Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જેવી બલાદૃષ્ટિ અને ગોળજેવી દીપ્રાદેષ્ટિ છે. ખાંડજેવી સ્થિરાદષ્ટિ, શર્કરા જેવી કાંતાદષ્ટિ, મસ્યડીજેવી પ્રભાષ્ટિ અને વર્ષોલકજેવી છેલ્લી પરાષ્ટિ છે. આથી સમજી શકાશે કે શેલડી વગેરે જેમ રસાદિ સ્વરૂપે પરિણમે છે, તેમ મિત્રાદિ દષ્ટિઓ તારાદિ દષ્ટિઓ સ્વરૂપે પરિણમે છે. શેલડી વગેરેની મધુરતાની જેમ અહીં મિત્રાદિ દૃષ્ટિઓમાં માર્ગ પ્રત્યેની રુચિ વગેરે વિષયોના
સ્વરૂપમાં સંવેગ(મોક્ષની અભિલાષા) સ્વરૂપ માધુર્યવિશેષ ઉપપન્ન છે. જો મિત્રાદિ દષ્ટિઓના | વિષયમાં એવું માધુર્ય હોય જ નહિ તો અંતિમ દૃષ્ટિમાં પણ એ નહિ જ આવે. નલાદિ(વનસ્પતિવિશેષ)જેવા અભવ્યાત્મામાં ક્યારે ય એવું સંવેગમાધુર્ય આવતું નથી. સદાને માટે તેઓ સંવેગાદિમાધુર્યથી શૂન્ય હોય છે... ઇત્યાદિ સમજી લેવું જોઇએ. ૨૦-૨૬ll
આ દૃષ્ટિ સામાન્યથી સકલયોગીઓના દર્શનમાં હોય છે, તેથી તે જેવાઓને જેવી હોય છે તે જણાવાય છે–
यमादियोगयुक्तानां, खेदादिपरिहारतः ।
अद्वेषादिगुणस्थानां, क्रमेणैषा सतां मता ॥२०-२७॥ यमादीति-यमादयो योगाङ्गत्वाद्योगाः । यथोक्तं-“यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टावङ्गानि योगस्येति” [२-२९] तैर्युक्तानां, खेदादीनां ध्यानाभिधानस्थले प्रोक्तानां योगप्रत्यनीकाशयलक्षणानां परिहारतोऽद्वेषादयो येऽष्टौ गुणाः । तदुक्तम्-“अद्वेषो जिज्ञासा शुश्रूषा श्रवणबोधमीमांसाः । परिशुद्धा प्रतिपत्तिः प्रवृत्तिरष्टाङ्गिकी तत्त्व इति" । तत्स्थानां तत्प्रतिबद्धवृत्तीनां क्रमेणैषा दृष्टिः सतां भगवत्पतञ्जलिभदन्तभास्करादीनां योगिनां मतेष्टा ।।२०-२७।।
“યમ, નિયમ આદિ યોગથી યુક્ત અને અદ્વેષ જિજ્ઞાસા વગેરે ગુણથી સહિત એવા જીવોને ખેદ ઉદ્વેગ વગેરે દોષના પરિહારથી અનુક્રમે મિત્રા તારા.. વગેરે દૃષ્ટિઓ પતંજલિ વગેરે વિદ્વાનોએ માની છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ : આ યોગસૂત્રમાં (૨-૨૯) જણાવ્યા મુજબ આઠ યોગનાં અંગ છે. તે યોગનાં અંગોને ઉપચારથી યોગ તરીકે જણાવ્યાં છે. એ એક એક અંગ વખતે અનુક્રમે મિત્રાદિ આઠ દૃષ્ટિમાંથી એક એક દૃષ્ટિ હોય છે. અર્થાત્ યમસ્વરૂપ યોગ મિત્રાદષ્ટિમાનને હોય છે. તારાદષ્ટિ નિયમવાનને હોય છે. આ રીતે તે તે યોગના અંગવાળાને તે તે દૃષ્ટિ હોય છે.
સાલમ્બનાદિધ્યાન-અધિકાર પ્રસંગે શ્રી ષોડશક પ્રકરણમાં (૧૪-૩) વર્ણવેલા ખેદ ઉદ્વેગ ક્ષેપ ઉત્થાન ભ્રાંતિ અન્યમુદ્ર અને આસંગઃ આ આઠયોગપ્રતિબંધક દોષો છે. એમાંથી ખેદનો પરિહાર કરનારને મિત્રાદષ્ટિ હોય છે. ઉદ્વેગનો પરિહાર કરનારને તારાદષ્ટિ હોય છે. એ રીતે યોગના અવરોધક તે તે દોષને દૂર કરવાથી ક્રમાનુસાર તે તે દૃષ્ટિ પ્રાપ્ત થતી હોય છે. આ રીતે શ્રી
૧૬૪
યોગાવતાર બત્રીશી