Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
रेचनादिति–बाह्यभावानां कुटुम्बदारादिममत्वलक्षणानां रेचनात् । अन्तर्भावस्य श्रवणजनितविवेकलक्षणस्य पूरणात् । निश्चितार्थस्य कुम्भनात् स्थिरीकरणाच्च । भावतः प्राणायामोऽयमेवाव्यभिचारेण योगाङ्गगम् । अत एवोक्तं - “ प्राणायामवती चतुर्थाङ्गभावतो भावरेचकादिभावादिति” ।।२२-१९।।
“બાહ્યભાવોના રેચનથી, અત્યંતરભાવના પૂરણથી અને નિશ્ચિત અર્થના કુંભનથી જે પ્રાણાયામ થાય છે તેને ભાવ-પ્રાણાયામ કહેવાય છે.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે - પતંજલિ ઇત્યાદિએ જણાવેલ પ્રાણાયામ; ઉપર જણાવ્યા મુજબ બધા માટે જો યોગનું અંગ બને નહીં તો અહીં દીપ્રાર્દષ્ટિમાં પ્રાપ્ત થનાર યોગના અંગ તરીકે તેનું વર્ણન કરવાનું પ્રયોજન નથી - એમ લાગે; પરંતુ અન્યાભિમત પ્રાણાયામનું વર્ણન કરીને સ્વાભિમત પ્રાણાયામનું(ભાવપ્રાણાયામનું) આ શ્લોકથી વર્ણન કરાય છે. આ ભાવપ્રાણાયામ બધા માટે સર્વથા ઉપયોગી હોવાથી યોગનું અવ્યભિચારી અંગ છે.
પોતાનું કુટુંબ, સ્ત્રી અને ધન વગેરે સંબંધી જે મમત્વભાવ છે; તેને બાહ્યભાવ કહેવાય છે. ભાવ પ્રાણાયામમાં તેનું રેચન કરાય છે. ત્રીજી દૃષ્ટિમાં કરેલા તત્ત્વશ્રવણથી ઉત્પન્ન થયેલ હેયોપાદેયના તેમ જ ભક્ષ્યાભથ્યાદિના વિવેક સ્વરૂપ અહીં આત્યંતરભાવ છે. તેના પૂરણને અહીં ભાવપૂરણ તરીકે વર્ણવ્યું છે અને ‘પ્રાણો કરતાં અત્યંત શ્રેષ્ઠ ધર્મ છે.’... ઇત્યાદિ પ્રકારના નિશ્ચયથી નિશ્ચિત થયેલા ધર્મને (નિશ્ચિતાર્થને) સ્થિર કરવા સ્વરૂપ; અહીં કુંભન છે. આ ભાવને આશ્રયીને પ્રાણાયામ છે, જે અવ્યભિચારી યોગાંગ છે. અર્થાત્ ચોથી દૃષ્ટિમાં બધાને જ આવા ભાવપ્રાણાયામની પ્રાપ્તિ થયેલી હોય છે. આથી જ યોગદૃષ્ટિ સમુચ્ચયના શ્લો.નં. ૫૭ની ટીકામાં પણ ફરમાવ્યું છે કે - “આ દીપ્રાદેષ્ટિ પ્રાણાયામવાળી છે. કારણ કે એમાં ભાવરેચક આદિના કારણે ચોથા યોગાંગ(પ્રાણાયામ)નો સદ્ભાવ હોય છે, અર્થાત્ ભાવપ્રાણાયામ હોય છે.”
આત્મા અને તેના ગુણોને અનુલક્ષીને જે કોઇ વિચારણા કરાય છે; તેને સામાન્ય રીતે અંતર્ભાવ અને એનાથી ભિન્ન ભાવોને બાહ્યભાવ કહેવાય છે. મોક્ષની પ્રાપ્તિ માટે બાહ્યભાવોથી દૂર થવાનું અને આવ્યંતરભાવોને પ્રાપ્ત કરવાનું ખૂબ જ આવશ્યક છે. અનાદિકાળથી અભ્યસ્ત કરેલા બાહ્યભાવોને દૂર કરવાનું ઘણું જ કપરું છે અને સર્વથા અપ્રાપ્ત જેવા આત્યંતર ભાવોને મેળવવાનું પણ એટલું જ કપરું છે. ‘પ્રાણથી પણ અધિક ધર્મ છે.'... ઇત્યાદિ નિશ્ચયને સ્થિર કર્યા વિના બાહ્યભાવોનું રેચન અને આત્યંતર ભાવોનું પૂરણ શક્ય નથી. ભાવપ્રાણાયામમાં મુમુક્ષુ આત્માઓને બાહ્યભાવોના રેચનની; આવ્યંતર ભાવોના પૂરણની અને તાદશ નિશ્ચિતાર્થના કુંભન(સ્થિરીકરણ)ની અવસ્થા પ્રાપ્ત થાય છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. ૨૨-૧૯ ભાવરેચકાદિના ગુણોનું વર્ણન કરાય છે—
૨૨૨
प्राणेभ्योऽपि गुरुर्धर्मः, प्राणायामविनिश्चयात् । પ્રાળાંસ્ત્યન્તિ ધર્માર્થ, ન ધર્મ પ્રાનસો ૨૨-૨૦॥
તારાદિત્રય બત્રીશી