Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પરંતુ ગ્રંથાંતરમાં મિથ્યાષ્ટિ નામના ગુણસ્થાનકે પ્રથમ ગુણસ્થાનક તરીકે જે મુખ્ય વ્યવહાર થાય છે તેમાં નિમિત્ત તરીકે અર્થાત્ તે શબ્દના પ્રવૃત્તિનિમિત્ત તરીકે વ્યક્ત મિથ્યાત્વની બુદ્ધિને જણાવી છે. તે વસ્તુતઃ મિત્રાદષ્ટિ જ છે. વ્યક્તિ મિથ્યાષ્ટિ(મિથ્યાત્વ)રૂપે ત્યાં મિત્રાદૃષ્ટિનું જ ગ્રહણ કર્યું છે.
તીવ્ર કર્મમળ હોતે છતે વ્યક્ત મિથ્યાત્વબુદ્ધિ અને અવ્યક્ત મિથ્યાત્વબુદ્ધિ - એ બન્નેમાં કયો વિશેષ છે? અર્થાત્ એ બંન્નેમાં કોઈ ફરક પડતો નથી. ઉપરથી દુષ્ટ એવી વ્યક્ત મિથ્યાત્વની બુદ્ધિ; અવ્યક્ત મિથ્યાત્વની બુદ્ધિની અપેક્ષાએ અત્યંત દુષ્ટ છે. તેથી તે કોઈ પણ રીતે તીવ્ર કર્મમળની વિદ્યમાનતામાં ગુણસ્થાનત્વનું કારણ નહીં બની શકે - એ સમજી શકાય છે.
જો આ રીતે “ગુણસ્થાનક'પદની પ્રવૃત્તિના નિમિત્ત તરીકે મિત્રાદષ્ટિપ્રયોજક કર્મમળની અલ્પતા જ હોય તો તે પ્રમાણે અન્યત્ર પણ જણાવવું જોઇએ ને? વ્યક્ત મિથ્યાત્વની બુદ્ધિની પ્રાપ્તિને તે પ્રમાણે જણાવવાનું બરાબર તો ન ગણાય ને? ઇત્યાદિ શંકાનું સમાધાન કરાય છે. વિચિત્રતા નિલામી... ઇત્યાદિ ગ્રંથથી. એનો આશય એ છે કે નૈગમનય વિચિત્ર છે. અનેક રીતે વસ્તુનું સ્વરૂપ જણાવવામાં તત્પર એવા તેના ઘણા પ્રકાર છે. તેના પ્રકાર-વિશેષને આશ્રયીને અન્યત્ર વ્યક્ત મિથ્યાત્વબુદ્ધિની પ્રાપ્તિને ગુણસ્થાનકપદપ્રવૃત્તિનિમિત્ત તરીકે જણાવી છે... ઈત્યાદિ વિદ્વાનોએ વિચારવું જોઇએ. વ્યક્ત મિથ્યાત્વબુદ્ધિની પ્રાપ્તિને તે તે ગ્રંથમાં મિથ્યાત્વગુણસ્થાનપદપ્રવૃત્તિનિમિત્ત સ્વરૂપે જે વર્ણવી છે, ત્યાં મિત્રાદષ્ટિને ઉદ્દેશીને જ વર્ણન છે.
અથવા નૈગમનયને અનુસરીને ગ્રંથકારે પ્રકારતરથી ત્યાં મિથ્યાત્વગુણસ્થાનકપદની પ્રવૃત્તિના નિમિત્તનું વર્ણન કર્યું છે... એટલે પ્રકૃતિ વાતમાં બંન્ને રીતે પણ વિરોધ નથી. ર૧-૨પા
મિત્રાદષ્ટિમાં પ્રાપ્ત થનારાં યોગનાં બીજોનું વિસ્તારથી વર્ણન પૂર્ણ કરીને હવે યોગના અંગભૂત પ્રથમ અંગસ્વરૂપ યમને આશ્રયીને જણાવાય છે–
यमः सद्योगमूलस्तु, रुचिवृद्धिनिबन्धनम् । શુવા પક્ષદિતીયાયા, યોજાશક્તમસો યથા ર૦-રદા उत्कर्षादपकर्षाच्च शुद्ध्यशुद्ध्योरयं गुणः ।
મિત્રાયામપુનર્વત્થાન, વર્ગનાં સમ્રવર્તતે ર૧-૨૭ના “શુક્લપક્ષની બીજના ચંદ્રમાના યોગની જેમ સદ્યોગ જેનું મૂળ છે એવો યમ (પાંચ મહાવ્રતો...) રુચિની વૃદ્ધિનું કારણ છે. શુદ્ધિના ઉત્કર્ષથી અને અશુદ્ધિના અપકર્ષથી મિત્રાદષ્ટિમાં કર્મનો ફરીથી બંધ ન થવાના કારણે એ ગુણ(યમસ્વરૂપ યોગાંગ) પ્રવર્તે છે.” - આ પ્રમાણે છવ્વીસમા અને સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. છવ્વીસથી બત્રીસમા શ્લોક સુધીના સાત શ્લોકો સુગમ છે, એમ જણાવીને ગ્રંથકાર પરમર્ષિએ તેની ઉપર ટીકાની રચના કરી નથી.
એક પરિશીલન
૧૯૫