Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કર્મોના યોગે સંસારમાં રહેવાનું તો બનવાનું જ છે. પરંતુ અશુભ પ્રવૃત્તિનો અભાવ થવાથી હવે લાંબો કાળ સંસારમાં રહેવું નહીં પડે, તેથી સંસારનો એવો તીવ્ર ભય રહેતો નથી.
બધે જ, ધર્મ પ્રત્યે આદર હોવાથી કોઇ પણ કાર્ય પ્રસંગે ઉચિત ક્રિયા રહી જતી નથી. સર્વત્ર ઔચિત્યનું આસેવન થતું હોવાથી ઉચિત ક્રિયાની હાનિ ન થાય એ સમજી શકાય છે. ધર્મ પ્રત્યે અનાદરભાવ હોય તો એ રીતે ઉચિત પ્રવૃત્તિ રહ્યા વિના નહીં રહે. શક્તિના અભાવ કરતાં પણ આદરના અભાવના કારણે જ વધારે તો ઉચિત પ્રવૃત્તિ રહી જતી હોય છે. તારાદૃષ્ટિ પ્રાપ્ત થયે છતે એવું બનતું નથી. આનો વિચાર કરીએ તો સમજાશે કે આપણે હજી ઘણું વિચારવાનું છે. વર્તમાનની આપણી ધર્મક્રિયાઓમાં પણ જ્યાં ઉચિત ક્રિયા દેખાતી ન હોય તો સર્વત્ર કાર્યમાં ઉચિત ક્રિયાનો અવકાશ ક્યાંથી હોઇ શકે ?
આવી જ રીતે અજ્ઞાનથી પણ અત્યંત અનુચિત એવી સાધુજનની નિંદાદિ સ્વરૂપ અનુચિત ક્રિયાઓ આ દૃષ્ટિમાં થતી નથી. જાણી-જોઇને તો આ દૃષ્ટિમાં રહેલા આત્માઓ અત્યંત અનુચિત ક્રિયા ન જ કરે; પરંતુ અનુપયોગાદિથી પણ એ આત્માઓ સાધુજનોની નિંદાદિ સ્વરૂપ અનુચિત ક્રિયાઓ કરતા નથી. બીજી દૃષ્ટિમાં પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ એક અદ્ભુત યોગ્યતા છે. ધર્મ પામવા માટેની યોગ્યતાને પ્રાપ્ત કરવાનું પણ સરળ નથી. ૨૨-૭
આઠમા શ્લોકથી પણ તારાદૃષ્ટિમાં પ્રાપ્ત થનારા ગુણાદિનું નિરૂપણ કરાય છે—
स्वकृत्ये विकले त्रासो, जिज्ञासा सस्पृहाधिके । ૩:લોએેવાર્થિનાં વિત્ર, યન્તાથીઃ પરિશ્રમે ।।૨૨-૮॥
स्वकृत्य इति-स्वकृत्ये स्वाचारे कायोत्सर्गकरणादौ । विकले विधि । त्रास 'हा विराधकोऽह'मित्याशयलक्षणोऽधिके स्वभूमिकापेक्षयोत्कृष्टे आचार्यादिकृत्ये जिज्ञासा 'कथमेतदेवं स्यादिति' सस्पृहाऽभिलाषसहिता । दुःखोच्छेदार्थिनां संसारक्लेशजिहासूनां । चित्रे नानाविधे । परिश्रमे तत्तन्नीतिप्रसिद्धक्रियायोगे । कथन्ताधीः । कथम्भावबुद्धिः । कथं नानाविधा मुमुक्षुप्रवृत्तिः कार्त्स्न्येन ज्ञातुं शक्यत इति । तदाह—“दुःखरूपो भवः सर्व उच्छेदोऽस्य कुतः कथम् । चित्रा सतां प्रवृत्तिश्च साऽशेषा જ્ઞાયતે થમ્ ? ||9||” ૨૨-૮।।
“આ દૃષ્ટિમાં વિકલ એવા પોતાના આચારને વિશે ત્રાસ થાય છે; પોતાની ભૂમિકાની અપેક્ષાએ અધિક એવા ગુરુભગવંતોના આચારને વિશે તેને પામવાની સ્પૃહા પૂર્વક જિજ્ઞાસા જાગે છે અને પારમાર્થિક દુઃખનો(સંસારનો) ઉચ્છેદ કરવાની ઇચ્છાવાળા યોગીઓના જુદા જુદા પ્રયત્નો વિશે ‘એ સમગ્ર રીતે કઇ રીતે જાણી શકાય :' એવી બુદ્ધિ થાય છે....” – આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે આ દૃષ્ટિને પામેલા આત્માઓ જ્યારે પણ કાઉસ્સગ્ગ(કાયોત્સર્ગ) વગેરે ક્રિયા કરે ત્યારે જો કોઇ વિધિથી એ રહિત થઇ હોય તો તેમને
તારાદિત્રય બત્રીશી
૨૧૦