Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
દુઃખપરંપરક વર્ણવ્યો છે. ભૂતકાળનાં શુભાશુભ કર્મના યોગે ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની પ્રાપ્તિ થયા જ કરતી હોય છે. પરંતુ કોઈ કોઈ વાર ઈષ્ટવિયોગાદિના કારણે આ સંસાર પ્રત્યે ઉદ્વેગ આવતો હોય છે. ઈષ્ટવિયોગાદિનિમિત્તક આ ભવોગને છોડીને જેમાં ઈષ્ટવિયોગાદિ નિમિત્તભૂત નથી એવો સહજ રીતે સંસારની અસારતાને સમજીને) ભવના ત્યાગની ઇચ્છા સ્વરૂપ જે ભવોગ છે ? તે યોગનું બીજ છે.
નિર્દોષ-શુદ્ધ એવા ઔષધાદિ(આહાર વસ્ત્ર પાત્રાદિ) આપવા અંગે દ્રવ્યથી અભિગ્રહ કરવો... એ યોગનું બીજ છે. આ મિત્રાદષ્ટિમાં ગ્રંથિભેદ થયો ન હોવાથી મોહનીયકર્મનો ક્ષયોપશમવિશેષ પ્રાપ્ત થયેલો નથી. તેથી તે સ્વરૂપ ભાવાભિગ્રહનો અહીં સંભવ નથી. તોપણ ભાવના કારણભૂત શુદ્ધ દ્રવ્યને આશ્રયીને અહીં અભિગ્રહ હોય છે. અર્થાત્ અહીં પ્રધાન દ્રવ્યનિક્ષેપાને આશ્રયીને ઔષધાદિપ્રદાનના વિષયમાં અભિગ્રહ(નિયમ) હોય છે.
ઋષિઓએ ઉપદેશેલા વચનને સિદ્ધાંત કહેવાય છે. તેને આશ્રયીને પરંતુ કામશાસ્ત્ર કે અર્થશાસ્ત્રાદિને આશ્રયીને નહિ, જે લેખનાદિ છે તે યોગનું બીજ છે. આ લેખનાદિ પણ ન્યાયથી ઉપાર્જન કરેલા ધનના સત્યયોગ(વાપરવા) દ્વારા તેમ જ ભક્તિ-બહુમાનાદિપૂર્વક વિધિથી કરવું જોઇએ. અન્યથા અવિધિપૂર્વક કરેલ લેખનાદિ સિદ્ધાંતને આશ્રયીને પણ હોય તોય તે યોગનું બીજ નથી... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. યોગમાર્ગની આરાધના કરવાની ભાવનાવાળાએ અવિધિની ભયંકરતા બરાબર યાદ રાખવી જોઇએ. ર૧-૧પના
लेखनादिकमेवाहલેખનાદિ યોગબીજ છે. ત્યાં લેખનાદિ પદાર્થને જણાવાય છે
लेखना पूजना दानं, श्रवणं वाचनोद्ग्रहः ।
प्रकाशनाथ स्वाध्यायश्चिन्तना भावनेति च ॥२१-१६॥ लेखनेति-लेखना सत्पुस्तकेषु । पूजना पुष्पवस्त्रादिभिः । दानं पुस्तकादेः । श्रवणं व्याख्यानस्य । वाचना स्वयमेवास्य । उद्ग्रहो विधिग्रहणमस्यैव । प्रकाशना गृहीतस्य भव्येषु । अथ स्वाध्यायो वाचनादिरस्यैव । चिन्तना ग्रन्थार्थताऽस्यैव । भावनेति चैतद्गोचरैव । योगबीजम् ।।२१-१६।।
લખવું (લખાવવું); પૂજા કરવી; પુસ્તકનું પ્રદાન કરવું; ગ્રંથનું શ્રવણ કરવું; વાચના લેવી, બીજાને જણાવવું; સ્વાધ્યાય કરવો; અર્થનું ચિંતન કરવું અને ભાવના કરવી: આ યોગનાં બીજ છે.” – આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઋષિ-મહર્ષિએ પ્રરૂપેલા સિદ્ધાંતને સારાં પુસ્તકોમાં લખવા અને લખાવવાને ‘લેખના' કહેવાય છે. એ પુસ્તકોની પુષ્ય-વસ્ત્ર વગેરેથી પૂજા કરવા સ્વરૂપ પૂજના છે. પૂ. ગુરુભગવંતને જરૂર પડ્યે પુસ્તક...
એક પરિશીલન
૧૮૭