Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
इदं चरमं यथाप्रवृत्तिकरणं । तत्त्वतः परमार्थतः । अपूर्वमेव विदुर्जानते योगविदः । यत उक्तम-“अपूर्वासन्नભાવેન વ્યfમવારવિયોતિઃ | તત્ત્વતોડપૂર્વમવેનિતિ યોોિ વિદુ: Iકા” ર૧-૨રૂા.
“આવા પ્રકારની સ્થિતિ છેલ્લા યથાપ્રવૃત્તિ-કરણ'ના કાળમાં હોય છે. અપૂર્વકરણની નિકટમાં હોવાથી વાસ્તવિક રીતે આ ચરમયથાપ્રવૃત્તિકરણ; અપૂર્વ છે – આ પ્રમાણે યોગના જાણકારો જાણે છે.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે, આવા પ્રકારની અવસ્થા અર્થાત્ યોગનાં બીજોનાં ગ્રહણમાં નિમિત્તભૂત અને જીવની કર્માલ્પતાની નિયામક એવી આ અવસ્થા ભવના છેડે થનાર છેલ્લા યથાપ્રવૃત્તકરણના કાળ દરમ્યાન હોય છે. ચરમયથાપ્રવૃત્તકરણ (શુદ્ધયથાપ્રવૃત્તકરણ); આત્માનો પરિણામવિશેષ છે. ગ્રંથિને ઓળખવાનું અહીં શક્ય બને છે. આત્માની આ અવસ્થા-સ્થિતિ, સ્વભાવ-વ્યવસ્થા સ્વરૂપ છે. સર્વથા કર્મરહિત શુદ્ધ સ્વરૂપ આત્માનો સ્વભાવ કર્માલ્યતાના કારણે અંશતઃ આવિર્ભત થતો હોય છે.
આ ચરમ યથાપ્રવૃત્તિકરણ અપૂર્વકરણની નિકટ હોય છે. તેથી ચોક્કસ ફળપ્રદ બને છે. અર્થાત્ તેથી ફળની પ્રત્યે વ્યભિચાર આવતો નથી. આથી જ આ છેલ્લા યથાપ્રવૃત્તકરણને યોગના જાણકારો અપૂર્વજ તરીકે જાણે છે. આ વિષયમાં યોગદષ્ટિસમુચ્ચયના શ્લોક નં. ૩૯ થી ફરમાવ્યું છે કે – “અપૂર્વકરણની નિકટ હોવાથી વ્યભિચારનો અભાવ થવાના કારણે; આ છેલ્લું યથાપ્રવૃત્તકરણ તાત્ત્વિક રીતે અપૂર્વ છે – એ પ્રમાણે યોગના જાણકારો કહે છે.” ૨૧-૨૩
અનાદિકાળથી જીવને જે પ્રથમ ગુણસ્થાનકની પ્રાપ્તિ હતી તે તો નામમાત્રથી જ હતી. પરંતુ હવે આ મિત્રાદેષ્ટિમાં જે પ્રથમ ગુણસ્થાનક છે, તે તેના અર્થને અનુકૂળ છે - એ જણાવાય છે
प्रवर्तते गुणस्थानपदं मिथ्यादृशीह यत् ।
अन्वर्थयोजना नूनमस्यां तस्योपपद्यते ॥२१-२४॥ प्रवर्तत इति-यदिह जिनप्रवचने गुणस्थानपदं मिथ्यादृशि मिथ्यादृष्टौ पुंसि प्रवर्ततेऽस्खलवृत्तियोगविषयीभवति । तस्य गुणस्थानपदस्य । नूनं निश्चितम् । अस्यां मित्रायां दृष्टौ । अन्वर्थयोजना योगार्थघटना । उपपद्यते । सत्प्रणामादियोगबीजोपादानगुणभाजनत्वस्यास्यामेवोपपत्तेः । तदुक्तं हरिभद्रसूरिभिः-“प्रथमं यद्गुणस्थानं सामान्येनोपवर्णितम् । अस्यां तु तदवस्थायां मुख्यमन्वर्थयोगतः ॥१॥" રૂતિ રિ-૨૪ના
જે અહીં મિથ્યાષ્ટિને વિશે “ગુણસ્થાનક પદની પ્રવૃત્તિ થાય છે, તેના અર્થની સંગતિ આ મિત્રાદષ્ટિમાં ચોક્કસપણે ઉપપન્ન બને છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી જિનેશ્વરદેવોના પ્રવચનમાં, પ્રથમ ગુણસ્થાનક મિથ્યાષ્ટિ આત્માને હોય છે. આ રીતે મિથ્યાષ્ટિ આત્મામાં “પ્રથમ ગુણસ્થાનક' પદનો પ્રયોગ (વ્યવહાર)
એક પરિશીલન
૧૯૩