Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
“ભાવયોગી એવા પૂ. આચાર્ય ભગવંતાદિને વિશે ચિત્તના ઉત્સાહવિશેષથી; શ્લાઘાદિની ખરાબ આશંસાનો ત્યાગ કરવાપૂર્વક વિધિ અનુસાર જે વૈયાવૃત્ત્વ કરાય છે તે યોગબીજ છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે ભાવયોગીસ્વરૂપ પૂ. આચાર્ય ભગવંતાદિનું વૈયાવૃત્ત્વ કરવું : એ યોગબીજ છે. વૈયાવૃત્ત્વ કરતી વખતે, પોતાની કીર્તિ કે યશ બધે ફેલાય છે : એવી જે અસદ્-ખરાબ ઇચ્છા છે તેનો ત્યાગ કરવો જોઇએ. અર્થાત્ એ ત્યાગની મુખ્યતાએ વૈયાવૃત્ત્વ ક૨વું જોઇએ. આવું વૈયાવૃત્ત્વ વિધિપૂર્વક અર્થાત્ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ યથાસમયે પુરુષાદિને આશ્રયીને કરવું. અર્થાત્ પ્રથમ પૂ. આચાર્યભગવંતનું ત્યાર બાદ પૂ. ઉપાધ્યાયભગવંતાદિનું વૈયાવૃત્ત્વ કરવું... ઇત્યાદિ શાસ્ત્રમાં જણાવેલ વિધિપૂર્વક વૈયાવૃત્ત્વ કરવું. પૂ. આચાર્યભગવંતાદિને, પોતાનાં બીજાં બધાં કામ પડતાં મૂકીને તેઓશ્રીના કામમાં જ ચિત્તનો ઉપયોગ રાખી આહાર લાવી આપવાદિ સ્વરૂપ વૈયાવૃત્ત્વ છે.
આ વૈયાવૃત્ત્વ, ચિત્તના અત્યંત ઉત્સાહ સ્વરૂપ આશયવિશેષથી કરવું. ના છૂટકે, જેમ-તેમ, કે ન કરીએ તો ખરાબ લાગશે... ઇત્યાદિ પરિણામથી ન કરવું. અન્યથા તે યોગબીજસ્વરૂપ પરિણમશે નહિ. આથી સમજી શકાશે કે વૈયાવૃત્ત્વ – એ નવી વસ્તુ નથી. વર્ષોથી આપણે એ કરી જ રહ્યા છીએ. પરંતુ યોગબીજસ્વરૂપ વૈયાવૃત્ત્વ ખૂબ જ અઘરું છે. પૂ. આચાર્યભગવંતાદિ ભાવયોગીઓ પ્રત્યે બહુમાનાતિશય પ્રગટે, ત્યારે જ આ યોગબીજની પ્રાપ્તિ થઇ શકશે. આ જગતમાં પૂ. આચાર્યભગવંતાદિ ભાવયોગીઓ કરતાં કોઇ જ અધિક નથી - એની પ્રતીતિ જ તાદેશ બહુમાનાતિશયને જાળવી રાખે છે. જે દિવસે પણ એ ભાવયોગીઓ કરતાં આ જગતમાં કોઇ પણ માણસ કોઇ પણ રીતે શ્રેષ્ઠ જણાશે તે દિવસે પૂ. આચાર્યભગવંતાદિ પ્રત્યે બહુમાન નષ્ટ થશે અને તેથી તેનાથી રહિત વૈયાવૃત્ત્વ પણ યોગબીજ નહિ બને... એ સ્પષ્ટ છે. ૨૧-૧૪ યોગનાં બીજાંતરને જ જણાવાય છે—
भवादुद्विग्नता शुद्धौषधदानाद्यभिग्रहः ।
તથા સિદ્ધાન્તમાશ્રિત્ય, વિધિના સેવાવિ ચ ॥૨૧-૧૧||
भवादिति–भवात्संसारादुद्विग्नता इष्टवियोगाद्यनिमित्तकसहजत्यागेच्छालक्षणा । शुद्धो निर्दोष औषधदानादेरभिग्रहो भावाभिग्रहस्य विशिष्टक्षयोपशमलक्षणस्य भिन्नग्रन्थेरेव भावेऽपि द्रव्याभिग्रहस्य स्वाश्रयशुद्धस्यान्यस्यापि सम्भवात् । तथा सिद्धान्तमार्षं वचनमाश्रित्य न तु कामादिशास्त्राणि । विधिना न्यायात्तधनसत्प्रयोगादिलक्षणेन लेखनादिकं च योगबीजम् ।।२१-१५।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે “ભવોદ્વેગ, શુદ્ધ ઔષધાદિ પ્રદાનનો અભિગ્રહ અને વિધિપૂર્વક સિદ્ધાંતને આશ્રયીને લેખન વગેરે કરવું...” - એ યોગનાં બીજ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, અનંતોપકારી શ્રી તીર્થંક૨૫૨માત્માદિએ આ સંસારને અનંત દુઃખમય, દુઃખફલક અને
મિત્રા બત્રીશી
૧૮૬