Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
તેવી ભક્તિના કારણે પ્રવૃત્તિ થાય છે. તેથી પ્રથમ ગુણસ્થાનકની અહીં પરાકાષ્ઠા હોય છે – એમ આગમના જાણકારોનું કહેવું છે.
સ્થિરાદષ્ટિ તો જેમણે ગ્રંથિભેદ કર્યો છે એવા ભિન્નગ્રંથિક જીવોને હોય છે. તે દૃષ્ટિ રત્નપ્રભાદેવી હોય છે. અર્થાતુ અહીં અવબોધ રત્નની આભા જેવો હોય છે. તે ભાવ અપ્રતિપાતી, ઉત્તરોત્તર વધતો, અપાયથી રહિત, પરિતાપને નહિ કરનારો, આત્માને સંતોષ ઉપજાવનારો અને પ્રાયઃ પ્રણિધાનાદિ આશયને ઉપજાવનારો હોય છે. કોઈ તથાવિધ નિકાચિત કોટિનાં કર્મોનો ઉદય ન હોય તો આ દૃષ્ટિનો અવબોધ પ્રણિધાનાદિને અવશ્ય ઉત્પન્ન કરે છે.
કાંતાદૃષ્ટિ તારાજેવી છે. અર્થાત્ તારાઓની પ્રભા જેવો કાંતાદૃષ્ટિનો બોધ છે. તેથી તે અહીં સ્થિત જ છે. સ્વભાવથી જ અહીં યોગાનુષ્ઠાન અતિચારથી રહિત હોય છે. શુદ્ધ ઉપયોગને અનુસરનારું, વિશેષ પ્રકારના અપ્રમાદની સહાયવાળું, વિનિયોગ નામના આશયની પ્રધાનતા(મુખ્યતા)વાળું એ અનુષ્ઠાન ગંભીર અને ઉદાર આશયવાળું હોય છે. સાતમા ગુણસ્થાનકના પ્રકર્ષને પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા લગભગ અહીં પ્રાપ્ત થાય છે.
સૂર્યની પ્રભા જેવો બોધ જેમાં છે તે સૂર્યજેવી સાતમી દૃષ્ટિ છે. સૂર્યની કાંતિ જેવી કાંતિ છે જેમાં એવી આ દૃષ્ટિ સદાને માટે સધ્યાનનું કારણ બની રહે છે. પ્રાયઃ કરી અહીં વિકલ્પનો અવસર નથી. આ પ્રભાદેષ્ટિમાં પ્રશમના સારવાળું સુખ છે. બોધ આત્મસાત્ થવાથી અહીં પ્રવૃત્તિ માટે બીજા શાસ્ત્રના આલંબનની આવશ્યકતા રહેતી નથી. ચિત્તની સ્વસ્થતા સ્વરૂપ સમાધિમય અનુષ્ઠાન આ દૃષ્ટિમાં હોય છે. અહીં આ દૃષ્ટિથી સંપન્ન યોગીના સાંનિધ્યમાં હિંસકાદિ જીવોના વૈરાદિનો નાશ થાય છે. બીજાની ઉપર અનુગ્રહ કરનારા અને વિનેયો(શિષ્યોને વિશે ઔચિત્યને આચરનારા એવા આ યોગીઓની ક્રિયા ચોક્કસ જ ફળદાયિની હોય છે.
આઠમી પરાદષ્ટિમાં તો ચંદ્રની પ્રભા જેવો બોધ હોય છે. અહીં સદાને માટે સધ્યાન હોય છે. આ દૃષ્ટિમાં વિકલ્પથી રહિત મન હોવાથી ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે. ચઢેલાને જેમ ચઢવાનું હોતું નથી તેમ અહીં પ્રતિક્રમણાદિનું અનુષ્ઠાન હોતું નથી. કારણ કે તત્સાધ્ય ફળ અહીં સિદ્ધ હોય છે. સામા જીવોની યોગ્યતા મુજબ પરોપકારને કરનારા આ યોગી જનોની ક્રિયા નિશ્ચિત વિના વિલંબે ફળને આપનારી હોય છે.
આ રીતે સામાન્યથી આઠ સદ્દષ્ટિઓનું નિરૂપણ કર્યું. એમાંની પ્રથમ ચાર દૃષ્ટિઓમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી નથી. એ ચાર દૃષ્ટિઓના સુદીર્ઘકાળ પછી તેની પ્રાપ્તિ પાંચમી દષ્ટિમાં થાય છે. તેથી મિત્રાદિ ચાર દષ્ટિઓ યદ્યપિ સદ્દષ્ટિઓ નથી. પરંતુ તે સદ્દષ્ટિઓની કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરવા દ્વારા તે પ્રથમ ચારે દષ્ટિને સદ્દષ્ટિ જણાવી છે. આ આશયને ગર્ભિત રીતે આ શ્લોકના ચોથા પાદથી જણાવ્યો છે. એનો આશય એ છે કે ઇક્ષુ (શેલડી) વગેરે જેવી અનુક્રમે મિત્રાદિ દષ્ટિઓ છે. ઇક્ષુ જેવી મિત્રાદષ્ટિ, તેના રસ જેવી તારાદષ્ટિ, કક્કબ
એક પરિશીલન
૧૬૩