Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
=
પ્રાદુર્ભાવ થાય છે, તેમ અહીં યોગબીજોનો પ્રાદુર્ભાવ થાય છે. પ્રાણાયામનું સ્વરૂપ યોગસૂત્રમાં જણાવ્યા મુજબનું જણાવીને તેની યોગાઙતા કઇ રીતે છે - તેનું વર્ણન અહીં વિસ્તારથી કર્યું છે. તે પ્રાણાયામ યોગની સાધનામાં બધા માટે ઉપયોગી બનતો ન હોવાથી ભાવપ્રાણાયામનું અહીં વર્ણન કર્યું છે, જે યોગની સાધનામાં અનિવાર્ય એ સ્પષ્ટ રીતે જણાવ્યું છે.
ન
-
આ દૃષ્ટિમાં ભાવપ્રાણાયામના કારણે પોતાના પ્રાણ કરતાં પણ ધર્મનું મૂલ્ય અત્યધિક છે – એ સમજાય છે. તેથી ધર્મ માટે પ્રાણનો ત્યાગ કરવાનું સત્ત્વ પ્રગટે છે... ઇત્યાદિનું વર્ણન કરીને બાવીશમા શ્લોકથી તત્ત્વશ્રવણનું ફળ વર્ણવ્યું છે. આમ છતાં અર્થાત્ તત્ત્વશ્રવણ કરવા છતાં અહીં સૂક્ષ્મબોધ પ્રાપ્ત થતો નથી. કારણ કે અહીં વેઘસંવેદ્યપદની પ્રાપ્તિ થતી નથી. સૂક્ષ્મબોધના પ્રયોજક એવા એ વેદ્યસંવેદ્યપદથી વિપરીત એવું અવેઘસંવેદ્યપદ જ આ દૃષ્ટિમાં હોય છે. આ બંને પદનું સ્પષ્ટ નિરૂપણ અહીં કરાયું છે. એના તાત્ત્વિક અને અતાત્ત્વિક સ્વરૂપને જણાવીને તેથી આત્માની જે સ્થિતિ થાય છે તેનું પણ વર્ણન અહીં વિસ્તારથી કર્યું છે.
અંતે ભોગસુખમાં આસક્ત બનેલા એવા આત્માઓ આ અવેઘસંવેદ્યપદના કારણે અસત્ ચેષ્ટાઓથી પોતાના આત્માને મલિન કરે .છે એ જણાવીને અવેઘસંવેદ્યપદને જીતવાનો ઉપાય દર્શાવ્યો છે. એ મુજબ સત્સઙ્ગ અને આગમના યોગને પ્રાપ્ત કરી; દુર્ગતિપ્રદ એવા કઠોર અવેઘસંવેદ્યપદને જીતવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા... - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ
‘રત્નપુરી’ મલાડ (ઇસ્ટ) વૈ.વ.૧૦, તા. ૧૩-૦૫-૨૦૦૪
૨૦૨
તારાદિત્રય બત્રીશી