Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કરાય છે. એ પદના અર્થને મિથ્યાદષ્ટિ આત્મામાં ઘટાવવાનું મિત્રાદષ્ટિની અવસ્થામાં જ શક્ય બને છે. કારણ કે એ અવસ્થામાં સત્યભામાદિ સ્વરૂપ યોગીજોને ગ્રહણ કરવા સ્વરૂપ ગુણોના ભાજન, તે આત્માઓ બને છે. તેથી “ગુણસ્થાનક' શબ્દનો અર્થ ત્યારે જ પ્રાપ્ત થાય છે. એ પૂર્વે તો “ગુણસ્થાનક પદનો પ્રયોગ થતો હતો પરંતુ ત્યારે મિથ્યાષ્ટિમાં ગુણ ન હતા. અર્થાત્ એ વખતે અર્થનિરપેક્ષ (અન્વર્થરહિતપણે) જ મિથ્યાદષ્ટિ આત્મામાં “ગુણસ્થાનક' પદનો પ્રયોગ કરાતો હતો. તેથી ત્યાં અન્વર્યયોજના અનુપપન્ન હતી.
ઉપર જણાવેલી વિગત જણાવતાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ યોગદષ્ટિસમુચ્ચયમાં (શ્લો.નં. ૪૦) ફરમાવ્યું છે કે – મિથ્યાદષ્ટિ નામનું જે પ્રથમ ગુણસ્થાનક છે તે સામાન્યથી જ આગમમાં વર્ણવ્યું છે. મિત્રાદષ્ટિની તો તે અવસ્થામાં (મિથ્યાત્વાવસ્થામાં) પ્રથમ ગુણસ્થાનકપણું મુખ્ય - ઉપચારરહિતપણે હોય છે. કારણ કે આ અવસ્થામાં ઉપર જણાવ્યા મુજબ સત્પણામાદિ યોગબીજો સ્વરૂપ ગુણો હોવાથી “ગુણસ્થાનક'પદના અર્થનું અનુસરણ છે. અર્થાત્ નાનાં શાનમતિ ગુણસ્થાન (ગુણોનું સ્થાન - એ ગુણસ્થાન) - આ વ્યુત્પત્યર્થ ઘટે છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૧-૨૪ો. પ્રકારતરથી ઉક્ત વસ્તુનું જ સમર્થન કરાય છે–
व्यक्तमिथ्यात्वधीप्राप्तिरप्यन्यत्रेयमुच्यते ।
घने मले विशेषस्तु, व्यक्ताव्यक्तधियो र्नु कः ॥२१-२५॥ व्यक्तेति-अन्यत्र ग्रन्थान्तरे व्यक्तमिथ्यात्वधीप्राप्ति मिथ्यात्वगुणस्थानपदप्रवृत्तिनिमित्तत्वेन । इयं मित्रा दृष्टिरेवोच्यते । व्यक्तत्वेन तत्रास्या एव ग्रहणात् । घने तीवे मले तु सति । नु इति वितर्के । व्यक्ताव्यक्तयोर्धियोः को विशेषः ? दुष्टाया धियो व्यक्ताया अव्यक्तापेक्षया प्रत्युतातिदुष्टत्वान्न कथञ्चिद्गुणस्थानत्वनिबन्धनत्वमिति भावः । विचित्रतया निगमस्य बहुभेदत्वात् तद्भेदविशेषाश्रयणेन वाऽन्यत्र तथाभिधानमिति परिभावनीयं सूरिभिः ।।२१-२५।।
“બીજા ગ્રંથમાં પ્રથમ ગુણસ્થાનક પદના વ્યવહારનું(પ્રવૃત્તિનું) નિમિત્ત તરીકે વ્યક્ત મિથ્યાત્વની બુદ્ધિને જણાવાય છે. તે વસ્તુતઃ આ મિત્રાદષ્ટિ જ છે. કારણ કે તીવ્ર મળ હોય તો વ્યક્ત મિથ્યાત્વબુદ્ધિ અને અવ્યક્ત મિથ્યાત્વબુદ્ધિ એ બેમાં કયો વિશેષ છે? (અર્થાત કોઈ વિશેષ નથી)-” આ પ્રમાણે પચીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મિત્રાદેષ્ટિમાં કર્મની અલ્પતા હોવાથી તેને લઈને ત્યાં મિથ્યાષ્ટિગુણસ્થાને પ્રથમ ગુણસ્થાન પદનો મુખ્ય-ઉપચારરહિતપણે વ્યવહાર થાય છે. એ પ્રમાણે યોગદષ્ટિસમુચ્ચયમાં તેમ જ તેને અનુસરીને અહીં પણ જણાવ્યું છે.
૧૯૪
મિત્રા બત્રીશી