Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કોઇ વાર ભૂતકાળમાં બંધાયેલા અશુભ કર્મના યોગે પ્રાપ્ત થયેલ નકાદિગતિમાં પણ માનસિક દુઃખોનો અભાવ હોય છે. તેથી વેદ્યસંવેદ્યપદવાળા (પાંચમી... વગેરે દૃષ્ટિવાળા) આત્માઓને ભાવપાક (કષાયાદિનો ઉદય) થતો નથી. આ વાત વ્યવહારનયને આશ્રયીને કરી છે. અર્થાત્ વ્યવહારનયને અભિમત વેદ્યસંવેદ્યપદસ્વરૂપ ભાવને આશ્રયીને એ વાત કરી છે. નિશ્ચયનયને અભિમત એવા વિશુદ્ધ વેઘસંવેદ્યપદની અપેક્ષાએ તો જેઓ સમ્યગ્દર્શનથી પડેલા અનંતસંસારી છે, તેમને વેઘસંવેદ્યપદભાવ જ નથી. નિશ્ચયનયસંબંધી વેઘસંવેદ્યપદવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ શ્રેણિક મહારાજાદિમાં તો ફરીથી દુર્ગતિમાં તેઓ ગયા ન હોવાથી તપેલા લોઢા ઉપર પગ મૂકવા જેવી પણ પાપપ્રવૃત્તિ છેલ્લી જ હતી. એ વિષયમાં યોગદૃષ્ટિસમુચ્ચયમાં (શ્લો.નં. ૭૦-૭૧) ફરમાવ્યું છે કે - “અવેઘસંવેદ્યપદથી અન્ય વેદ્યસંવેદ્યપદ છેલ્લી ચાર દૃષ્ટિમાં(સ્થિરાદિદષ્ટિમાં) હોય છે. આ વેદ્યસંવેદ્યપદથી પ્રાયઃ પાપકર્મ-હિંસાદિમાં પ્રવૃત્તિ થતી નથી. કોઇ વાર ભૂતકાળમાં બાંધેલા કર્મના વિપાકથી પાપકર્મ-હિંસાદિમાં જે પણ પ્રવૃત્તિ થાય તે તપેલા લોઢા ઉપર પગ મૂકવા જેવી અત્યંતકંપસહિત નાછૂટકે હોય છે અને સંવેગના સારવાળી હોય છે. વેદ્યસંવેદ્યપદથી સંવેગ(તીવ્ર મોક્ષાભિલાષા-નિશ્ચલશ્રદ્ધા)ના અતિશયથી એ પાપની પ્રવૃત્તિ છેલ્લી જ હોય છે. કારણ કે શ્રેણિક મહારાજાદિની જેમ ફરીથી તેમને દુર્ગતિનો યોગ થતો નથી...” આ વાત નિશ્ચયનયને અભિમત એવા ક્ષાયિકસમકિતી આત્માઓના વેદ્યસંવેદ્યપદને આશ્રયીને સમજવી જોઇએ. વ્યવહારનયને આશ્રયીને પણ આ વેદ્યસંવેદ્યપદ જ સારું છે. કારણ કે એ વખતે એ હોતે છતે પ્રાયે કરી દુર્ગતિમાં પણ માનસિક દુઃખનો અભાવ હોય છે. ઉ૫૨ જણાવ્યા મુજબ વજતંડુલની જેમ ભાવને આશ્રયીને પાક થતો નથી... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. II૨૨-૨૬॥
અવેઘસંવેદ્યપદમાં સૂક્ષ્મબોધ હોતો નથી પણ સ્થૂલબોધ જ હોય છે. તેનું કારણ જણાવાય છે—
तच्छक्तिः स्थूलबोधस्य, बीजमन्यत्र चाक्षतम् ।
तत्र यत्पुण्यबन्धोऽपि हन्तापायोत्तरः स्मृतः ॥ २२-२७॥
तच्छक्तिरिति - अन्यत्र चावेद्यसंवेद्यपदे तच्छक्तिरपायशक्तिः स्थूलबोधस्य बीजमक्षतमनभिभूतं । तत्रावेद्यसंवेद्यपदे यद्यस्मात् पुण्यबन्धोऽपि हन्तापायोत्तरो विघ्ननान्तरीयकः स्मृतः । ततस्तत्पुण्यस्य પાપાનુન્ધિત્વાત્ ॥૨૨-૨૭॥
“અવેઘસંવેદ્યપદમાં અપાયશક્તિસ્વરૂપ; સ્થૂલબોધનું બીજ અક્ષત હોય છે. તે અવેઘસંવેદ્યપદમાં જે કા૨ણે પુણ્યબંધ પણ અપાયોત્તર(અપાયવાળો) થાય છે, તેથી તે પુણ્યબંધ પાપાનુબંધી હોય છે.” – આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સ્પષ્ટ જ છે કે વેદ્યસંવેદ્યપદથી અન્યત્ર અવેઘસંવેદ્યપદમાં નરકાદિ અપાયને પ્રાપ્ત કરવાની યોગ્યતા અક્ષત
તારાદિત્રય બત્રીશી
૨૩૦