Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
હોય છે, જેથી તે પ્રીતિ વિચ્છેદથી રહિતપણે નિરંતર બને છે. સદાને માટે યોગની કથામાં પ્રીતિ ટકી રહે છે. પ્રવૃત્તિના વિરહમાં પણ મન તો યોગની કથામાં જ હોય છે.
તેથી જ ભાવયોગીઓને(પરમાર્થથી યોગીઓને) વિશે પોતાની શક્તિને ઉચિત ઉપચારને તેઓ કરનારા બને છે. આહાર, વસ્ત્ર વગેરે આપીને સેવા કરવા સ્વરૂપ ઉપચાર છે. ભાવયોગીઓને વિશે ઉપચાર કરવા પૂર્વક તેઓ બહુમાન કરે છે. ભાવયોગીઓને જોતાંની સાથે ઊભા થવું, તેમના ગુણ ગાવા... વગેરે સ્વરૂપ બહુમાન છે. આ ઉપચાર અને બહુમાનનું ફળ શુદ્ધનો પક્ષપાત; પુણ્યના વિપાકના કારણે યોગવૃદ્ધિ અને લાભાંતર(લમ્બની અપેક્ષાએ વિશેષનો લાભ), શિષ્ટસમ્મતપણું અને શુદ્રઉપદ્રવ-રોગની હાનિ વગેરે છે.
ભાવયોગીઓનો ઉપચાર કરવાથી અને તેમની પ્રત્યે બહુમાન રાખવાથી શુદ્ધયોગ અને યોગીઓનો પક્ષપાત કર્યો છે - એ સમજી શકાય છે. ઉપચારાદિથી પુણ્યના વિપાક દ્વારા ઉત્તરોત્તર યોગની વૃદ્ધિ અને અન્ય અન્યનો લાભ થાય : એ બનવાજોગ છે. ઉપચારાદિને કરનારાને શિષ્ટપુરુષો માન આપે છે તેથી શિષ્ટસમ્મતત્વ પ્રાપ્ત થાય છે અને સામાન્ય રોગાદિ સ્વરૂપ મુદ્રઉપદ્રવની હાનિ તેમ જ શ્રદ્ધાન્વિત ઉપચાર વગેરેની પ્રાપ્તિ થાય છે. આથી સ્પષ્ટ છે કે ભાવયોગીઓને વિશે કરેલા ઉપચારાદિ શુદ્ધપક્ષપાતાદિ ફળવાળા છે, જે આ તારાદષ્ટિની સિદ્ધિ છે. ૨૨-૬ll
આ દૃષ્ટિમાં પ્રાપ્ત થનારા ગુણાદિનું જ નિરૂપણ કરાય છે–
भयं न भवजं तीवं, हीयते नोचितक्रिया ।
न चानाभोगतोऽपि स्यादत्यन्तानुचितक्रिया ॥२२-७॥ भयमिति-भवजं संसारोत्पन्नं तीवं भयं न भवति, तथाऽशुभाऽप्रवृत्तेः । उचिता क्रिया क्वचिदपि कार्ये न हीयते, सर्वत्रैव धर्मादरात् । न चानाभोगतोऽप्यज्ञानादप्यत्यन्तानुचितक्रिया साधुजननिन्दादिका ચાત્ રર-૭ની
આ દૃષ્ટિમાં ભવનો તીવ્ર ભય રહેતો નથી. ઉચિત ક્રિયા સિદાતી નથી. અજાણતા પણ અત્યંત અનુચિતક્રિયા થતી નથી....... આ પ્રમાણે સાતમાં શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે આ તારાદષ્ટિને પામ્યા પછી આ સંસારનો ભય રહેતો નથી. અત્યાર સુધી આ સંસારનો ભય હતો. સંસારની ભયંકરતા સમજ્યા પછી તેનો ભય પેદા થાય જ. પરંતુ હવે એનો તીવ્ર ભય રહેતો નથી. કારણ કે આ દૃષ્ટિમાં એના કારણભૂત અશુભ પ્રવૃત્તિનો અભાવ હોય છે. અશુભ પ્રવૃત્તિને કારણે આ ભયંકર સંસારમાં પરિભ્રમણ કરવું પડેલું. અશુભ પ્રવૃત્તિનો અભાવ થવાથી આ સંસારમાં પરિભ્રમણ કરવાનો હવે એવો તીવ્ર ભય રહેતો નથી. પૂર્વે ઉપાર્જેલાં અશુભ
એક પરિશીલન
૨૦૯