Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
વગેરે (અધ્યયનાદિ માટેનાં સાધન) આપવા સ્વરૂપ “દાન છે. પૂ. ગુરુભગવંત પાસે વ્યાખ્યાનનું શ્રવણ કરવા સ્વરૂપ શ્રવણ છે.
સ્વયં વ્યાખ્યાનની વાચના લેવી, વિધિપૂર્વક તેનું ગ્રહણ કરવું અને ભવ્ય જીવોને વિશે ગ્રહણ કરેલા તે તે પદાર્થને જણાવવા... તેને અનુક્રમે “વાચના”, “ઉદ્મહ” અને “પ્રકાશના” કહેવાય છે. વ્યાખ્યાનગ્રંથની વાચના વગેરે સ્વાધ્યાય પ્રસિદ્ધ છે. ગ્રંથના અર્થને આશ્રયીને વ્યાખ્યાનની જ ચિંતના અહીં “ચિંતના' છે. અને વારંવાર તે વિષયની જ પરિભાવનાને ભાવના કહેવાય છે. આ રીતે લેખના પૂજના દાન શ્રવણ વાચના ઉધ્રહ પ્રકાશના સ્વાધ્યાય ચિંતના અને ભાવના યોગબીજ છે, જે આ પૂર્વે લેખનાદિ પદથી સૂચવ્યાં હતાં. ર૧-૧૬ll.
અવાંતર યોગબીજો જ જણાવાય છે–
बीजश्रुतौ परा श्रद्धान्तर्विश्रोतसिकाव्ययात् ।
तदुपादेयभावश्च, फलौत्सुक्यं विनाधिकः ॥२१-१७॥ बीजेति-बीजश्रुतौ योगबीजश्रवणे । परा उत्कृष्टा श्रद्धा 'इदमित्थमेव' इति प्रतिपत्तिरूपा । अन्तविश्रोतसिकायाश्चित्ताशङ्काया व्ययात् । तस्या बीजश्रुतेरुपादेयभावश्चादरपरिणामश्च । फलौत्सुक्यमभ्युदयाशंसात्वरालक्षणं विनाऽधिकोऽतिशयितो योगबीजम् ।।२१-१७।।
“ચિત્તની આશંકા દૂર થવાથી યોગનાં બીજો સાંભળવામાં ઉત્કૃષ્ટ શ્રદ્ધા જન્મે છે અને અભ્યદયાદિ ફળના ફુક્ય વિના યોગબીજશ્રવણમાં અધિક ઉપાદેયભાવ આવે છે. એ શ્રદ્ધા અને ઉપાદેયભાવ યોગબીજ છે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે ઉપર જણાવેલાં યોગબીજોનું શ્રવણ કરવાથી મિત્રાદષ્ટિમાં યોગીનું અજ્ઞાન દૂર થતું જાય છે. તેને લઈને ચિત્તની આશંકાઓ પણ દૂર થવાથી “આ, આ પ્રમાણે જ છે.'... ઇત્યાદિ સ્વરૂપે યોગબીજની પ્રતિપત્તિ (અભ્યપગમ-સ્વીકાર) સ્વરૂપ ઉત્કૃષ્ટ એવી શ્રદ્ધા જાગે છે. મનની શંકા દૂર થવાથી શ્રદ્ધા મજબૂત બને – એ સમજી શકાય છે. મનની શંકા જ શ્રદ્ધાને વિચલિત અને મલિન બનાવે છે. નિશ્ચલ અને નિર્મળ એવી શ્રદ્ધા યોગનું બીજ છે.
યોગબીજનાં શ્રવણનો અત્યંત આદરભાવ : એ યોગનું બીજ છે. મિત્રાદષ્ટિમાં બીજશ્રુતિમાં જે પરમ ઉપાદેયભાવ-આદરભાવ હોય છે, એનું કારણ એ છે કે ત્યાં ફળની ઉત્સુકતા હોતી નથી. ગ્રંથકારશ્રીએ તેનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે અભ્યદય(આ લોકમાં માનસન્માનાદિ)ની આશંસા અને ઉતાવળ(ત્વરા) સ્વરૂપ ફલૌત્સુક્ય છે. આ લોક સંબંધી કોઈ પણ ફળની ઇચ્છા; ઔત્સુક્ષ્મસ્વરૂપ હોય એ સમજી શકાય છે. તેમ જ કાર્ય કરતી વખતની ત્વરાઉતાવળ પણ ફળની ઉત્સુકતાને જણાવનારી હોય છે. આવા પ્રકારની ફલોસુકતા અહીં ન
૧૮૮
મિત્રા બત્રીશી