Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
प्राणेभ्योऽपीति-प्राणेभ्योऽपीन्द्रियादिभ्योऽपि गुरुर्महत्तरो धर्मः । इत्यतो भावप्राणायामतो विनिश्चयाद् धर्मार्थं प्राणांस्त्यजति, तत्रोत्सर्गप्रवृत्तेः । अत एव न धर्मं त्यजति प्राणसङ्कटे प्राणकष्टे .રર-૨૦||
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે ભાવપ્રાણાયામના કારણે; “પ્રાણો કરતાં પણ ધર્મ શ્રેષ્ઠતર છે.” - આ પ્રમાણે નિશ્ચય થવાથી આ દૃષ્ટિમાં મુમુક્ષુઓ ધર્મના અર્થે પ્રાણોનો ત્યાગ કરે છે. પરંતુ પ્રાણો ઉપર સંકટ આવે તો ય ધર્મનો ત્યાગ કરતા નથી. એનો આશય એ છે કે ભાવપ્રાણાયામના કારણે આ ચોથી દષ્ટિમાં ધર્મનું મહત્ત્વ સમજાય છે. અત્યાર સુધી આપણને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણા પોતાના પ્રાણ લાગતા હતા. પાંચ ઇન્દ્રિયો, મનવચનકાયાના ત્રણ બળ અને આયુષ્ય તથા શ્વાસોશ્વાસ: આ દશ પ્રાણો છે. યથાયોગ્ય જીવમાત્રને કોઈને કોઈ પ્રાણ હોય છે. સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્ત અવસ્થાને પામેલા જીવને દશ પ્રાણ હોય છે. આવા પ્રકારની અવસ્થામાં જયારે ચોથી દૃષ્ટિ પ્રાપ્ત થાય છે; ત્યારે એ પ્રાણો કરતાં પણ મહત્તર(શ્રેષ્ઠતર) આ ધર્મ જણાય છે.
ચોથી દષ્ટિનો સાર જ એ નિશ્ચય છે. એથી ધર્મ માટે એ મુમુક્ષુ આત્માઓ પ્રાણનો ત્યાગ કરે છે. કારણ કે ઉત્સર્ગથી તેઓ પ્રવૃત્તિ કરે છે. પ્રાણની અપેક્ષા રાખે તો ગમે ત્યારે પણ ઉત્સર્ગથી કરાતી પ્રવૃત્તિનો ત્યાગ કરવાનો જ પ્રસંગ આવશે. તેથી જ ગમે તેવા પ્રાણના સંકટમાં પણ તેઓ ધર્મનો ત્યાગ કરતા નથી. કષ્ટ વેઠીને પણ ધર્મની પ્રવૃત્તિ ઉત્સર્ગથી કરતા હોય છે. પ્રથમ ગુણસ્થાનકની આ ચોથી દષ્ટિ છેલ્લી દૃષ્ટિ છે. “પ્રાણ કરતાં ધર્મ મહત્તર છે'- આવો નિશ્ચય જ આ દૃષ્ટિનો સાર છે. એ નિશ્ચય ન હોય તો પાંચમી... વગેરે દષ્ટિઓ કઈ રીતે પ્રાપ્ત થાય? જે ધર્મથી; શરીરાદિના મૂળભૂત કર્મનો ઉચ્છેદ(નાશ) કરવાનો છે એ ધર્મ કરતાં; કર્મના યોગે પ્રાપ્ત થયેલા શરીરાદિ શ્રેષ્ઠ લાગે તો તેના મૂળભૂત કર્મનો ઉચ્છેદ ન જ થાય - એ સમજી શકાય છે. લોકોત્તરધર્મની પૂર્વભૂમિકાનો સ્પર્શ કર્યા વિના લોકોત્તરધર્મની સાધના આપણને સિદ્ધિ સુધી પહોંચાડે એમાં બહુ તથ્ય નથી. ધર્મનું વાસ્તવિક મૂલ્ય સમજ્યા વિના જ ધર્મ કરાય તો તેના વાસ્તવિક ફળને પ્રાપ્ત કરવાનું શક્ય નથી.
“જે મરેલાને પણ અનુસરે છે તે ધર્મ એક જ મિત્ર છે. બીજું બધું તો શરીરના નાશની સાથે જ નાશ પામે છે...' ઇત્યાદિ તત્ત્વશ્રવણના પ્રભાવે આ દૃષ્ટિમાં ધર્મની મહત્તા સમજાય છે અને તેથી મુમુક્ષુજનો સ્વભાવથી જ તેનો સ્વીકાર ચોથી દૃષ્ટિમાં કરે છે. ચોથી દૃષ્ટિની એ એક અદ્ભુત સિદ્ધિ છે. એ તત્ત્વશ્રવણના કારણે લોકોત્તર ધર્મની પ્રાપ્તિ માટે ઘણી જ અનુકૂળતા પ્રાપ્ત થાય છે. ll૨૨-૨ના તત્ત્વશ્રવણના ગુણનું વર્ણન કરાય છે
पुण्यबीजं नयत्येवं, तत्त्वश्रुत्या सदाशयः ।
भवक्षाराम्भसस्त्यागाद्, वृद्धिं मधुरवारिणा ॥२२-२१॥ એક પરિશીલન
૨૨૩