Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
अवेद्येति—आसु मित्राद्यासु चतसृषु दृष्टिषु यद्यस्मादवेद्यसंवेद्यपदमुल्बणमधिकं । पक्षिच्छायायां जलसंसर्गिन्यां जलधिया जलचरप्रवृत्तिरिवाभा वेद्यसंवेद्यपदसम्बन्धिनी यत्र तत्तथा । तत्र हि न तात्त्विकं वेद्यसंवेद्यपदं, किं त्वारोपाधिष्ठानसंसर्गितयाऽतात्त्विकम् । अत एवानुल्बणमित्यर्थः । एतदपि चरमासु चरमयथाप्रवृत्तकरणेन एवेत्याचार्याः । तदिदमभिप्रेत्योक्तम् - "अवेद्यसंवेद्यपदं यस्मादासु तथोल्बणम् । પક્ષિચ્છાયાનતવરપ્રવૃત્ત્વામમતઃ પરમ્ ||9||” ||૨૨-૨૪||
“જેથી; પક્ષીઓની છાયામાં જલચર-મત્સ્યાદિ-જીવોની પ્રવૃત્તિ જેવું પ્રબળ એવું અવેઘસંવેદ્યપદ પહેલી ચાર દૃષ્ટિમાં હોય છે. (તેથી ત્યાં સૂક્ષ્મ બોધ હોતો નથી.)” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. તાત્પર્ય એ છે કે મિત્રા, તારા અને બલા દૃષ્ટિમાં તેમ જ આ ચોથી દીપ્રાદેષ્ટિમાં ખૂબ જ પ્રબળ(અધિક) અવેઘસંવેદ્યપદ હોય છે. એ અવેઘસંવેદ્યપદ; જળમાં પડતી આકાશમાં ઊડતા પંખીની છાયામાં, પક્ષીની બુદ્ધિએ તેને ગ્રહણ કરવાના આશયથી જલચર જીવો-મત્સ્ય વગેરે જે પ્રવૃત્તિ કરે છે, તેના જેવું છે. પાણીમાં પક્ષી નથી, પરંતુ પક્ષીની છાયા જ છે. એને પંખી માનીને જલચર જીવો એને ગ્રહણ ક૨વાની પ્રવૃત્તિ કરે છે પરંતુ એ જેમ તાત્ત્વિક નથી તેમ જ અહીં પણ વેદ્યસંવેદ્યપદ તાત્ત્વિક નથી. પણ આરોપનો વિષય હોવાથી અતાત્ત્વિક છે. આથી જ આ ચાર દૃષ્ટિઓમાં તે(વેદ્યસંવેદ્યપદ) અત્યંત મંદ-અવ્યક્ત હોય છે.
સામાન્ય રીતે જે વસ્તુ જેના જેવી હોય છે તે વસ્તુને તેના કોઇ ધર્મને લઇને તે રૂપે જણાવાય છે ત્યારે તે વસ્તુમાં તેનો આરોપ કરવામાં આવે છે. જેમ આહ્લાદકત્વ, વર્તુલત્વ અને સુંદરત્વાદિ ધર્મને લઇને મુખમાં ચંદ્રનો અધ્યવસાય કરાય છે, તે આરોપ છે તેમ અહીં પણ સૂક્ષ્મબોધ ન હોવા છતાં તેના જેવું જણાય છે. તેથી વેદ્યસંવેદ્યપદનો પહેલી ચાર દૃષ્ટિઓમાં આરોપ કરાય છે. આરોપનું અધિષ્ઠાન સાદૃશ્ય છે. જેમાં જેનો આરોપ કરાય છે તેમાં તે અતાત્ત્વિક હોય છે... ઇત્યાદિ અધ્યાપકાદિ પાસેથી સમજી લેવું જોઇએ. આવું અતાત્ત્વિક પણ વેદ્યસંવેદ્યપદ પહેલી ચાર દૃષ્ટિઓમાં ચરમયથાપ્રવૃત્તકરણ(શુદ્ધ યથાપ્રવૃત્તકરણ)ના કારણે છે - એમ યોગાચાર્યો કહે છે. ‘યોગદૃષ્ટિસમુચ્ચય'ના શ્લો.નં. ૬૭ થી આ વિષયમાં જણાવ્યું છે કે - જે કા૨ણે આ પહેલી ચાર દૃષ્ટિઓમાં જે અવેઘસંવેદ્યપદ છે તે પક્ષીની છાયામાં પક્ષીની બુદ્ધિએ થતી જલચર જીવોની પ્રવૃત્તિ જેવું અત્યંત પ્રબળ છે. તેથી અહીં વેઘસંવેદ્યપદ તાત્ત્વિક નથી. કારણ કે ગ્રંથિભેદ અહીં થયેલો નથી. અતાત્ત્વિક પણ એ વેદ્યસંવેદ્યપદ; ચરમ યથાપ્રવૃત્તકરણને કારણે છે - એમ યોગાચાર્યો કહે છે. ૨૨-૨૪
પ્રથમ ચાર દૃષ્ટિઓમાં અતાત્ત્વિક વેદ્યસંવેદ્યપદ હોય છે. એમાં વેદ્યસંવેદ્યપદનું સ્વરૂપ વર્ણવાય છે—
એક પરિશીલન
वेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम् । पदं तद् वेद्यसंवेद्यमन्यदेतद्विपर्ययात् ॥२२-२५।।
૨૨૭