Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ઉત્તરોત્તર સાતત્ય ટકાવવા દ્વારા ઉપકારક બને છે તેમ અહીં અહિંસાદિ પાંચ યમ ઉપકારક બનતા નથી. પરંતુ યોગના પ્રતિબંધક હિંસાદિને દૂર કરવા દ્વારા અહીં યોગની પ્રત્યે ઉપકારક બને છે. આ વાતને જણાવતાં યોગસૂત્ર(૨-૩૩)માં જણાવ્યું છે કે “યમાદિનો વિતર્ક(હિંસાદિ પરિણામ)થી બાધ થયે છતે પ્રતિપક્ષની ભાવના કેળવવી.” ।।૨૧-૩ા
વિતર્કનું સ્વરૂપ વગેરે જણાવાય છે—
क्रोधाल्लोभाच्च मोहाच्च, कृतानुमितकारिताः । मृदुमध्याधिमात्राश्च, वितर्काः सप्तविंशतिः ।।२१-४।।
क्रोधादिति–क्रोधः कृत्याकृत्यविवेकोन्मूलकः प्रज्वलनात्मकश्चित्तधर्मस्तस्मात् । लोभस्तृष्णालक्षणस्ततश्च । मोहश्च सर्वक्लेशानां मूलमनात्मन्यात्माभिमानलक्षणः । इत्थं च कारणभेदेन त्रैविध्यं दर्शितं भवति । तदुक्तं - " लोभक्रोधमोहमूल” इति । [ २-३४ पूर्वकाः] व्यत्ययाभिधानेऽप्यत्र मोहस्य प्राधान्यं, स्वपरविभागपूर्वकयोर्लोभक्रोधयोस्तन्मूलत्वादिति वदन्ति । ततः कारणत्रयात् कृतानुमितकारिता एते हिंसादयो वा भिद्यन्ते । तेऽपि मृदवो मन्दाः, मध्याश्चातीव्रमन्दाः, अधिमात्राश्च तीव्रा इति प्रत्येकं त्रिधा भिद्यन्ते । तदुक्तं -“मृदुमध्याधिमात्राः” इति [२-३४ वितर्का हिंसादयः कृतकारितानुमोदिता लोभक्रोधमोहपूर्वका मृदुमध्याधिमात्रा दुःखाज्ञानानन्तफला इति प्रतिपक्षभावनम् ।] इत्थं च सप्तविंशतिर्वितर्का भवन्ति । अत्र मृद्वादीनामपि प्रत्येकं मृदुमध्याधिमात्रभेदो भावनीय इति वदन्ति ।।२१-४।।
‘ક્રોધ, લોભ અને મોહ ઃ આ ત્રણના કા૨ણે કરેલ અનુમોદેલ અને કરાવેલ; મૃદુ મધ્ય અને અધિમાત્ર પ્રમાણવાળા વિતર્ક સત્તાવીશછે.” – આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થછે. કહેવાનો આશય એ છે કે અહિંસાદિના વિરોધીભૂત જે; ‘હું અવશ્ય હિંસા કરીશ'... વગેરે સ્વરૂપ નિશ્ચયાત્મક તર્ક છે તેને વિતર્ક કહેવાય છે. આ વિતર્કના કારણ ક્રોધ, લોભ અને મોહ ઃ આ ત્રણ છે. એમાં કૃત્ય અને અકૃત્યના વિવેકનું ઉન્મૂલન કરનાર પ્રજ્વલન સ્વરૂપ ચિત્તપરિણામ – એ ક્રોધ છે. તૃષ્ણાસ્વરૂપ લોભ છે અને મોહ, સકલ ક્લેશોનું મૂળ એવું, આત્મભિન્નમાં આત્માનું જે અભિમાન છે તે સ્વરૂપ છે. જે શરીરાદિ આત્માથી ભિન્ન છે અને જે ધનાદિ આત્માના નથી; તેને આત્મસ્વરૂપ અને આત્મીય (પોતાના) સ્વરૂપ માનવું : એ અભિમાન છે અને તે મોહ છે જે સકલ ક્લેશોનું મૂળ છે. વિતર્કોનું સ્વરૂપ હિંસાદિ છે. તેનાં કારણ ક્રોધ, લોભ અને મોહ છે. તેને આશ્રયીને વિતર્કના ત્રણ પ્રકાર છે. તે દરેકના કૃત, અનુમોદિત અને કારિત : આ ત્રણ પ્રકાર હોવાથી વિતર્કના નવ પ્રકાર પડે છે.
એ નવ પ્રકારના દરેક વિતર્કના મૃદુ, મધ્ય અને અધિમાત્ર આવા ત્રણ ત્રણ ભેદ છે. તેથી વિતર્કના સત્તાવીશ ભેદ થાય છે. મંદને મૃદુ કહેવાય છે. જે મંદ પણ નથી અને તીવ્ર પણ નથી તેને મધ્ય કહેવાય છે; અને તીવ્રને અધિમાત્ર કહેવાય છે. આ સત્તીવાશ ભેદોનું (પ્રકારોનું) વર્ણન કરતાં યોગસૂત્રમાં જણાવ્યું છે કે - વિતર્કો હિંસાદિ સ્વરૂપ છે. તેના કૃત કારિત અને
૧૭૬
મિત્રા બત્રીશી