Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પ્રાણાયામનું વર્ણન કરાય છે–
रेचकः स्याद् बहिर्वृत्तिरन्तर्वृत्तिश्च पूरक: ।
कुम्भकः स्तम्भवृत्तिश्च, प्राणायामस्त्रिधेत्ययम् ॥२२-१७॥
रेचक इति–बहिर्वृत्तिः श्वासो रेचकः स्याद् । अन्तर्वृत्तिश्च प्रश्वासः पूरकः । स्तम्भवृत्तिश्च कुम्भकः । यस्मिन् जलमिव कुम्भे निश्चलतया प्राणोऽवस्थाप्यते । इत्ययं त्रिधा प्राणायामः प्राणगतिविच्छेदः । यदाह“ ( तस्मिन्सति) श्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः” इति [ २-४९ ] । अयं च नासाद्वादशान्तादिदेशेन षड्विंशतिमात्रादिप्रमाणकालेन । सङ्ख्यया चेयतो वारान् कृत एतावद्भिश्च श्वासप्रश्वासैः प्रथम उद्घातो भवतीत्यादिलक्षणोपलक्षितो दीर्घसूक्ष्मसंज्ञ आख्यायते । यथोक्तं - " स तु बाह्याभ्यन्तरस्तम्भवृत्तिर्देशकालसङ्ख्याभिः परिदृष्टो दीर्घसूक्ष्मसञ्ज्ञ (सूक्ष्मः) इति” [२-५०] । बाह्याभ्यन्तरविषयो द्वादशान्तहृदयनाभिचक्रादिरूप एव पर्यालोच्यैव सहसा तप्तोपलनिपतितजलन्यायेन युगपत् स्तम्भवृत्त्या निष्पद्यमानात् कुम्भकात्तत्पर्यालोचनपूर्वकत्वमात्रभेदेन च चतुर्थोऽपि प्राणायाम इष्यते । यथोक्तं - "बाह्याभ्यन्तरविषयाक्षेपी ચતુર્થ” કૃતિ [૨-૧૧] ||૨૨-૧૭||
“બાહ્યવૃત્તિ શ્વાસને રેચક કહેવાય છે; આવ્યંતર વૃત્તિ પ્રશ્વાસને પૂરક કહેવાય છે અને સ્તંભવૃત્તિ એ બંન્નેને કુંભક કહેવાય છે - આ રીતે ત્રણ પ્રકારનો પ્રાણાયામ કહેવાય છે.” આ પ્રમાણે સત્તરમા શ્લોકનો શબ્દશઃ અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે - યોગના ત્રીજા અંગ આસનની સિદ્ધિ થયા પછી શ્વાસ-પ્રશ્વાસની સ્વાભાવિક ગતિનો જે અભાવ થાય છે; તેને પ્રાણાયામ કહેવાય છે. બહારના વાયુને અંદર લેવો તેનું નામ શ્વાસ છે અને ઉદરમાં(પેટમાં) રહેલા વાયુને બહાર કાઢવો તેનું નામ પ્રશ્વાસ છે. તે શ્વાસ-પ્રશ્વાસનો જે અભાવ તે પ્રાણાયામ છે. પૂરકપ્રાણાયામમાં શ્વાસનો અભાવ હોય છે અને રેચકપ્રાણાયામમાં પ્રશ્વાસનો અભાવ હોય છે. અર્થાત્ બંન્ને પ્રાણાયામમાં એક-એકનો અભાવ હોય છે. બંન્નેનો અભાવ ન હોવાથી યદ્યપિ તેને પ્રાણાયામ કહી શકાય નહીં, પરંતુ બંન્ને સ્થાને શ્વાસ અને પ્રશ્વાસની સ્વાભાવિક ગતિનો અભાવ હોવાથી તે અપેક્ષાએ તેને પ્રાણાયામ કહેવાય છે - એમ તેના જ્ઞાતાઓ કહે છે.
૨૧૮
પ્રશ્વાસ દ્વારા સ્વાભાવિક પ્રાણગતિનો જે અભાવ છે; તેને બાહ્યવૃત્તિ રેચક કહેવાય છે. શ્વાસ દ્વારા જે પ્રાણની ગતિનો અભાવ છે; તે આવ્યંતરવૃત્તિ પૂરક છે અને પ્રયત્નથી એક સાથે શ્વાસ-પ્રશ્વાસનો જે અભાવ છે તેને સ્તંભવૃત્તિ કુંભક કહેવાય છે, જે હોતે છતે ઘડામાં નિશ્ચલપણે રખાતા પાણીની જેમ પ્રાણને સ્થાપન કરાય છે. આ રીતે ત્રણ પ્રકાર વડે પ્રાણની ગતિનો વિચ્છેદ કરાય છે તેથી પ્રાણાયામ ત્રણ પ્રકારનો છે. આ વિષયનું વર્ણન કરતાં યોગસૂત્ર(૨-૪૯)માં જણાવ્યું છે કે – પૂર્વે જણાવેલા આસનનો પૂર્ણ લાભ થયે છતે શ્વાસ-પ્રશ્વાસની સ્વાભાવિક ગતિનો અભાવ થાય છે, તેને પ્રાણાયામ કહેવાય છે.
.
તારાદિત્રય બત્રીશી