Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
અપૂર્વકરણની નજીકની આ અવસ્થા હોવાથી આ દૃષ્ટિમાં પ્રથમ ગુણસ્થાનક પરમાર્થથી ગુણોનું સ્થાન બને છે. તે પૂર્વે તો તે નામથી જ ગુણસ્થાનક હતું. આ વાતનું સમર્થન કરીને છેલ્લા સાત શ્લોકોથી પ્રકરણાર્થનું સમાપન કર્યું છે. સદ્દગુરુદેવશ્રીના સુયોગથી આ દષ્ટિમાં જેમ ગુણોની પ્રાપ્તિ થાય છે તેમ શરીરની અંદર રહેલા તાવની જેમ હજી આગ્રહ ગયો ન હોવાથી કોઈ વાર અસપુરુષોના યોગથી ગુણોના બદલે ગુણાભાસની પણ પ્રાપ્તિનો સંભવ જણાવ્યો છે. તેથી સમજી શકાશે કે સત્પરુષોના યોગનું ખૂબ જ મહત્ત્વ છે. છેલ્લા ત્રણ શ્લોકોથી ખૂબ જ સ્પષ્ટ રીતે એનું મહત્ત્વ જણાવ્યું છે. એનું પરિશીલન કરી સદ્ગુરુદેવશ્રીના યોગને પામી એના મહત્ત્વને સમજી સદાને માટે એને ટકાવી રાખવા પ્રયત્ન કર્યા વિના ચાલે એવું નથી. મિત્રાદષ્ટિની આ એક અદ્ભુત સિદ્ધિ છે. સઘળાય ગુણો આપણામાં ન હોય એ સમજી શકાય પણ સઘળા ય ગુણોનું મૂળ સદ્યોગ ન હોય : એ કઈ રીતે માનવું. અંતે આ બત્રીશીના અધ્યયનથી મિત્રાદષ્ટિની સિદ્ધિરૂપે પરમકલ્યાણમિત્ર એવા સદ્ગુરુદેવના યોગની પ્રાપ્તિ અને પરિરક્ષા માટે આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એક અભ્યર્થના.
- આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ જૈન ઉપાશ્રય : રત્નપુરી મલાડ (ઇસ્ટ), મુંબઈ-૯૭. ચૈત્ર સુદ-૧૩, તા. ૦૩-૦૪-૨૦૦૪
એક પરિશીલન
૧૭૧