Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કરનારી સમાપત્તિ નિર્વિચારા સમાપત્તિ કહેવાય છે. આ વસ્તુનું નિરૂપણ કરતાં “તથૈવ વિચારા નિર્વિવારા = સૂક્ષ્મવિષયા વ્યાવ્યાતા ||૧-૪૪||” - આ યોગસૂત્રથી જણાવ્યું છે કે આ સવિતર્ક અને નિર્વિતર્ક સમાપત્તિના નિરૂપણથી જ સૂક્ષ્મવિષયવાળી સવિચાર અને નિર્વિચાર સમાપત્તિનું નિરૂપણ થઇ ગયું છે. એનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે. આ બંન્ને સમાપત્તિની સૂક્ષ્મવિષયતા અલિંગ સુધીની સમજવી – એ પ્રમાણે “સૂક્ષ્મવિષયત્ન ચાતિ પર્યવસાનમ્ ॥૧-૪।।” આ યોગસૂત્રમાં જણાવ્યું છે.
જે ક્યાંય વૃત્તિ નથી અને જે કોઇને ય જણાવતું નથી તે અલિંગ પ્રધાન(પ્રકૃતિ)સ્વરૂપ છે. ત્યાં સુધી સૂક્ષ્મવિષયતા છે. યોગદર્શનની માન્યતા મુજબ પાર્થિવ પરમાણુ, જલપરમાણુ, અગ્નિપરમાણુ, વાયુપરમાણુ અને આકાશપરમાણુ (અંશ) અનુક્રમે પૃથ્વી જલ તેજો વાયુ અને આકાશ સ્વરૂપ સૂક્ષ્મભૂત છે, જેની ઉત્પત્તિ અનુક્રમે ગંધ રસ રૂપ સ્પર્શ અને શબ્દ સ્વરૂપ તન્માત્રાથી થાય છે. આ બધા સૂક્ષ્મવિષય છે. ગુણોના પરિણામમાં ચાર પર્વ છે. વિશિષ્ટ લિંગ, અવિશિષ્ટ લિંગ, લિંગમાત્ર અને અલિંગ. વિશિષ્ટ લિંગો ભૂતો છે. અવિશિષ્ટ લિંગો ગંધાદિ તન્માત્રાઓ છે. બુદ્ધિ લિંગમાત્ર સ્વરૂપ છે અને પ્રકૃતિસ્વરૂપ અલિંગ છે. જે તત્ત્વ કારણમાં (ઉપાદાનમાં) લીન થાય છે તેને લિંગ કહેવાય છે. સામાન્યથી ઉત્તરોત્તર કાર્યસ્વરૂપ પરિણામ પૂર્વપૂર્વકારણ - સ્વરૂપ પરિણામમાં લીન થાય છે. પ્રકૃતિનું કોઇ કારણ ન હોવાથી તે ક્યાંય લીન થતી નથી. તેથી તેને અલિંગ કહેવાય છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. પાંચ મહાભૂતોનું કોઇ પરિણામસ્વરૂપ કાર્ય નથી. પંચતન્માત્રાનું કાર્ય છે અને બુદ્ધિ અર્થને જણાવનારી છે... ઇત્યાદિ અહીં યાદ રાખવું જોઇએ.
સવિતર્ક નિર્વિતર્ક સવિચાર અને નિર્વિચાર : આ ચારે ય સમાપત્તિ સંપ્રજ્ઞાત જ સમાપત્તિ છે. જે ભાવના(ધ્યાન-યોગ)માં સંશય વિપર્યય અને અનધ્યવસાયથી રહિત યથાર્થસ્વરૂપે ધ્યેય(ગ્રાહ્ય ગ્રહણ અને ગ્રહીત્)નું જ્ઞાન થાય છે, તે ભાવનાવિશેષને સંપ્રજ્ઞાતસમાપત્તિ કહેવાય છે; જે સબીજસમાધિ તરીકે વર્ણવાય છે. આ ચાર સમાપત્તિ સબીજ જ સમાધિ છે. કારણ કે અહીં અનાત્મભૂત સૂક્ષ્મ કે સ્થૂલ ગ્રાહ્યનું જ્ઞાન હોય છે. આત્મભૂત પુરુષનું અહીં જ્ઞાન નથી. બીજભૂત બાહ્ય આલંબનની સાથે વર્ત્તતી હોવાથી આ ચારેય (ગ્રાહ્યસમાપત્તિ) સબીજ જ છે. યોગસૂત્રના “તા વ સવીન: સમાધિઃ ||૧-૪૬।” આ સૂત્રમાં દ્દ નો અન્વય સીન ની સાથે છે. અન્યથા યથાસ્થાને તેનો અન્વય થાય તો ગ્રાહ્યસમાપત્તિ જ સબીજસમાધિ છે ઃ એવો અર્થ થવાથી ગ્રહણ અને ગ્રહીત્ સમાપત્તિને સબીજસમાધિ તરીકે માની શકાશે નહિ... ઇત્યાદિ યાદ રાખવું. II૨૦-૧૧
इतरासां समापत्तीनां निर्विचारफलत्वान्निर्विचारायाः फलमाह
સવિતર્ક નિર્વિતર્ક અને સવિચાર : આ ત્રણ ગ્રાહ્યસમાપત્તિનું ફળ નિર્વિચારસમાપત્તિ હોવાથી નિર્વિચારસમાપત્તિના ફળનું નિરૂપણ કરાય છે–
એક પરિશીલન
૧૪૫