોઈએ. ll૧૨-૩૧ અવેદ્યસંવેદ્યપદના નિરૂપણનો ઉપસંહાર કરાય છે– अवेद्यसंवेद्यपदं, सत्सङ्गागमयोगतः । તતિપ્રદં , પરમાનમિચ્છતા રર-રૂ૨ી अवेद्येति-यतोऽस्यायं दारुणो विपाकस्तत्तस्मादवेद्यसंवेद्यपदं दुर्गतिप्रदं नरकादिदुर्गतिकारणं । सत्सङ्गागमयोगतो विशिष्टसङ्गमागमसम्बन्धात् । परमानन्दं मोक्षसुखमिच्छता जेयम् । अस्यामेव भूमिकायामन्यदा जेतुमशक्यत्वाद् । अत एवानुवादपरोऽप्यागम इति योगाचार्या अयोग्यनियोगासिद्धेरिति ।।२२-३२।। જે કારણથી આ અવેદ્યસંવેદ્યપદનો દારુણ વિપાક છે, “તેથી દુર્ગતિને આપનાર એવા અવેદ્યસંવેદ્યપદને; પરમાનંદની ઇચ્છાવાળાએ સત્સંગ અને આગમના યોગે જીતવું જોઇએ...” - આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ આ અવેદ્યસંવેદ્યપદ અત્યંત કઠોર અને દારુણ વિપાકવાળું છે. તેથી તે નરકાદિ દુર્ગતિમાં લઈ જનારું છે. જેમને પરમાનંદ સ્વરૂપ મોક્ષની(મોક્ષસુખની) ઇચ્છા હોય તેઓએ તેને જીતવું જોઇએ. એ અવેદ્યસંવેદ્યપદને જીતવા માટે સત્સંગ અને આગમ : એ બંન્નેના યોગ સિવાય બીજું કોઈ સાધન નથી. પૂ. સાધુભગવંતો પાસે ઉચિત રીતે આગમનું પુણ્યશ્રવણ કરવામાં આવે તો અવેદ્યસંવેદ્યપદનો પરાભવ કરી શકાય છે. આપણે પૂ. સાધુભગવંતો પાસે જતા નથી – એવું નથી અને આગમનું શ્રવણ કરતા નથી – એવું પણ નથી. પરંતુ સાધુમહાત્માઓનો સંગ આગમના પુણ્યશ્રવણ માટે કરવો જોઇએ અને આગમનું પુણ્યશ્રવણ સાધુમહાત્માની પાસે જ ૨૩૪ તારાદિત્રય બત્રીશી

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274