Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ઋતંભરા પ્રજ્ઞા અધિક છે. યોગસૂત્રના “ૠતરા તંત્ર પ્રજ્ઞા ||૧-૪૮||” અને “શ્રુતાનુમાનપ્રજ્ઞાશ્યામવિષયા વિશેષાર્થ~ાર્ ||૧-૪૧।।” આ બંન્ને સૂત્રોનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે. આગમ(શબ્દ)થી તે તે પદાર્થોનો જે બોધ થાય છે તે સામાન્યથી જ થાય છે. કારણ કે તે તે શબ્દ તે તે અર્થને સામાન્યથી જ જણાવવા માટે સમર્થ છે. શબ્દ સ્વવાચ્યાર્થને જ જણાવવા સમર્થ છે. અનુમાનથી પણ ધૂમાદિ લિંગના કારણે થનારું અગ્નિ વગેરેનું સામાન્યથી જ જ્ઞાન થાય છે. ઋતંભરા પ્રજ્ઞા તો વિશેષરૂપથી પ્રકૃતિ વગેરે અનાત્મ સૂક્ષ્મ પદાર્થોને અને પુરુષગત વિશેષને પણ ગ્રહણ કરી લે છે તેથી શ્રુત અને અનુમિતિની અપેક્ષાએ તે અધિક છે. ૨૦-૧૨
ઋતંભરા પ્રજ્ઞાથી પ્રાપ્ત થનારા ઉત્તમ યોગના ફળનું નિરૂપણ કરાય છે. આશય એ છે કે આગમ, અનુમાન અને નિદિધ્યાસન : આ ત્રણ દ્વારા પ્રજ્ઞાને અત્યંત નિર્મળ બનાવવાના કા૨ણે યોગી જનને ઉત્તમ યોગની પ્રાપ્તિ થાય છે, જે ઋતંભરા પ્રજ્ઞાનું ફળ છે. તેના કારણે ફળ મળે છે; તેનું વર્ણન કરાય છે—
तज्जन्मा तत्त्वसंस्कारः, संस्कारान्तरबाधकः । ઊસજ્ઞાતનામાં સ્વાત્, સમાધિસ્તન્નિરોધતઃ ॥૨૦-૧૩॥
तज्जन्मेति-तत ऋतम्भराप्रज्ञाया जन्मोत्पत्तिर्यस्य स तथा । तत्त्वसंस्कारः परमार्थविषयः संस्कारः । संस्कारान्तरस्य स्वेतरस्य व्युत्थानजस्य समाधिजस्य वा संस्कारस्य बाधकस्तन्निष्ठकार्यकरणशक्तिभङ्गकृदिति यावत् । तदुक्तं - " तज्जः संस्कारः संस्कारप्रतिबन्धी” [ १-५० तज्जः संस्कारोऽन्यसं] । तस्य निरोधतः सर्वासां चित्तवृत्तीनां स्वकारणे प्रविलयात् । संस्कारमात्रोदितवृत्तिलक्षणोऽसम्प्रज्ञातनामा समाधिः સ્વાત્ । તવુń—“તસ્યાપિ નિરોધે સર્વ(વૃત્તિ)નિરોધી નિ(થાન્નિ)ર્થીન: સમાધિરિતિ” [9-9] II૨૦-૧૩|| “ઋતંભરા પ્રજ્ઞાના કારણે ઉત્પન્ન થયેલો તત્ત્વસંસ્કાર સંસ્કારાંતરનો બાધક બને છે. તેના નિરોધથી યોગીને અસંપ્રજ્ઞાતયોગની પ્રાપ્તિ થાય છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવેલી ઋતંભરા પ્રજ્ઞાથી જેનો જન્મ-ઉત્પત્તિ છે એવા સંસ્કારને તજ્જન્મા તરીકે વર્ણવ્યો છે. આ સંસ્કાર તત્ત્વવિષયક(પરમાર્થવિષયક) હોય છે. પોતાથી ભિન્ન એવા વ્યુત્થાન કાળના (સમાધિથી શૂન્ય કાળના) અથવા નિર્વિચારસમાધિ સુધીના સમાધિકાળના સંસ્કારોનો એ તાત્ત્વિક સંસ્કાર પ્રતિબંધક બને છે. અર્થાત્ વ્યુત્થાનકાળના અથવા સમાધિકાળના સંસ્કારો નાશ પામેલા ન હોવા છતાં તેમની પોતાનું કાર્ય કરવાની શક્તિનો ભંગ કરનારો એ પારમાર્થિક સંસ્કાર બને છે. આ આશયને જણાવતાં “તખ્તઃ સંરોડન્યસંસ્થારપ્રતિવથી 19૧૦।।” આ સૂત્ર યોગસૂત્રકારે જણાવ્યું છે. “તસ્થાપિ નિરોધે સર્વનિરોધાશિર્ડીનઃ સમાધિઃ 19૧૧।।” આ સૂત્રથી જે જણાવાયું છે તે જણાવતાં ગ્રંથકારશ્રીએ આ શ્લોકના ઉત્તરાર્ધ્વથી જણાવ્યું એક પરિશીલન
૧૪૭