Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
प्रयाणेति – प्रयाणस्य कन्यकुब्जादावनवरतगमनलक्षणस्य भङ्गाभावेन निशि रात्रौ स्वापसमः पुनर्विघातः प्रतिबन्धः पुनर्दिव्यभवतः स्वर्गजन्मनः सकाशाच्चरणस्य चारित्रस्योपजायते ।।२०- २९ ।।
“પ્રયાણના ભંગના અભાવ વડે રાત્રીએ ઊંઘવા જેવો ચારિત્રનો વિધાત દિવ્યભવના કારણે થાય છે.’’ – આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કોઇ એક માણસે કન્યકુબ્જ વગેરે નગર તરફ અનવરતપણે પ્રયાણ કર્યું હોય ત્યારે રાત પડવાથી કોઇ સ્થાને ઊંઘી જાય છે. છતાં એના પ્રયાણનો ભંગ થયો છે – એમ જેમ મનાતું નથી તેમ અહીં પણ રાત્રીના શયનની જેમ દેવભવના કારણે (અર્થાત્ તાદેશ પ્રતિબંધકના કારણે) ચારિત્રનો વિધાત થાય છે. દૃષ્ટાંતમાં જેમ રાત્રી વીત્યા પછી સવારે પ્રયાણ શરૂ થાય છે તેમ અહીં પણ દિવ્યભવ પૂરો થયા બાદ ચારિત્રનો યોગ થઇ જાય છે. આથી સમજી શકાશે કે દૃષ્ટિના અભાવે ચારિત્રનો અહીં વિઘાત નથી પરંતુ દિવ્યભવાદિના કારણે છે. તેથી દષ્ટિનો અપ્રતિપાત સંગત જ છે. ૧૨૦-૨ા
ઉપર જણાવેલા દૃષ્ટાંતને પ્રસ્તુત અર્થમાં ઘટાવાય છે—
तादृश्यौदयिके भावे, विलीने योगिनां पुनः । जान्निरन्तरगतिप्राया योगप्रवृत्तयः ।। २०-३०।।
तादृशीति-तादृशि स्वर्गगतिनिबन्धने सरागचारित्रदशावति (दशाभाविनि) औदयिके भावे प्रशस्तरागादिरूपे विलीने पुनर्योगिनां जाग्रतो या निरन्तरा गतयस्तत्प्राया योगिनां प्रवृत्तयो भवन्ति । अक्षेपेणैव मोक्षपुरप्राप्त्युपपत्तेस्तथाविधकर्मरूपश्रमाभावेन तदपनयनार्थस्वापसमस्वभावेनाविलम्वादिति भावः ।।२०-३०।।
“તેવા પ્રકારનો ઔદયિકભાવ વિલીન થયે છતે જાગતા માણસની નિરંતર ગતિ જેવી યોગની પ્રવૃત્તિઓ થાય છે.’’ - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે દેવગતિનું કારણ ઔદિયકભાવવિશેષ છે. સરાગચારિત્રવાન આત્મામાં પ્રશસ્તરાગાદિસ્વરૂપ જે ભાવ છે તે ઔદિયકભાવના કારણે દેવગતિ પ્રાપ્ત થાય છે. આવા પ્રકારનો ઔદયિકભાવ જ્યારે વિલીન થાય છે ત્યારે યોગીઓની યોગપ્રવૃત્તિઓ શરૂ થાય છે. જાગતા માણસની અવિરતપણે થનારી પ્રવૃત્તિઓ જેવી એ પ્રવૃત્તિઓ છે. એવી પ્રવૃત્તિથી યોગીઓને વિના વિલંબે મોક્ષની પ્રાપ્તિ થાય છે. રસ્તે જતા થાક લાગવાથી રાત્રે ઊંઘીને થાક – શ્રમ દૂર કરી સવારે પ્રયાણ કરનાર માણસને જેમ પોતાના ઇષ્ટ સ્થાનની પ્રાપ્તિ વિલંબ વિના થાય છે તેમ તેવા પ્રકારના કર્મસ્વરૂપ શ્રમના અભાવથી કે જે શ્રમને દૂર કરવા માટે નિદ્રાના જેવા સ્વભાવરૂપ છે, તેનાથી મોક્ષપ્રાપ્તિમાં વિલંબ થતો નથી. જે કાર્ય જેટલા કાળે થવાનું હોય તેટલા કાળે તે કાર્ય થાય તો તે વિના વિલંબે જ થયું છે – એ સમજી શકાય છે. કાર્યની ઉત્પત્તિમાં જે જે અવરોધ છે તે તે અવરોધને દૂર ક૨વાનું, કાર્યસિદ્ધિનું જ અંગ છે. તેથી તત્પ્રયુક્ત વિલંબ વસ્તુતઃ વિલંબ નથી... ઇત્યાદિ વિચારવું જોઇએ. II૨૦-૩૦
એક પરિશીલન
૧૬૭