Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
अवेद्यसंवेद्यपदे, पुण्यं निरनुबन्धकम् ।
भवाभिनन्दिजन्तूनां, पापं स्यात्सानुबन्धकम् ॥२२-२९॥ अवेद्येति-अवेद्यसंवेद्यपदे पुण्यं निरनुबन्धकमनुबन्धरहितं स्यात् । यदि कदाचिन्न स्यात् पापानुबन्धि । सानुबन्धे तत्र ग्रन्थिभेदस्य नियामकत्वात् । भवाभिनन्दिनां क्षुद्रत्वादिदोषवतां जन्तूनां पापं सानुबन्धकमनुबन्धसहितं स्यात् । रागद्वेषादिप्राबल्यस्य तदनुबन्धावन्ध्यबीजत्वात् ।।२२-२९।।
“અવેદ્યસંવેદ્યપદમાં અનુબંધ વિનાનું પુણ્ય બંધાય છે અને ભવાભિનંદી જીવોને અનુબંધસહિત પાપનો બંધ થાય છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે વેદ્યસંવેદ્યપદથી ભિન્ન અવેદ્યસંવેદ્યપદ છે. સામાન્યથી એ પદ ગ્રંથિનો ભેદ થવાની પૂર્વાવસ્થામાં હોય છે. પહેલી ચાર દૃષ્ટિઓમાં અને ભવાભિનંદીપણામાં અવેદ્યસંવેદ્યપદ હોય છે. પહેલી ચાર દષ્ટિઓમાં ભવાભિનંદી જીવો ન હોવાથી એ જીવોને જ્યારે પણ કોઈ વાર પાપાનુબંધી પુણ્યબંધન થાય તો તે વખતે પુણ્યબંધ; અનુબંધથી રહિત હોય છે. સાનુબંધ (પુણ્યાનુબંધી) પુણ્ય તો ગ્રંથિભેદથી થાય છે. અર્થાત્ એવા પુણ્યબંધનો નિયામક ગ્રંથિભેદ છે.
ભવાભિનંદી જીવોને; યાંચાશીલત્વ દીનત્વ માત્સર્ય ભય શકત્વ અને સર્વત્રાભિનિવેશ... ઇત્યાદિ દોષોના કારણે રાગદ્વેષાદિની પ્રબળતા હોવાથી પાપનો બંધ સાનુબંધ (પાપાનુબંધી) થાય છે. કારણ કે પાપાનુબંધી પાપનું અવંધ્ય બીજ; રાગદ્વેષાદિની પ્રબળતા છે. ભવાભિનંદી જીવોમાં એવી રાગ-દ્વેષાદિની પ્રબળતા ઘણી જ હોય છે. કૃપણ, માંગણ, દિન, બીજાના કલ્યાણથી દુઃખી, ભયવાન, માયાવી, મૂર્ખ અને સર્વત્ર અતત્ત્વના અભિનિવેશી : આ બધા જીવો ભવાભિનંદી અર્થાત્ સંસાર પ્રત્યે બહુમાનવાળા હોય છે. એ જીવોનો બોધ અસત્પરિણામથી અનુવિદ્ધ હોય છે. તેથી જ વિષયુક્ત અન્નની જેમ એ સુંદર હોતો નથી. આવા પ્રકારના અવેદ્યસંવેદ્યપદવાળા વિપર્યાસને જ પ્રાપ્ત કરતા હોય છે, હિતાહિતના વિવેકથી રહિત હોય છે, માત્ર વર્તમાનકાળને જોનારા તેઓ પદે પદે ખેદને પામે છે. ૨૨-૨૯ો. ભવાભિનંદી એવા અવેદ્યસંવેદ્યપદવાળા જીવો કેવા હોય છે : તે જણાવાય છે–
कुकृत्यं कृत्यमाभाति, कृत्यं चाकृत्यमेव हि ।
अत्र व्यामूढचित्तानां, कण्डूकण्डूयनादिवत् ॥२२-३०॥ कुकृत्यमिति-कुकृत्यं प्राणातिपातादिकृत्यं करणीयमाभाति । कृत्यं चाहिंसादि अकृत्यमेव हि अनाचरणीयमेव । अत्रावेद्यसंवेद्यपदे व्यामूढचित्तानां मोहग्रस्तमानसानां कण्डूलानां कण्डूयनादिवद् । आदिना कृम्याकुलस्य कुष्टिनोऽग्निसेवनग्रहः । कण्डूयकादीनां कण्ड्वादेरिव भवाभिनन्दिनामवेद्यसंवेद्यपदादेव વિપર્યયધીરિતિ ભાવ: રર-રૂ
૨૩૨
તારાદિત્રય બત્રીશી