Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
વચનમાત્રથી જ પુરુષોને પ્રાપ્ત થાય છે. યોગીને વચનસિદ્ધિ પ્રાપ્ત થવાથી તે શાપ કે આશીર્વાદ આપે તો તે પ્રમાણે અવશ્ય થાય છે. આવા યોગીઓને વચનસિદ્ધ યોગી કહેવાય છે.
અસ્તેયસ્વરૂપ ત્રીજા યમના અભ્યાસવાળા યોગીને કોઈ પણ પ્રકારની ઇચ્છા ન હોવા છતાં બધી જાતિના તે તે દેશના અને તે તે કાળનાં અમૂલ્ય રત્નોની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મચર્યના અભ્યાસવાળા યોગીને સર્વોત્કૃષ્ટ વીર્ય-સામર્થ્યની પ્રાપ્તિ થાય છે, જેના યોગે ભવિષ્યમાં તે યોગીને અષ્ટમહાસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. વીર્યનો નિરોધ: એ બ્રહ્મચર્ય છે. તેના પ્રકર્ષથી શરીર ઈન્દ્રિયો અને મનમાં પ્રકૃષ્ટ સામર્થ્ય આવે છે.
અપરિગ્રહસ્વરૂપ પાંચમા યમના અભ્યાસવાળા યોગીને જન્મની ઉપસ્થિતિ (જાતિસ્મરણ) થાય છે. “ભૂતકાળમાં હું કોણ હતો; વર્તમાનમાં હું કેવો છું અને ભવિષ્યમાં કયા કાર્યને કરનારો થઇશ.” - ઇત્યાદિ જિજ્ઞાસા હોય ત્યારે આ અપરિગ્રહની પ્રતિષ્ઠાને પામેલા યોગી તેને સારી રીતે જાણી લે છે. માત્ર ભોગનાં સાધનોનો પરિગ્રહ જ પરિગ્રહ નથી. પરંતુ આત્માને શરીરનો પરિગ્રહ પણ પરિગ્રહ છે. કારણ કે વિષયોની જેમ શરીર પણ ભોગનું સાધન છે. એ શરીરનો પરિગ્રહ હોતે છતે રાગના અનુબંધના કારણે બહિર્મુખ જ પ્રવૃત્તિ થવાથી તાત્ત્વિકજ્ઞાનનો આવિર્ભાવ શક્ય નથી. જયારે શરીરાદિના પરિગ્રહની નિરપેક્ષતાને લઈને માધ્યથ્યનું અવલંબન લેવાય છે. ત્યારે તે મધ્યસ્થ યોગીને રાગાદિ દોષના ત્યાગથી અપરિગ્રહનો અભ્યાસ; ભૂતભવિષ્યજન્મના સંબોધનું કારણ બને જ છે. એ પ્રમાણે યોગસૂત્રથી (૨-૩૯) જણાવ્યું છે. અપરિગ્રહની સ્થિરતામાં ભૂત વર્તમાન અને ભવિષ્યના જન્મના કેવા પ્રકારનું સમ્યજ્ઞાન થાય છે. અર્થાત્ ભૂતકાળમાં હું કોણ હતો, ક્યાં હતો, કેવી રીતે રહેતો; વર્તમાનશરીર ભૂતોનું કાર્ય છે કે ભૂતોનો સમૂહ છે અથવા ભૂતોથી અન્ય છે; તેમ જ ભવિષ્યમાં હું કોણ થઇશ, કેવી રીતે થઈશ અને ક્યાં થઇશ... ઇત્યાદિ વિષયની જિજ્ઞાસામાં તેને સારી રીતે જ્ઞાન થાય છે. ૨૧-૬ll
અન્યદર્શનને આશ્રયીને યમનું ફળ વર્ણવીને હવે શ્રી જિનેશ્વરદેવોના પ્રવચનને આશ્રયીને તે વર્ણવાય છે–
इत्थं यमप्रधानत्वमवगम्य स्वतन्त्रतः ।
योगबीजमुपादत्ते, श्रुतमत्र श्रुतादपि ॥२१-७॥ इत्थमिति-इत्थमुक्तप्रकारेण स्वतन्त्रतः स्वाभिमतपातञ्जलादिशास्त्रतो यमप्रधानत्वमवगम्य । अत्र मित्रायां दृष्टौ निवृत्तासद्ग्रहतया सद्गुरुयोगे श्रुताज्जिनप्रवचनात् श्रुतमपि योगबीजमुपादत्ते तथाમાવ્યાત્ //ર૦-૭ી.
“સ્વાભિમત પતંજલિ વગેરેના શાસ્ત્રથી અહિંસાદિ યમનું પ્રાધાન્ય જાણીને; અહીં મિત્રાદેષ્ટિમાં આત્મા શ્રી જિનેશ્વરદેવોના પ્રવચનથી સાંભળેલા પણ યોગબીજને ગ્રહણ કરે
એક પરિશીલન
૧૭૯