Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ત્રાસ થાય છે; અર્થાત્ “હા ! હું વિરાધક બન્યો'... ઇત્યાદિ પ્રકારનો આશય ઉત્પન્ન થાય છે. જાણી-જોઈને તો તેઓ તે તે ક્રિયાઓ વિધિથી રહિત બનીને કરતા નથી. પરંતુ કોઈ વાર અનુપયોગાદિના કારણે પણ વિધિથી રહિત થાય ત્યારે એવા પ્રકારનો ત્રાસ થાય છે.
પોતાની ભૂમિકા કરતાં ઉત્કૃષ્ટ એવી પૂ. આચાર્ય ભગવંતાદિની પરિશુદ્ધ ક્રિયાને જોઈને એવી ક્રિયાની ઉત્કટ ઇચ્છા સાથે તે તે ક્રિયા કઈ રીતે કરી શકાય એવી જિજ્ઞાસા આ દૃષ્ટિમાં ઉત્પન્ન થાય છે. મારાથી આવી ક્રિયા થતી નથી અને આ પૂ.આ.ભ. આદિ મહાત્માઓ આવી ક્રિયાઓ કેવી રીતે કરી શકે છે... ઇત્યાદિ જિજ્ઞાસા અહીં ઉત્પન્ન થાય છે. તેમ જ દુઃખોના ઉચ્છેદના અર્થજનો અર્થાત્ આ સંસારના ક્લેશોનો ત્યાગ(દૂર) કરવાની ઇચ્છાવાળા જનોનો તેના ઉપાય તરીકે જુદા જુદા પ્રયત્નોને જોઇને આ દૃષ્ટિમાં રહેલા આત્માઓને એમ થાય છે કે “આ કઈ રીતે થાય અર્થાત્ બધા જ મુમુક્ષુઓની ક્લેશ સ્વરૂપ સંસારના ઉચ્છેદ માટેની સઘળીય પ્રવૃત્તિ કઈ રીતે જાણી શકાય'... ઇત્યાદિ પ્રકારની બુદ્ધિ થાય છે. આ વાતને જણાવતાં યોગદષ્ટિ સમુચ્ચય'માં (શ્લો.નં. ૪૭) ફરમાવ્યું છે કે “જન્મ જરા અને મરણાદિ સ્વરૂપ આ સમગ્ર સંસાર દુઃખસ્વરૂપ છે; એનો ઉચ્છેદ ક્ષમા વગેરે હેતુથી(કયા હેતુથી) કઈ રીતે થાય? દુઃખસ્વરૂપ ભવનો ઉચ્છેદ કરવાની ઇચ્છાવાળા મહાત્માઓની તેને લગતી પ્રવૃત્તિ જુદા જુદા પ્રકારની છે. એ બધી કઈ રીતે જાણી શકાય”. આ પ્રમાણે બીજી દૃષ્ટિમાં રહેલા આત્માઓ વિચારતા હોય છે. આ દૃષ્ટિની મહત્ત્વની સિદ્ધિ જિજ્ઞાસા છે. અર્થકામને આશ્રયીને આવા પ્રકારની જિજ્ઞાસા આપણે અનુભવીએ છીએ. પરંતુ ભવના ઉચ્છેદના વિષયમાં આવી જિજ્ઞાસા લગભગ અનુભવાતી નથી. એટલું જ નહીં, એ અંગે જે દુઃખનો અનુભવ થવો જોઈએ એ પણ ક્યાં અનુભવાય છે? બીજી તારાદષ્ટિની જિજ્ઞાસાને આત્મસાત્ કરવા પ્રયત્ન કર્યા વિના ચાલે એવું નથી. ૨૨-૮
દુઃખોચ્છેદના અર્થી જનોની જુદી જુદી પ્રવૃત્તિને જોવાથી બીજી દૃષ્ટિમાં રહેલા આત્માને એ બધી પ્રવૃત્તિઓ કઈ રીતે જાણી શકાય?' આવી શંકા થવાનું કારણ જણાવાય છે
नास्माकं महती प्रज्ञा, सुमहान् शास्त्रविस्तरः ।
शिष्टाः प्रमाणमिह तदित्यस्यां मन्यते सदा ॥२२-९॥ नेति-नास्माकं महती प्रज्ञाऽविसंवादिनी बुद्धिः, स्वप्रज्ञाकल्पिते विसंवाददर्शनात् । तथा सुमहानपारः शास्त्रस्य विस्तरस्तत्तस्मात् शिष्टाः साधुजनसम्मताः प्रमाणमिह प्रस्तुतव्यतिकरे, यत्तैराचरितं तदेव यथाशक्ति सामान्येन कर्तुं युज्यत इत्यर्थः । इत्येतदस्यां दृष्टौ मन्यते सदा निरन्तरम् ।।२२-९॥
“અમારી પ્રજ્ઞા મોટી નથી અને શાસ્ત્રનો વિસ્તાર મોટો છે. તેથી શિષ્ટ પુરુષો અહીં પ્રમાણ છે – આ પ્રમાણે આ દૃષ્ટિમાં રહેલા આત્માઓ માને છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ
એક પરિશીલન
૨૧૧