Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
અવસ્થાઓ છે. સામાન્ય રીતે દૈત્ય-દાનવાદિનું ચિત્ત ક્ષિપ્ત હોય છે. રાક્ષસ-પિશાચાદિનું ચિત્ત મૂઢ હોય છે. દેવોનું ચિત્ત વિક્ષિપ્ત હોય છે. સંપ્રજ્ઞાતસમાધિમાં આરૂઢ થયેલા સાધકોનું ચિત્ત એકાગ્ર હોય છે. અને ક્લેશથી રહિત જીવન્મુક્ત એવા કૃતકૃત્ય યોગીઓનું ચિત્ત નિરુદ્ધ હોય છે. એ અવસ્થાઓનું સ્વરૂપ જિજ્ઞાસુએ પાતંજલયોગદર્શનથી જાણવું. પાતંજલયોગસૂત્ર(ર૩૧)માં આ મહાવ્રતોનું વર્ણન કરતાં જણાવ્યું છે કે – જાતિ, દેશ, કાળ અને સમયથી અનવચ્છિન્ન સર્વ અવસ્થામાં હોનારા પાંચ યમ મહાવ્રત છે. ૨૧-રા. પાંચ પ્રકારના અહિંસાદિ “યમને યોગાંગ તરીકે કેમ વર્ણવાય છે - તે જણાવાય છે–
बाधनेन वितर्काणां, प्रतिपक्षस्य भावनात् ।
योगसौकर्यतोऽमीषां, योगाङ्गत्वमुदाहृतम् ॥२१-३॥ बाधनेनेति-वितर्काणां योगपरिपन्थिनां हिंसादीनां प्रतिपक्षस्य भावनाद् बाधनेनानुत्थानोपहतिलक्षणेन योगस्य सौकर्यतः सामग्रीसम्पत्तिलक्षणादमीषामहिंसादीनां यमानां योगाङ्गत्वमुदाहृतं । न तु धारणादीनामिव समाधेः साक्षादुपकारकत्वेन, न वासनादिवदुत्तरोत्तरोपकारकत्वेनैव, किं तु प्रतिबन्धकહિંપનીયતર્યવેત્વર્થઃ | તદુ¢–વિતવધને પ્રતિપક્ષમાવતિ” રિ-રૂ૩) ર૭-રૂા.
અહિંસાદિના વિરોધી એવા હિંસાદિમાં દોષની પરિભાવના કરવાથી વિતર્કોનો બાધ થવા વડે યોગની સુકરતા થાય છે; તેથી યમ નિયમ આસન અને પ્રાણાયામ વગેરેને યોગના અંગ તરીકે વર્ણવાય છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્યથી યમ-નિયમાદિ યોગનાં સાધન ન હોવાથી તેને યોગનાં અંગ તરીકે વર્ણવવાનું કઈ રીતે ઉચિત બને? આવી શંકાનું સમાધાન કરતાં આ શ્લોકથી ફરમાવ્યું છે કે યોગનાં સાધન જેમ યોગનાં અંગ બને છે તેમ યોગના પરિપંથીઓનો બાધ કરનારને પણ યોગનાં અંગ માનવાં જોઇએ.
પ્રતિપક્ષની ભાવનાથી વિતર્કોનો બાધ થાય છે. મુમુક્ષુ આત્માને જ્યારે અહિંસાદિના પ્રતિપક્ષભૂત(વિરોધીભૂત) હિંસા અસત્ય તેય અબ્રહ્મ અને પરિગ્રહનો પરિણામ જાગે ત્યારે અત્યંત વધેલા કુમાર્ગ તરફના પ્રવાહવાળા વિતર્કથી બંધનને પામતા હિંસાદિમાં તેણે પ્રવૃત્ત ન થવું. પણ “આ ઘોર સંસારમાં બળતા અને સેકાતા મેં સઘળા પ્રાણીઓના અભયદાન માટે કથંચિત્ અહિંસાદિ યોગધર્મનું શરણું સ્વીકાર્યું છે તો જો હું તેનો ત્યાગ કરી હિંસાદિને સેવીશ તો હું પણ કૂતરા જેવો વાંસભક્ષી (વમેલું ખાનાર) થઈ જઈશ...' આવા પ્રકારની પ્રતિપક્ષ-ઊલટી ભાવના કરવી. આવી પ્રતિપક્ષ ભાવનાથી વિતર્કભૂત હિંસાદિ યોગપરિપંથીનો બાધ થાય છે. અને તેથી અર્થાત્ યોગના પરિપંથીનું અનુત્થાન અથવા તો ઉત્થિતના સામર્થ્યની ઉપહિતિ (નાશ) થવાથી યોગની સામગ્રી સારી રીતે પ્રાપ્ત થાય છે. તેથી યમ કે નિયમ વગેરેને યોગનાં અંગ તરીકે વર્ણવ્યાં છે. ધારણાદિ જેવી રીતે યોગના સાક્ષાત્ ઉપકારક બને છે અને વાસનાદિ જેમ
એક પરિશીલન
૧૭૫