Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
विज्ञायेति-एतान् शौचादीन्नियमानेवं स्वाङ्गजुगुप्सादि साधकत्वेन योगोपकारिणः समाधिनिमित्तान् विज्ञाय । अत्र तारायां दृष्टावेतेषु इच्छादिकेषु हि नियमेषु रतो भवेत् । तथाज्ञानस्य तथारुचिहेतुत्वात् । तदत्र काचित्प्रतिपत्तिः प्रदर्शिता ।।२२-५।।
શૌચ, સંતોષ વગેરે યોગમાં ઉપકારી છે – એમ જાણીને આ તારાદષ્ટિમાં ઇચ્છા પ્રવૃત્તિ વગેરે નિયમને વિશે જીવ તત્પર બને.”. આ પ્રમાણે પાંચમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે આ તારાષ્ટિમાં રહેલા જીવને શૌચ વગેરે નિયમ સ્વાંગજુગુપ્સાદિના સાધક હોવાથી યોગમાં ઉપકારી અર્થાત સમાધિના સાધક છે – એવું જ્ઞાન હોય છે. તેથી તે; ઇચ્છા પ્રવૃત્તિ સ્થિરતા અને સિદ્ધિ સ્વરૂપ નિયમમાં રત(તત્પર) બને છે. કારણ કે તેવા પ્રકારનું (યોગોપકારિત્વનું) જ્ઞાન તેવા પ્રકારની રુચિનું (યોગોપકારીની રુચિનું) કારણ છે.
તેથી આ રીતે તારાદષ્ટિમાં થોડાઘણા અંશે નિયમોનો સ્વીકાર થયેલો જણાવાય છે. આશય એ છે કે શૌચ સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વરનું પ્રણિધાન : આ પાંચ નિયમોનો સ્વીકાર સર્વાશે તો અહીં શક્ય નથી. પરંતુ અવિદ્યાદિ ક્લેશોને દૂર કરવા દ્વારા એ નિયમો સમાધિના સાધક છે : એનો ખ્યાલ આવવાથી આ દૃષ્ટિમાં ઈચ્છાદિ રૂપે એ નિયમોનો સ્વીકાર થાય છે. વસ્તુની ઉપયોગિતાનું જ્ઞાન થવાથી વસ્તુની રુચિ થાય જ અને રુચિ થયા પછી એની અંશતઃ પણ પ્રાપ્તિ માટે પૂરતો પ્રયત્ન થાય એની પ્રતીતિ આ દૃષ્ટિમાં રહેલા આત્માઓને જોવાથી થાય છે. અપ્રશસ્ત યોગોમાં એવો અનુભવ કંઈકેટલીય વાર આપણે કર્યો છે. પણ પ્રશસ્તયોગમાં એવો અનુભવ સૌથી પ્રથમ આ દૃષ્ટિની પ્રાપ્તિથી શક્ય બને છે... ઈત્યાદિ સમજી લેવું. મર-પા. આ દૃષ્ટિમાં બીજા જે ગુણો પ્રાપ્ત થાય છે - તે જણાવાય છે
भवत्यस्यामविच्छिन्ना, प्रीतियोगकथासु च ।
यथाशक्त्युपचारश्च, बहुमानश्च योगिषु ॥२२-६॥ भवतीति-अस्यां दृष्टावविच्छिन्ना भावप्रतिबन्धसारतया विच्छेदरहिता योगकथासु प्रीतिर्भवति । योगिषु भावयोगिषु यथाशक्ति स्वशक्त्यौचित्येनोपचारश्च ग्रासादिसम्पादनेन, बहुमानश्च अभ्युत्थानगुणगानादिना । अयं च शुद्धपक्षपातपुण्यविपाकाद्योगवृद्धिलाभान्तरशिष्टसम्मतत्वक्षुद्रोपद्रवहान्यादिफल इति ધ્યેયમ્ રિર-દ્દા ,
આ દૃષ્ટિમાં રહેલા આત્માને યોગની કથામાં અખંડ પ્રીતિ થાય છે અને યોગીઓને વિશે પોતાની શક્તિને અનુસાર ઉપચાર અને બહુમાન હોય છે....... આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે તારાષ્ટિમાં રહેલા આત્માને યોગની કથામાં વિચ્છેદથી રહિત એવી અખંડ પ્રીતિ થાય છે. કોઈ વાર સંયોગવિશેષના અભાવે યોગની કથાનો યોગ ન મળે તોય ભાવ તો તેનામાં જ હોય છે. તેથી અહીં યોગની કથાની પ્રીતિ ભાવપ્રતિબંધસારવાળી
૨૦૮
તારાદિત્રય બત્રીશી