Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
હોવાથી ખૂબ જ સ્વસ્થચિત્તે મિત્રાદષ્ટિમાં બીજશ્રુતિ, પરમ આદરપૂર્વક થાય છે. એ પણ યોગનું બીજ છે... ઇત્યાદિ બરાબર વિચારવું. ૨૧-૧૭ના મિત્રાદષ્ટિના યોગીને જે ફળ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છે–
निमित्तं सत्प्रणामादे, भद्रमूर्तेरमुष्य च ।
शुभो निमित्तसंयोगोऽवञ्चकोदयतो मतः ॥२१-१८॥ निमित्तमिति-अमुष्य चानन्तरोदितलक्षणयोगिनो जीवस्य । भद्रमूर्तेः प्रियदर्शनस्य । सत्प्रणामादेर्योगबीजस्य निमित्तं शुभः प्रशस्तः । निमित्तसंयोगः सद्योगादिसम्बन्धः । सद्योगादीनामेव निःश्रेयससाधननिमित्तत्वाज्जायते । अवञ्चकोदयाद्वक्ष्यमाणसमाधिविशेषोदयात् ।।२१-१८॥
“કલ્યાણકારી જેનું સ્વરૂપ છે, એવા આ યોગીને સ...સામાદિના નિમિત્તભૂત પ્રશસ્ત સદ્યોગોનો સંયોગ; અવંચકયોગના ઉદયના કારણે પ્રાપ્ત થાય છે... - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે જેમનું સ્વરૂપ વર્ણવ્યું છે, એ મિત્રાદષ્ટિના યોગીઓ ભદ્રમૂર્તિ અર્થાત્ જોતાંની સાથે પ્રિય બનનારા એવા પ્રિયદર્શનવાળા છે. સટૂણામાદિસ્વરૂપ યોગનાં બીજોને પ્રાપ્ત કર્યા પછી તેના કારણભૂત સદ્યોગાદિના સંબંધને તેઓ પ્રાપ્ત કરે છે.
મોક્ષનાં સાધનોની પ્રાપ્તિમાં સદ્યોગાદિ જ નિમિત્ત છે. અને એ સદ્યોગ અને એના આશ્રયભૂત સદ્યોગીઓના કારણે આત્મા સ...સામાદિને કરી શકે છે. મુમુક્ષુ આત્માઓને આ સદ્યોગાદિ સ્વરૂપ નિમિત્તનો સંયોગ પ્રશસ્તરૂપ બને છે અને તેની પ્રાપ્તિ અવંચકયોગના આવિર્ભાવથી થાય છે. સમાધિવિશેષસ્વરૂપ એ યોગનું વર્ણન હવે પછી કરવામાં આવશે. સટૂણામાદિ (શુદ્ધપ્રણામાદિ) યોગનાં બીજ છે. એ કરવા માટે સદ્યોગાદિનો સંયોગ(સંબંધી આવશ્યક છે અને તે અવંચકયોગના આવિર્ભાવથી પ્રાપ્ત થાય છે... ઇત્યાદિ યાદ રાખવું. ર૧-૧૮ અવંચકયોગનું સ્વરૂપાદિ જણાવાય છે
योगक्रियाफलाख्यं च, साधुभ्योऽवञ्चकत्रयम् ।
श्रुतः समाधिरव्यक्त, इषुलक्ष्यक्रियोपमः ॥२१-१९॥ योगेति-साधुभ्यः साधूनाश्रित्य । योगक्रियाफलाख्यमवञ्चकत्रयं योगावञ्चकक्रियावञ्चकफलावञ्चकलक्षणम् । अव्यक्तः समाधिः श्रुतः, तदधिकारे पाठद् । इषुलक्ष्यक्रियोपमः शरशरव्यक्रियासदृशः । यथा शरस्य शरव्यक्रिया तदविसंवादिन्येव, अन्यथा तत्क्रियात्वायोगात्, तथा सद्योगावञ्चकादिकमपि સંઘોઘવિસંવાઘેવેતિ માવઃ ર૧-
“સાધુમહાત્માને આશ્રયીને, અનુક્રમે યોગ ક્રિયા અને ફળ નામવાળા ત્રણ અવંચક્યોગ; બાણની લક્ષ્ય વધવાની ક્રિયા જેવા; અવ્યક્ત સમાધિ સ્વરૂપે પ્રસિદ્ધ છે.” - આ પ્રમાણે
એક પરિશીલન
૧૮૯