Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
છે. કહેવાનું તાત્પર્ય એ છે કે - આ દૃષ્ટિને પ્રાપ્ત કરી લીધેલા આત્માઓ વાસ્તવિક રીતે એમ માને છે કે આપણી બુદ્ધિ મોટી નથી અર્થાત્ અવિસંવાદિની બુદ્ધિ નથી. કારણ કે પોતાની પ્રજ્ઞાથી કલ્પેલા અર્થમાં વિસંવાદ જણાય છે. તેથી આપણી બુદ્ધિ મોટી નથી. તેની સામે શાસ્ત્રનો વિસ્તાર ઘણો જ મોટો - અપાર છે, જેનો પોતાની બુદ્ધિથી પાર પામી શકાય એવો નથી.
:
તેથી દુઃખના ઉચ્છેદના અર્થી જનોની સકલ પ્રવૃત્તિને જાણવાદિના વિષયમાં સાધુજનોને સંમત એવા શિષ્ટપુરુષો જ પ્રમાણભૂત છે. અર્થાત્ એ શિષ્ટ પુરુષોનું જે આચરણ છે એવું જ આચરણ સામાન્યથી ક૨વાનું યોગ્ય છે ઃ આ પ્રમાણે આ દૃષ્ટિમાં રહેલા આત્માઓ નિરંતર માને છે. પોતાની બુદ્ધિનો જેને ખ્યાલ છે અને શાસ્ત્રની અપારતાનો પણ જેને પરિચય છે, એ બધાને શિષ્ટપુરુષોનું પ્રામાણ્ય સમજાવવાની આવશ્યકતા નથી. આપણી બુદ્ધિ અલ્પ અને શાસ્ત્ર અપાર છે - એમાં કોઇ સંદેહ નથી. જે કોઇ પણ સવાલ છે તે શિષ્ટને પ્રમાણ માનવાનો છે. આ દૃષ્ટિમાં એ સવાલ પણ હોતો નથી. ઉત્કટ જિજ્ઞાસા; શિષ્ટ પ્રત્યેની અગાધ શ્રદ્ધા અને પોતાની બુદ્ધિની અલ્પતાનો ખ્યાલ આવવો... ઇત્યાદિ આ દૃષ્ટિની વિશેષતા છે, જેના યોગે ત્રીજી દૃષ્ટિની પ્રાપ્તિ સરળ બને છે. ૨૨-૯
ત્રીજી બલાદૃષ્ટિનું નિરૂપણ કરાય છે—
सुखस्थिरासनोपेतं, बलायां दर्शनं दृढम् ।
પરા ચ તત્ત્વશુશ્રૂષા, ન ક્ષેષો યોનોવરઃ ૫૨૨-૧૦ની
सुखमिति - सुखमनुद्वेजनीयं स्थिरं च निष्कंपं यदासनं तेनोपेतं सहितम् उक्तविशेषणविशिष्टस्यैवासनस्य योगाङ्गत्वात् । यत्पतञ्जलिः- “ (तत्र) स्थिरसुखमासनमिति [ २-४६ ] ” । बलायां दृष्टौ दर्शनं दृढं काष्ठाग्निकणोद्योतसममिति कृत्वा । परा प्रकृष्टा च तत्त्वशुश्रूषा तत्त्वश्रवणेच्छा जिज्ञासासम्भवात् । नक्षेपो योगगोचरस्तदनुद्वेगे उद्वेगजन्यक्षेपाभावात् ।।२२-१०।।
“સુખકારક અને સ્થિર એવા આસનથી યુક્ત દૃઢ દર્શન(બોધ) બલાદષ્ટિમાં હોય છે. તેમ જ આ દૃષ્ટિમાં શ્રેષ્ઠ એવી તત્ત્વવિષયિણી શુશ્રુષા અને યોગના વિષયમાં ક્ષેપનો અભાવ હોય છે...” આ પ્રમાણે દશમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ બલા નામની ત્રીજી દૃષ્ટિમાં યમ અને નિયમ વગેરે આઠ યોગનાં અંગોમાંથી ‘આસન’ સ્વરૂપ ત્રીજા અંગની પ્રાપ્તિ થાય છે. આસનસ્વરૂપ એ યોગનું અંગ સુખકારક અર્થાત્ તેનાથી ઉદ્વેગ ન થાય એવું હોવું જોઇએ; તેમ જ સ્થિર-નિષ્કપ હોવું જોઇએ. સુખ-સ્થિર જ આસન યોગના અંગ તરીકે વર્ણવાય છે. યોગસૂત્રમાં સૂત્રકાર પતંજલિએ જણાવ્યું છે કે; જેનાથી સુખનો લાભ થાય છે તે સ્થિર એવા આસનને આસન કહેવાય છે. (જુઓ સ.નં. ૨-૪૬) પદ્માસન, વીરાસન અને ભદ્રાસન વગેરે આસન પ્રસિદ્ધ છે. યોગમાર્ગમાં મનવચનકાયાની સ્થિરતા જેથી પ્રાપ્ત થાય
તારાદિત્રય બત્રીશી
૨૧૨