Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
સિદ્ધિનું કારણ બનતી નથી. આ દૃષ્ટિમાં એ દોષનો અભાવ હોવાથી ચિત્તનો ન્યાસ આરંભેલી ક્રિયામાં જ હોય છે. અન્ય ક્રિયાઓમાં ચિત્તનો ન્યાસ ન હોવાથી યોગના આરંભમાં સાતત્ય જળવાય છે, જેથી યોગસાધક ઉપાયોમાં કૌશલ્ય પ્રાપ્ત થાય છે. એ કુશળતાના કારણે યોગની સાધનામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે.
શ્લોકના ઉત્તરાર્ધથી દષ્ટાંત દ્વારા ઉક્ત વાતનું જ સમર્થન કર્યું છે. વવાતાં વૃક્ષોને પાણી સિંચાય તો તે વૃક્ષો પુષ્ટ (મોટા) થાય છે. તેની જેમ જ યોગની સાધના ક્ષેપના અભાવના કારણે જ અત્યંત પુષ્ટ બને છે. તે સ્વરૂપ અહીં ઉપાયની કુશળતા છે. અન્યથા પાણીના સિંચન વિના જેમ વૃક્ષો કૃશ બને છે અર્થાત્ સુકાય છે; તેમ આરંભેલ યોગનું અનુષ્ઠાન અકુશળતા સ્વરૂપ કૃશતાને પામે છે. આથી સમજી શકાશે કે ક્ષેપ નામનો દોષ આરંભેલા અનુષ્ઠાનને કૃશ બનાવનારો છે. એ દોષના અભાવે આ બલાદૃષ્ટિમાં અનુષ્ઠાન પુષ્ટ બને છે. પાણીના સિંચન વિના થનારી વવાતા વૃક્ષની સ્થિતિનો જેને ખ્યાલ છે; તે પદોષની ભયંકરતાને સમજી શકે છે. આપણે જ આરંભેલા કાર્યના ફળથી આપણને દૂર રાખવાનું કાર્ય પદોષ કરે છે, જેનો અભાવ આ બલાદેષ્ટિમાં છે. આ રીતે બલાદષ્ટિનું વર્ણન અહીં પૂર્ણ થાય છે. ll૧૨-૧પી. ચોથી દીપ્રાદષ્ટિનું વર્ણન કરાય છે
प्राणायामवती दीप्रा, योगोत्थानविवर्जिता ।
तत्त्वश्रवणसंयुक्ता, सूक्ष्मबोधमनाश्रिता ॥२२-१६॥ प्राणायामवतीति-प्राणायामवती प्राणायामसहिता दीपा दृष्टिः । योगोत्थानेन विवर्जिता प्रशान्तवाहितालाभात्तत्त्वश्रवणेन संयुक्ता शुश्रूषाफलभावात् सूक्ष्मबोधेन विवर्जिता वेद्यसंवेद्यपदाप्राप्तेः ।।२२-१६।।
“પ્રાણાયામવાળી યોગના ઉત્થાનથી વર્જિત, તત્ત્વશ્રવણથી સંયુક્ત અને સૂક્ષ્મબોધથી રહિત એવી ચોથી દીપ્રાદેષ્ટિ છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય એ છે કે યોગનાં યમ નિયમ આસન અને પ્રાણાયામ... વગેરે આઠ અંગોમાંથી ચોથા પ્રાણાયામ સ્વરૂપ યોગાંગથી સહિત આ દીપ્રાદષ્ટિ છે. તેમ જ ખેદ ઉગ ક્ષેપ અને ઉત્થાન વગેરે, યોગાવરોધક આઠ દોષોમાંથી ચોથા ઉત્થાનદોષથી રહિત આ દષ્ટિ હોય છે. કારણ કે પ્રશાંતવાહિતાની અહીં પ્રાપ્તિ થયેલી હોય છે.
અદ્વેષ, જિજ્ઞાસા અને શુક્રૂષા... વગેરે યોગગુણોમાંથી ચોથા ગુણ સ્વરૂપે તત્ત્વશ્રવણની અહીં પ્રાપ્તિ થાય છે. કારણ કે આ પૂર્વે ત્રીજી દૃષ્ટિમાં તાત્ત્વિક શુશ્રુષાની પ્રાપ્તિ થઈ હોવાથી તેના ફળસ્વરૂપે ચોથી દષ્ટિમાં તત્ત્વશ્રવણની પ્રાપ્તિ થાય છે. આમ છતાં આ દૃષ્ટિમાં સૂક્ષ્મબોધ હોતો નથી. કારણ કે અહીં વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થતી નથી. સૂક્ષ્મ બોધ, વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિથી જ પ્રાપ્ત થાય છે. અહીં નામથી જ વર્ણવેલા પ્રાણાયામાદિનું વર્ણન હવે પછી કરાશે. ૨૨-૧૬ll
એક પરિશીલન
૨૧૭