Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આત્માની તાત્ત્વિક સમાપત્તિનું જ સમર્થન કરાય છે–
अत एव च योऽर्हन्तं, स्वद्रव्यगुणपर्ययैः । વેવાત્માન સ વ ચં, વેન્યુ¢ મમ: //ર૦-૨૦
अत एव चेति-यत एव 'दलतया परमात्मैव जीवात्मा,' अत एव च योऽर्हन्तं तीर्थकरं स्वद्रव्यगुणपर्ययैर्निजशुद्धात्मकेवलज्ञानस्वभावपरिणमनलक्षणैर्वेद जानाति, स एव स्वमात्मानं वेद तत्त्वतो जानाति, तथाज्ञानस्य तथाध्यानद्वारा तथासमापत्तिजनकत्वादिति महर्षिभिरुक्तं । यतः पठ्यते-“जो जाणइ अरहंते दव्यत्तगुणत्तपज्जयत्तेहिं । सो जाणइ अप्पाणं मोहो खलु जाइ तस्स लयं ॥१॥” । न चैतद्गाथाकर्तुदिंगबरत्वेन महर्षित्वाभिधानं न निरवद्यमिति मूढधिया शङ्कनीयं, सत्यार्थकथनगुणेन व्यासादीनामपि हरिभद्राचार्यंस्तथाभिधानादिति द्रष्टव्यम् ।।२०-२०।।
આથી જ જે પોતાના દ્રવ્ય, ગુણ અને પર્યાય(પર્યય)થી શ્રી અરિહંત પરમાત્માને જાણે છે તે જ પોતાના આત્માને તત્ત્વથી જાણે છે – એ પ્રમાણે મહર્ષિઓએ કહ્યું છે.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગ્યતાની દષ્ટિએ પરમાત્મા જ જીવાત્મા છે. તેમાં કોઈ ભેદ નથી. તેથી જ શ્રી તીર્થંકર પરમાત્માને; પોતાના સહજ શુદ્ધ આત્મદ્રવ્યરૂપે, કેવલજ્ઞાનાદિ ગુણો વડે અને સ્વભાવપરિણમનસ્વભાવ સ્વરૂપ પર્યાયોથી જે જાણે છે, તે જ પોતાના આત્માને તત્ત્વથી(પરમાર્થથી) જાણે છે. કારણ કે શ્રી તીર્થંકર પરમાત્માના તેવા પ્રકારના દ્રવ્ય, ગુણ અને પર્યયપર્યાય)થી થનારા જ્ઞાનથી તે સ્વરૂપે કરાતા ધ્યાન દ્વારા તેવા પ્રકારની પરમાત્મસમાપત્તિ પ્રાપ્ત થાય છે.
મહર્ષિઓ દ્વારા આથી જ કહેવામાં આવ્યું છે કે - “જે દ્રવ્યત્વસ્વરૂપે, ગુણત્વસ્વરૂપે અને પર્યાયત્વસ્વરૂપે(પ્રકારે) શ્રી અરિહંત પરમાત્માને જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ(અજ્ઞાન) વિલય પામે છે.” મૂઢબુદ્ધિથી એવી શંકા નહીં કરવી જોઇએ કે, “નો ના? મહંતે.” આ ગાથા દિગંબરકર્ક (દિગંબરે બનાવેલી) હોવાથી તે ગાથાના કર્તાને મહર્ષિ તરીકે વર્ણવવાનું નિરવઘ નથી. કારણ કે શ્રીમદ્ હરિભદ્રસૂરિજીએ સત્ય અર્થનું કથન કરનારા વ્યાસ વગેરેને પણ મહર્ષિ ભગવાન... ઇત્યાદિરૂપે વર્ણવ્યા છે. તેથી અહીં દિંગબરને તે સ્વરૂપે વર્ણવવામાં કોઈ દોષ નથી. // ૨૦-૨૦માં અધ્યાત્માદિ પાંચયોગમાંથી; અસંપ્રજ્ઞાતયોગનો સમાવેશયોગમાં થાય છે તે જણાવાય છે–
असम्प्रज्ञातनामा तु, सम्मतो वृत्तिसङ्क्षयः । सर्वतोऽस्मादकरणनियमः पापगोचरः ॥२०-२१॥
૧૫૪
યોગાવતાર બત્રીશી