Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પરિશીલનની પૂર્વે અનંતોપકારી શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસનની એકમાત્ર આરાધનાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ મોક્ષકલક્ષી આરાધના કરવાની ભાવના હોવા છતાં દરેક આરાધક મુમુક્ષુ આત્માને તથાભવ્યત્યાદિના યોગે આરાધનાની સામગ્રી એકસરખી મળી જતી નથી. મળેલી સામગ્રીનો શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ ઉપયોગ કરી લેતાં આવડે તો ઉત્તરોત્તર વિશિષ્ટ સામગ્રીની પ્રાપ્તિ દ્વારા ક્રમે કરી આત્માને મોક્ષપ્રાપ્તિ સરળ બને છે. આત્માના આ વિકાસક્રમની વાત યોગની આઠ દૃષ્ટિઓમાં સમાઈ છે. મિત્રાદિ દૃષ્ટિઓની અવસ્થાનું વર્ણન આરંભેલું છે. આ પૂર્વે મિત્રાબત્રીસીમાં “મિત્રા' દષ્ટિનું વર્ણન કર્યું છે. આ બત્રીસીમાં તારા, બલા અને દીપ્રા : આ ત્રણ દૃષ્ટિઓનું વર્ણન કરાય છે.
બીજી “તારા'દષ્ટિમાં છાણાના અગ્નિના કણ જેવો બોધ હોય છે. યોગનાં આઠ અંગમાંથી બીજા “નિયમની પ્રાપ્તિ થાય છે. યોગના અષાદિ આઠ ગુણોમાંથી બીજા ગુણ સ્વરૂપે તત્ત્વજિજ્ઞાસાની પ્રાપ્તિ થાય છે અને યોગના અવરોધક એવા ખેદાદિ દોષોમાંથી ઉગ નામનો દોષ જાય છે. શૌચ સંતોષ સ્વાધ્યાય તપ અને ઈશ્વરનું પ્રણિધાન : આ પાંચ નિયમોનું સ્વરૂપ વર્ણવીને તેના ફળનું વર્ણન પાતંજલ યોગસૂત્રના આધારે કર્યું છે. આ દૃષ્ટિમાં અવિચ્છિન્ન (અખંડપણે) યોગકથાની પ્રીતિ થાય છે. તે એક તારાદષ્ટિની અદ્ભુત સિદ્ધિ છે. અશુભ પ્રવૃત્તિના અભાવે ભવનો ભય રહેતો નથી. પોતાના વિકલ આચરણથી ત્રાસ પામે છે. યોગીઓના વિશુદ્ધ આચરણને જોઈને આ કઈ રીતે થાય. ઇત્યાદિ પ્રકારની જિજ્ઞાસા આ દૃષ્ટિમાં થતી હોય છે અને પોતામાં પ્રજ્ઞાનો અભાવ છે એમ માનીને શિષ્ટ પુરુષોના વચનનું પ્રામાણ્ય આ દૃષ્ટિમાં બહુમાનપૂર્વક સ્વીકારાય છે. જેથી ત્રીજી બલાદષ્ટિને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ અનુકૂળતા મળે છે... ઈત્યાદિનું વર્ણન નવ શ્લોક દ્વારા કરાયું છે.
દશમા શ્લોકથી ત્રીજી બલાદષ્ટિનું વર્ણન કરાય છે. કાષ્ઠના અગ્નિના કણ જેવો અહીં બોધ હોય છે. આસન નામનું ત્રીજું યોગનું અંગ હોય છે. યોગના વિષયમાં ક્ષેપ નામના દોષનો અભાવ હોય છે અને યોગના ગુણમાંથી તત્ત્વશુશ્રુષા નામનો ગુણ સવિશેષ પ્રાપ્ત થાય છે, જે સાધકને ચોથી દષ્ટિએ લઈ જવા માટેનું મહત્ત્વપૂર્ણ સાધન છે. આસન, ક્ષેપાભાવ અને તત્ત્વશુશ્રુષાનું ફળ યોગસૂત્રમાં જે રીતે વર્ણવ્યું છે, તે પ્રમાણે જણાવીને પંદરમા શ્લોકથી આ દષ્ટિમાં પ્રાપ્ત થતી અનુષ્ઠાનની પુષ્ટતા જણાવી છે.
સોળમા શ્લોકથી ચોથી દીપ્રાદષ્ટિનું વર્ણન શરૂ થાય છે. અહીં દીપપ્રભાસમાન બોધ હોય છે. ઉત્થાન નામના દોષનો અભાવ હોય છે. યોગના અા તરીકે પ્રાણાયામની પ્રાપ્તિ થાય છે અને તત્ત્વશ્રવણ સ્વરૂપ ગુણની પ્રાપ્તિ થતી હોય છે. એથી મધુર વાણીના સિચ્ચનથી જેમ બીજોનો
એક પરિશીલન
૨૦૧