Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
“અપાય(નિરુપક્રમ ચારિત્રમોહનીયકર્મ)વાળા આત્માને જ ઘણા બીજા જન્મોને ક૨ના૨ો સાશ્રવયોગ હોય છે. નિશ્ચયનયને પ્રાપ્ત કરાવનારા વ્યવહારનયની અપેક્ષાએ એક જન્મવાળો અનાશ્રવયોગ છે.” – આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે યોગના સાપાય અને નિરપાય જેમ બે ભેદ છે તેમ સાશ્રવ અને અનાશ્રવ : આ પણ બે ભેદ છે.
ચારિત્રમોહનીયસ્વરૂપ નિરુપક્રમકર્મવાળા(સાપાયયોગવાળા) આત્માને જ સાશ્રવયોગ હોય છે. સાશ્રવયોગ દેવ, મનુષ્ય વગેરે અનેક જન્મોની પ્રાપ્તિ કરાવનારો બને છે. કારણ કે નિરુપક્રમ (ઉપક્રમરહિત) કર્મ, અવશ્ય ભોગવવાં પડે છે, જેથી એના કારણે વારંવાર જનમવું પડે છે. આ રીતે સાશ્રવયોગ વર્તમાન જન્મને છોડીને બીજા દેવ કે મનુષ્ય વગેરે અનેક જન્મોનું કારણ બને છે. અનાશ્રવયોગ તો વર્તમાન એક મનુષ્યજન્મવાળો જ હોય છે. અર્થાત્ એ જન્મને છોડીને બીજા જન્મનું, એ અનાશ્રવયોગ કારણ થતો નથી.
યદ્યપિ અયોગીકેવલીગુણસ્થાનકની પૂર્વે સર્વસંવરભાવ ન હોવાથી આશ્રવનો અભાવ નથી. તેથી એ વખતે વર્તમાન જન્મમાં અનાશ્રવયોગનો સંભવ નથી, પરંતુ નિશ્ચયનયને પ્રાપ્ત કરાવનાર તત્ત્વાંગસ્વરૂપ વ્યવહારનયને આશ્રયીને અનાશ્રવયોગનું નિરૂપણ અહીં છે, તેથી કોઇ દોષ નથી. કારણ કે તત્ત્વાઙ્ગભૂત (નિશ્ચયપ્રાપક) વ્યવહારનય, કષાયપ્રત્યયિક (કષાયના કારણે) કર્મબંધસ્વરૂપ જ આશ્રવને સ્વીકારે છે. તેથી યોગાદિપ્રત્યયિક અલ્પકાળપ્રમાણ આશ્રવ હોવા છતાં અનાશ્રવત્વ માનવામાં કોઇ દોષ નથી, જ્યાં કષાયપ્રત્યયિક કર્મબંધ થાય છે, ત્યાં તાદેશ વ્યવહારનયને આશ્રયીને આશ્રવત્વ મનાય છે, અન્યત્ર નહીં.
-
આ વિષયને વર્ણવતાં યોગબિંદુમાં ફરમાવ્યું છે કે – “બંધનું કારણ હોવાથી આશ્રવ બંધસ્વરૂપ છે. (કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી - એ અર્થ થાય છે.) જે કારણથી એ બંધ સાંપરાયિક(કષાયપ્રત્યયિક) મુખ્ય - વાસ્તવિક મનાય છે તેથી આશ્રવનો સાંપ૨ાયિક કર્મબંધ સ્વરૂપ અર્થ સંગત છે.’” (યો.બિં.૩૭૬) “આ પ્રમાણે જેમ કષાયવાળા આત્માને સાશ્રવયોગ હોય છે, તેમ ચરમશ૨ી૨ી(તદ્ભવમુક્તિગામી)ને કષાયનો દશમા સૂક્ષ્મસં૫રાયગુણસ્થાનકના અંતે વિગમ થવાથી યોગપ્રત્યયિક બે સમયવાળો વેદનીય કર્મનો અલ્પકાલીન આશ્રવ હોવા છતાં અનાશ્રવયોગ મનાય છે.’’ (યો.બિ. ૩૭૭) ‘નિશ્ચયથી અર્થાત્ નિશ્ચયોપલક્ષિત (નિશ્ચયપ્રાપક) વ્યવહારથી અહીં યોગના નિરૂપણને વિષે સર્વત્ર વ્યવહારનયને આશ્રયીને અનાશ્રવત્વાદિ શબ્દોનો અર્થ ક૨વામાં આવ્યો છે. નિશ્ચય અને વ્યવહાર બંન્ને નયો અભિપ્રેત અર્થને જણાવનારા છે. નિશ્ચયનયથી અયોગીકેવલીપરમાત્માને અનાશ્રવયોગ હોય છે અને નિશ્ચયના કારણભૂત વ્યવહારનયને આશ્રયીને કષાયરહિત આત્માને અનાશ્રવયોગ હોય છે.” (યો.બિં. ૩૭૮)
‘યોગબિંદુ’ના ૩૭૮મા શ્લોકમાં નિશ્ચયેન અહીં તૃતીયા વિભક્તિનો અર્થ ઉપલક્ષણ છે. તેથી ‘નિશ્ચયેનોપક્ષિતાત્તાપવ્યવહારત:' - આ પ્રમાણે અન્વય સમજવો. એનો અર્થ ઉ૫૨
યોગવિવેક બત્રીશી
૧૨૦