Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પ્રથમવતી... ઇત્યાદિ (ગ્લો.નં. ૧૬) શ્લોકમાં જણાવ્યું છે કે આ દષ્ટિમાં સૂક્ષ્મબોધ હોતો નથી. (સૂક્ષ્મવોશમનાતા) હવે તેનું કારણ જણાવાય છે
कर्मवज्रविभेदेनानन्तधर्मकगोचरे ।
વેદવેદપકને, ચોથે સૂક્ષ્મત્વમત્ર ન ર૨-૨રૂા. कर्मेति-कमव वज्रमतिदुर्भेदत्वात् तस्य विभेदेनानन्तधर्मकं भेदाभेदनित्यत्वानित्यत्वाद्यनन्तधर्मशबलं यद्वस्तु तद्गोचरे वस्तुनस्तथात्वपरिच्छेदिनि । वेद्यसंवेद्यपदजे बोधे सूक्ष्मत्वं यत्तदत्र दीप्रायां दृष्टौ न भवति, तदधोभूमिकारूपत्वादस्याः । तदुक्तं- भवाम्भोधिसमुत्तारात् कर्मवज्रविभेदतः । ज्ञेयव्याप्तेश्च વર્જેિન સૂક્ષ્મત્વે નાયમત્ર તુ II9ll” /૨૨-૨૩/l.
“કર્મસ્વરૂપ વજના વિભેદથી; વેદ્યસંવેદ્યપદના કારણે ઉત્પન્ન થનાર; અનંતધર્માત્મક વસ્તુને તે સ્વરૂપે ગ્રહણ કરનાર બોધમાં સૂક્ષ્મત્વ મનાય છે. એ સૂક્ષ્મત્વ આ દૃષ્ટિ હોય ત્યારે હોતું નથી...' - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો સામાન્યર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે અનાદિકાળથી આત્માની સાથે કમનો સંયોગ છે. એ કર્મો અત્યંત દુર્ભેદ્ય હોવાથી વજજેવાં કઠોર છે. આત્માના વિશુદ્ધ પરિણામથી જ્યારે એનો વિભેદ થાય છે; અર્થાત્ ફરી પાછા ન બંધાય તે રીતે તેનો નાશ થાય ત્યારે વેદ્યસંવેદ્યપદમાં આ સૂક્ષ્મ બોધની પ્રાપ્તિ થાય છે.
ભેદ-અભેદ, નિત્યત્વ-અનિત્યત્વ વગેરે અનંત ધર્મથી વ્યાપ્ત એવી વસ્તુને તે સ્વરૂપે ગ્રહણ કરનાર બોધમાં જ સૂક્ષ્મત્વ મનાય છે. અર્થાત્ તેવો બોધ જ સૂક્ષ્મ બોધ છે, જે બોધ આ દિપ્રાષ્ટિમાં હોતો નથી. કારણ કે વેદ્યસંવેદ્યપદની અપેક્ષાએ આ દૃષ્ટિની ભૂમિકા થોડી નીચી છે. આ દૃષ્ટિમાં એવો કર્મવિભેદ(ગ્રંથિભેદો થતો નથી.
આ વાતને જણાવતાં યોગદષ્ટિસમુચ્ચયમાં (શ્લોક નં.૬૬) ફરમાવ્યું છે કે સૂક્ષ્મ બોધ; લોકોત્તર પ્રવૃત્તિનો હેતુ હોવાથી ભવસમુદ્રથી તારનારો હોય છે. કર્મના; ફરી પાછા બંધાય નહીં તે રીતે થયેલા વિભેદથી તે પ્રાપ્ત થાય છે અને અનંતધર્માત્મક વસ્તુને તે સ્વરૂપે તે જણાવનારો હોય છે. અર્થાત્ સંસારસાગરથી પાર ઉતારનાર; કર્મના વિભેદથી ઉત્પન્ન થનાર અને સમગ્રરૂપે શેય વસ્તુને ગ્રહણ કરનાર સૂક્ષ્મ બોધ છે. આવા પ્રકારનો સૂક્ષ્મ(નિપુણ-પટુ) બોધ આ દૃષ્ટિમાં અને એની પૂર્વેની દૃષ્ટિમાં હોતો નથી. કારણ કે ત્યાં અને અહીં ગ્રંથિનો(રાગ-દ્વેષની તીવ્રપરિણતિનો) ભેદ થયેલો નથી. એના ભેદ પછી જ સૂક્ષ્મ બોધ હોય છે. ૨૨-૨૩
વેદસંવેદ્યપદનો પણ પહેલી ચાર દષ્ટિમાં અભાવ હોવાથી ત્યાં સૂક્ષ્મ બોધનો અભાવ હોય છે, તે જણાવાય છે
अवेद्यसंवेद्यपदं, चतसृष्वासु दृष्टिषु ।
पक्षिच्छायाजलचरप्रवृत्त्याभं यदुल्बणम् ॥२२-२४॥ ૨૨૬
તારાદિત્રય બત્રીશી