Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
છે, તે દેવતાનું પુણ્યદર્શન તાદશ સ્વાધ્યાયથી પ્રાપ્ત થાય છે. “સ્વાધ્યાયથી ઈષ્ટદેવતાનો સંપ્રયોગ થાય છે' - એમ યોગસૂત્ર(૨-૪૪)માં જણાવ્યું છે.
સારી રીતે અભ્યસ્ત કરેલા તપથી રાગાદિ ક્લેશ વગેરે અશુચિનો ક્ષય થાય છે અને તેનાથી શરીર અને ઇન્દ્રિયની સિદ્ધિ થાય છે. અર્થાતુ પોતાની ઇચ્છા મુજબ શરીરને નાનું મોટું વગેરે બનાવવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને ઇન્દ્રિયના વિષયમાં સૂક્ષ્મ, વ્યવધાનસહિત અને દૂર રહેલા એવા પણ વિષયોને ગ્રહણ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. “તપથી ક્લેશાદિ અશુચિનો ક્ષય થવાથી કાયા અને ઇન્દ્રિયોની સિદ્ધિ થાય છે.” - એ પ્રમાણે યોગસૂત્ર(-૪૩)થી જણાવ્યું છે. આવા પ્રકારના શરીર અને ઇન્દ્રિયોના સામર્થ્યવિશેષસ્વરૂપ જે કાયાદિનો ઉત્કર્ષ છે; તે સ્વરૂપ જ કાયા અને ઇન્દ્રિયોની અહીં સિદ્ધિ છે, જે તપવિશેષથી પ્રાપ્ત થાય છે.
ઈશ્વરપ્રણિધાનથી સમાધિ પ્રાપ્ત થાય છે. યોગસૂત્રમાં જણાવ્યા મુજબ ઇશ્વરભક્તિથી પ્રસન્ન થયેલા ઇશ્વર; સમાધિમાં અંતરાય સ્વરૂપ-અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ : આ પાંચ ક્લેશોને દૂર કરી સમાધિને પ્રગટ કરે છે. “ઇશ્વરના પ્રણિધાનથી સમાધિની સિદ્ધિ થાય છે....... એ પ્રમાણે યોગસૂત્ર(૨-૪૫)માં જણાવ્યું છે. તપ, સ્વાધ્યાય અને ઈશ્વરનું પ્રણિધાન : આ ત્રણ શુભ અધ્યવસાય સ્વરૂપ હોવાથી અવિદ્યાદિ ક્લેશસ્વરૂપ કાર્યનો પ્રતિબંધ કરવા દ્વારા તે સમાધિને અનુકૂળ છે. આ વસ્તુને જણાવતાં યોગસૂત્રમાં (૨-૧ અને ૨-૨માં). જણાવ્યું છે કે “તપ, સ્વાધ્યાય અને ઈશ્વરનું પ્રણિધાન : એ ક્રિયાયોગ છે. સમાધિની ભાવના (સિદ્ધિ) માટે અને અવિદ્યાદિ ક્લેશોને સૂક્ષ્મ-પતલા કરવા માટે એ ક્રિયાયોગ છે.
અહીં યાદ રાખવું જોઇએ કે હિત મિત અને પથ્ય એવા આહારને ગ્રહણ કરી શીત-ઉષ્ણ; સુખ-દુઃખ... વગેરે કંકોની સહનશીલતા સાથે ઈન્દ્રિયોનો વિરોધ કરવા સ્વરૂપ તપ જ અહીં મુખ્યત્વે વિવક્ષિત છે. શરીરને પીડા પહોંચાડનારા તે તે (કુછુ કે ચાંદ્રાયણાદિ) તપની વિવલા અહીં મુખ્યપણે કરી નથી. સ્વાધ્યાય પણ કારપૂર્વકના મંત્રજાપ સ્વરૂપ વિવક્ષિત છે અને ઇશ્વરપ્રણિધાન, નિષ્કામભાવે કરાતા કર્મનું ઇશ્વરને સમર્પણ કરવા સ્વરૂપ જ વિવક્ષિત છે. અનાદિકાળના ક્લેશોની મંદતા વિના સમાધિની સિદ્ધિ થતી નથી. તેથી ક્લેશોની અલ્પતા કરવાનું આવશ્યક છે, જે તપ સ્વાધ્યાય અને ઈશ્વરના પ્રણિધાનથી જ શક્ય છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૨૨-૪
ઉપર જણાવ્યા મુજબ નિયમનું સ્વરૂપ સમજીને તારાદષ્ટિમાં રહેલા જીવો તે નિયમને જે રીતે પ્રાપ્ત કરે છે, તે હવે જણાવાય છે–
विज्ञाय नियमानेतानेवं योगोपकारिणः । ત્રતેષ રસ્તો દૃષ્ટો, મહિચ્છાવુિ હિ .રર-૧//
એક પરિશીલન
૨૦૭