Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ આ મિત્રાદષ્ટિ મિથ્યાષ્ટિને હોય છે. સામાન્ય રીતે આવા આત્માઓને કર્મની લઘુતાએ યોગને અનુકૂળ સામગ્રી પ્રાપ્ત થતી હોય છે. પરંતુ શરૂઆતમાં જ લોકોત્તર એવા, શ્રી તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલા યોગની સામગ્રી બધાને મળી જ જાય એવું ન બને - એ સમજી શકાય છે.
આવી સ્થિતિમાં પહેલા ગુણસ્થાનકે પતંજલિ વગેરેના શાસ્ત્રના પરિચયથી યોગની સામગ્રીનો ઉપયોગ કરી ત્યાં જણાવેલા યમાદિ યોગાળાદિનું પ્રાધાન્ય તે તે આત્માઓને જાણવા મળે છે. એ મુજબ તેઓ શક્ય પ્રયત્ન તેનો સ્વીકાર કરી યોગની પ્રવૃત્તિનો આરંભ કરે છે. તે વખતે યોગધર્મની પરમ પ્રીતિને કારણે અને કોઈની પ્રત્યે એવો પૂર્વગ્રહ ન હોવાના કારણે તેઓ યોગશાસ્ત્રોનું શ્રવણ ખૂબ જ આદરથી કરતા હોય છે. આમ કરતાં કોઈ વાર શ્રી જિનેશ્વરદેવોના પ્રવચનથી સાંભળેલા યોગબીજનું તે સ્વભાવથી જ ગ્રહણ કરે છે. એમાં મુખ્યપણે આત્માનો આ પૂર્વેનો અસંધ્રહ નિવૃત્ત થયેલો હોવાથી અને સદ્ગુરુ ભગવંતની પાસે શ્રવણ કર્યું હોવાથી અહીં યોગબીજનું ઉપાદાન પારમાર્થિક રીતે શક્ય બને છે. ૨૧-છા
उक्तयोगबीजमेवाहસામાન્યથી કહેલા યોગબીજને જ જણાવાય છે–
जिनेषु कुशलं चित्तं, तन्नमस्कार एव च ।
प्रणामादि च संशुद्धं, योगबीजमनुत्तमम् ॥२१-८॥ जिनेष्विति-जिनेष्वर्हत्सु कुशलं द्वेषाद्यभावेन प्रीत्यादिमच्चित्तम्, अनेन मनोयोगवृत्तिमाह । तन्नमस्कार एव जिननमस्कार एव च, तथामनोयोगप्रेरितः, इत्यनेन वाग्योगवृत्तिं (आह) । प्रणामादि च पञ्चाङ्गादिलक्षणम्, आदिशब्दान्मण्डलादिग्रहः । संशुद्धमशुद्धव्यवच्छेदार्थमेतत् तस्य सामान्येन यथाप्रवृत्तकरणभेदत्वात्तस्य च योगबीजत्वानुपपत्तेरेतत्सर्वं सामस्त्यप्रत्येकभावाभ्यां योगबीजं मोक्षयोजकानुष्ठानकारणमनुत्तमं सर्वप्रधानं विषयप्राधान्यात् ।।२१-८।।
“શ્રી જિનેશ્વરદેવોને વિશે કુશલ ચિત્ત, તેઓશ્રીને નમસ્કાર જ અને તેઓશ્રીને પ્રણામ વગેરે જે શુદ્ધ છે; તે યોગનાં સર્વોત્તમ બીજ છે.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ મિત્રાદષ્ટિમાં મુમુક્ષુ આત્માને શ્રી અરિહંત પરમાત્માની પ્રત્યે દ્વેષ કે ઉપેક્ષાદિ ભાવ ન હોવાથી તેનું ચિત્ત પ્રીતિ-ભક્તિથી યુક્ત હોય છે. આનાથી તે મુમુક્ષુના મનના યોગની વૃત્તિ જણાવી છે. આ મનોયોગથી પ્રેરિત મુમુક્ષુ શ્રી અરિહંત પરમાત્માને નમસ્કાર કરે છે. નમઃ... ઇત્યાદિ શબ્દોચ્ચારણપૂર્વક કર-સંયોજનાદિ વ્યાપારસ્વરૂપ નમસ્કાર છે. આનાથી મુમુક્ષુની વાગ્યોગવૃત્તિ જણાવી છે.
૧૮૦
મિત્રા બત્રીશી