Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આવ્યંતર વિષય રેચકનો છે, તેની પરીક્ષા વિના એકદમ (સહસા એ બાહ્યાભ્યતર વિષયના વિચાર વિના) તપેલા પથ્થર ઉપર પડેલા પાણીના ન્યાયે ખંભવૃત્તિથી થતા કુંભક પ્રાણાયામને લઇને ચતુર્થ પ્રાણાયામ મનાય છે. અર્થાત્ જે કુંભકનો પૂરકરેચકસંબંધી દેશકાળાદિની પરીક્ષા કર્યા વિના એકદમ જ આરંભ કરાય છે તે ચતુર્થ કુંભક પ્રાણાયામ છે અને જે, પૂરક-રેચકના વિષયની પરીક્ષા કરવા પૂર્વક આરંભ કરાય છે, તે તૃતીય કુંભક પ્રાણાયામ છે. એ બંન્નેમાં પૂર્વોક્ત રીતે વિષયના પર્યાલોચન અને અપર્યાલોચનને લઈને ભેદ છે. અહીં આ શ્લોકની ટીકામાં ચિત્તરવિષયો આવો પાઠ છે. ત્યાં વાણિTચ્ચારવિષયો આવો પાઠ હોવો જોઇએ. તેમ જ હૃદયનામિવિહિપ વ પર્યા.. ઈત્યાદિ પાઠ છે. ત્યાં દયનામિપિવિપર્યા.. ઇત્યાદિ પાઠ હોવો જોઈએ - એમ માનીને ઉપર જણાવ્યા મુજબ ટીકાનો અર્થ જણાવ્યો છે. “વાIિTચ્ચત્તરવિષયાસેથી ચતુર્થ” રૂત્તિ (ર-૧૧) આ યોગસૂત્રમાં જણાવ્યા મુજબ ચતુર્થ પ્રાણાયામનું સ્વરૂપ ઉપર જણાવ્યું છે. એ સૂત્રનો પરમાર્થ જણાવતાં “પાતંજલ દર્શન પ્રકાશ'માં બીજી રીતે પણ ત્રીજા ચોથા પ્રાણાયામનું સ્વરૂપ વર્ણવ્યું છે, જે ઉપર જણાવેલા સ્વરૂપથી જુદું છે. આ વિષયનું તત્ત્વ તો તેના જાણકારો પાસેથી સમજી લેવું જોઇએ. ૨૨-૧૭ના પ્રાણાયામનું પ્રયોજન જણાવાય છે
धारणायोग्यता तस्मात्, प्रकाशावरणक्षयः ।
अन्यैरुक्तः क्वचिच्चैतद्, युज्यते योग्यतानुगम् ॥२२-१८॥ धारणेति-तस्मात्प्राणायामाद् धारणानां योग्यता, प्राणायामेन स्थिरीकृतं चेतः सुखेन नियतदेशे થાત તિ | તકુ–“ઘારા(સુ) ઘ યોગ્યતા મનસ: રિ-ધરૂ રૂતિ | તથા પ્રાશય વિત્તજ્વતિય यदावरणं क्लेशरूपं तत्क्षयः । तदुक्तं-“ततः क्षीयते प्रकाशावरणमिति” [२-५२] । अयमन्यैः पतञ्जल्यादिभिरुक्तः । भगवत्प्रवचने तु व्याकुलताहेतुत्वेन निषिद्ध एव श्वासप्रश्वासरोधः, यथायोगसमाधानमेव प्रवृत्तेः श्रेयस्त्वात्, प्राणरोधपलिमन्थस्यानतिप्रयोजनत्वात् । तदुक्तं-“उस्सासं ण णिरुंभइ आभिग्गहिओ वि किमु अचेठ्ठा । पसज्जमरणं निरोहे मुहुमुस्सासं च जयणाए ।।१।” एतच्च पतञ्जल्याद्युक्तं क्वचित्पुरुषविशेषे योग्यतानुगं योग्यतानुसारि युज्यते, नानारुचित्वाद्योगिनां, प्राणायामरुचीनां प्राणायामेनापि फलसिद्धेः स्वरुचिसम्पत्तिसिद्धस्योत्साहस्य योगोपायत्वात् । यथोक्तं योगबिन्दौ-“उत्साहान्निश्चयाद्धैर्या
सन्तोषात्तत्त्वदर्शनात् । मुनेर्जनपदत्यागात् षड्भिोगः प्रसिध्यति ।।१।।” इति । तस्माद्यस्य प्राणवृत्तिनिरोधेनैवेन्द्रियवृत्तिनिरोधस्तस्य तदुपयोग इति तत्त्वम् ।।२२-१८॥
“તેથી(પ્રાણાયામથી) ધારણાની યોગ્યતા પ્રાપ્ત થાય છે તેમ જ પ્રકાશના આવરણભૂત ક્લેશોનો ક્ષય થાય છે. આવા પ્રકારનો પ્રાણાયામપતંજલિવગેરેએ વર્ણવ્યો છે તે, કોઇયોગીવિશેષની યોગ્યતાને અનુલક્ષીને યોગ્ય છે, સર્વત્ર એ યોગ્ય નથી.” – આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે.
૨૨૦
તારાદિત્રય બત્રીશી