Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
पुण्यबीजमिति एवं धर्मस्य प्राणेभ्योऽप्यधिकत्वप्रतिपत्त्या, तत्रोत्सर्गप्रवृत्त्या । तत्त्वश्रुत्या तथातत्त्वश्रवणेन । मधुरवारिणा । सदाशयः शोभनपरिणामः । भवलक्षणस्य क्षाराम्भसस्त्यागात् । पुण्यबीजं वृद्धिं नयति । यथा हि मधुरोदकयोगतस्तन्माधुर्यानवगमेऽपि बीजं प्ररोहमादत्ते, तथा तत्त्वश्रुतेरचिन्त्यसामर्थ्यातत्त्वविषयस्पष्टसंवित्त्यभावेऽपि अतत्त्वश्रवणत्यागेन तद्योगात् पुण्यवृद्धिः स्यादेवेति भावः ।।२२-२१॥
આ ચોથી દૃષ્ટિમાં ભવસ્વરૂપ ખારા પાણીનો ત્યાગ કરવાથી સુંદર-શુભ આશયવાળો આત્મા મીઠા પાણીની જેમ તત્ત્વશ્રવણથી પુણ્યના બીજને વધારે છે...” – આ પ્રમાણે એકવીસમા
શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પ્રાણી કરતાં ધર્મ અધિક છે એમ સમજીને ઉત્સર્ગથી ધર્મની પ્રવૃત્તિ કરવા વડે ધર્મની અધિકતાની(મહત્તરતાની) પ્રતિપત્તિ(સ્વીકાર) કરવાથી; સુંદર પરિણામ છે જેના એવા આત્માઓ આ ચોથી દૃષ્ટિમાં ભવસ્વરૂપ ખારા પાણીનો ત્યાગ કરે છે, જેથી તત્ત્વશ્રવણસ્વરૂપ મીઠા પાણી વડે પુણ્યસ્વરૂપ બીજની વૃદ્ધિ કરે છે.
જેમ મધુર પાણીથી બીજની વૃદ્ધિ થાય છે, વૃક્ષના બીજને મધુર પાણીનો યોગ મળવાથી તેના માધુર્યનો અનુભવ ન હોય તો પણ બીજની વૃદ્ધિ થઈ જ જાય છે, તેમ તત્ત્વશ્રવણના અચિંત્ય સામર્થ્યથી; તત્ત્વના વિષયનું સ્પષ્ટ સંવેદન ન હોય તો ય અતત્ત્વશ્રવણનો ત્યાગ કરવાના કારણે તત્ત્વશ્રવણના યોગે પુણ્યની વૃદ્ધિ થાય છે જ. તત્ત્વવિષયક સ્પષ્ટ અવગમ ન હોય તો ય અતત્ત્વશ્રવણનો ત્યાગ કરવાથી પુણ્યવૃદ્ધિ થાય છે. આથી સમજી શકાશે કે પુણ્યવૃદ્ધિનું બીજ (કારણ) અતત્ત્વશ્રવણનો ત્યાગ છે. અત્યાર સુધીના આપણા સંસારનું મુખ્ય કારણ પણ અતત્ત્વશ્રવણ છે. અતત્ત્વની જિજ્ઞાસા, તેની શુશ્રુષા અને તેનું શ્રવણ લગભગ અખંડપણે ચાલુ છે, જેના યોગે ભવસ્વરૂપ ખારા પાણીનો ત્યાગ પણ ન થયો. તત્ત્વશ્રવણ સ્વરૂપ મધુર પાણીના અભાવે; યોગનાં બીજોનો પ્રરોહ પણ ન થયો. ચોથી દૃષ્ટિમાં એ મધુર પાણીના યોગથી પુણ્યબીજો વૃદ્ધિને પામે છે.
આત્મા અને તેના ગુણોને અનુલક્ષીને જે શ્રવણ કરાય છે, તેને તત્ત્વશ્રવણ કહેવાય છે. આનાથી ભિન્ન વસ્તુને અનુલક્ષીને જે કોઈ શ્રવણ કરાય છે, તે બધું જ અતત્ત્વશ્રવણ છે. આથી જ આ ચોથી દૃષ્ટિમાં ભવસ્વરૂપ ખારા પાણીનો ત્યાગ કરવાનું આવશ્યક છે. અન્યથા તત્ત્વશ્રવણસ્વરૂપ મધુર પાણીના યોગનો સંભવ નથી રહેતો. આ સમગ્ર સંસાર ખારા પાણી જેવો છે. એમાં કોઈ તત્ત્વ નથી. તેથી તેના શ્રવણાદિનો ત્યાગ કરી માત્ર તત્ત્વશ્રવણમાં જ રુચિ કેળવવી જોઈએ, જે આ ચોથી દષ્ટિમાં શક્ય બને છે. એના યોગે પુણ્યબીજ(યોગના બીજ) વૃદ્ધિને પ્રાપ્ત કરે છે. આમાંથી જ આગળ જતાં પાંચમી દષ્ટિમાં અત્યંત સુંદર એવા લોકોત્તર ધર્મની સાધનાનો પ્રારંભ થાય છે. બીજના પ્રરોહમાં મધુર પાણીના મહત્ત્વનો ખ્યાલ જેને છે તેને આ તત્ત્વશ્રવણનું મહત્ત્વ સમજતાં વાર નહીં લાગે. તત્ત્વ પ્રત્યે પ્રીતિ હોય તો તત્ત્વશ્રવણમાં કોઈ તકલીફ નથી.i૨૨-૨
૨૨૪
તારાદિત્રય બત્રીશી