Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પરિશીલનની પૂર્વે
આ પૂર્વે યોગાવતારબત્રીશીમાં અધ્યાત્માદિ યોગમાં; અન્ય દર્શનોએ પ્રરૂપેલા યોગોનો સમાવેશ જે રીતે થઇ શકે છે; તે જણાવીને યોગની આઠ દૃષ્ટિઓ પણ યોગસ્વરૂપ છે તે જણાવ્યું છે. એ યોગની આઠ દૃષ્ટિઓમાંથી પ્રથમ મિત્રાદષ્ટિનું વર્ણન આ બત્રીશીમાં કરાય છે.
જ્ઞાન અને દૃષ્ટિ-દર્શનમાંનો ફરક સમજી શકાય તો આ મિત્રાદૃષ્ટિનું સ્વરૂપ સમજવાનું અઘરું નથી. આ અનાદિ-અનંત સંસારમાં અત્યાર સુધી યોગનું જ્ઞાન અનેક વાર પ્રાપ્ત થયું. પરંતુ તે શિવસુખનું કારણ ન બન્યું. યોગની દૃષ્ટિ શિવસુખના કારણ તરીકે વર્ણવી છે. આથી સમજી શકાશે કે યોગના જ્ઞાનમાં અને દર્શન(દૃષ્ટિ)માં ઘણો જ ફરક છે. વર્ષોથી જે વસ્તુ આપણે જાણતા હોઇએ તેનું દર્શન થાય તો આપણા આનંદની અવિધ રહેતી નથી. એવી જ સ્થિતિ આ મિત્રાદૅષ્ટિ વખતે અનુભવાય છે. અત્યાર સુધી જે જોયું ન હતું તે યોગનું દર્શન સૌથી પ્રથમ આ દૃષ્ટિમાં થાય છે. આ રીતે યોગને જોયા પછી સાધક યોગની પ્રાપ્તિ માટેની સાધનાનો પ્રારંભ કરે છે. આ બત્રીશીના પ્રથમ શ્લોકથી એ સાધનાનું વર્ણન કરવામાં આવ્યું છે. દર્શન મંદ હોય છે. યમસ્વરૂપ પ્રથમ યોગાઙની પ્રાપ્તિ થાય છે. ખેદ નામના દોષનો વિગમ થાય છે અને અદ્વેષગુણનો આવિર્ભાવ થાય છે. અહિંસાદિ પાંચ મહાવ્રતો સ્વરૂપ યમ છે. તેનું ‘યોગસૂત્ર'માં જણાવેલું સ્વરૂપ વર્ણવીને તેની યોગાઙતા વર્ણવી છે. યોગની સાધનાના પ્રારંભકાળમાં પણ યમની જે પ્રધાનતા છે, તેનું ખૂબ જ સ્પષ્ટ રીતે વર્ણન ‘યોગસૂત્ર'માં જણાવ્યા મુજબ અહીં કર્યું છે.
જૈનદર્શનને અનુસરીને આ દૃષ્ટિમાં જે યોગનાં બીજો પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન આઠમા શ્લોકથી શરૂ થાય છે. ચ૨માવર્ત્તકાળમાં તથાભવ્યત્વના પરિપાકથી પ્રાપ્ત થનારું એ યોગબીજ આસઙ્ગથી રહિત હોય તો શુદ્ધ છે... ઇત્યાદિ વર્ણન સાધકો માટે નિરંતર સ્મરણીય છે. ખરેખર જ ફળની અભિસંધિ આત્માને ફળથી દૂર રાખે છે. ગ્રંથિભેદ કરેલો ન હોવા છતાં આ દૃષ્ટિમાં ક્ષયોપશમવિશેષે શુદ્ધયથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી શુદ્ધ એવા યોગબીજની પ્રાપ્તિ થાય છે. આ વાત દૃષ્ટાંત સાથે અગિયારમા શ્લોકથી જણાવી છે. ત્યાર બાદ સોળમા શ્લોક સુધીના શ્લોકોથી બીજાં પણ યો- નાં બીજોની પ્રાપ્તિ આ દૃષ્ટિમાં થાય છે તે સામાન્યથી વર્ણવ્યું છે.
આ સ. નાના ફળ સ્વરૂપે મિત્રાદૃષ્ટિમાં રહેલા યોગીને યોગાવંચકયોગ, ક્રિયાવંચકયોગ અને ફલાવંચકયોગ : આ ત્રણ પ્રકારના અવંચકયોગની પ્રાપ્તિ થાય છે. એમાં તે આત્માની ભાવમલાલ્પતા મુખ્ય કારણ છે. આ વાત પણ દષ્ટાંતથી જણાવીને, એ સ્થિતિનું મુખ્ય કારણ ચરમયથાપ્રવૃત્તિકરણ છે; જેને યોગાચાર્યોએ અપૂર્વ તરીકે વર્ણવીને અવંધ્યફળવાળું વર્ણવ્યું છે. ઇત્યાદિનું વર્ણન ત્રેવીસમા શ્લોક સુધીના શ્લોકોથી કર્યું છે.
૧૭૦
મિત્રા બત્રીશી