Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
अध्यात्म निर्विचारत्ववैशारखे प्रसीदति ।
તમ્મર તતઃ પ્રજ્ઞા, શ્રુતાનુમિતિનોડધા //ર૦-૧૨ अध्यात्ममिति-निर्विचारत्वस्य चरमसमापत्तिलक्षणस्य वैशारद्ये प्रकृष्टाभ्यासवशेन नैर्मल्येऽध्यात्म शुद्धसत्त्वं प्रसीदति क्लेशवासनारहितस्थितिप्रवाहयोग्यं भवति । यदुक्तं-“निर्विचारत्ववैशारद्येऽध्यात्मप्रसादः” [१-४७] ततोऽध्यात्मप्रसादादृतम्भरा प्रज्ञा भवति । ऋतं सत्यमेव बिभर्ति, न कदाचिदपि विपर्ययेणाच्छाद्यते या सा ऋतम्भरा । तदुक्तं-"ऋतम्भरा तत्र प्रज्ञा” [१-४८] । सा च श्रुतानुमितित आगमानुमानाभ्यां सामान्यविषयाभ्यां विशेषविषयत्वेनाधिका । यदाह-"श्रुतानुमानुप्रज्ञाभ्यामन्यविषया વિશેષાર્થત્વતિ” [9-૪] //ર૦-૧૨.
“નિર્વિચારસમાપત્તિની વિશારદતા પ્રાપ્ત થયે છતે યોગીને અધ્યાત્મ પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયેલા એ અધ્યાત્મથી ઋતંભરા પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે, જે શ્રુત અને અનુમિતિથી અધિક વિષયવાળી છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સવિતર્યાદિ ગ્રાહ્ય સમાપત્તિઓમાંની પ્રથમ ત્રણ સમાપત્તિઓનું ફળ નિર્વિચારસમાપત્તિ છે – એ સમજી શકાય છે. તેથી તેનું નિરૂપણ ન કરતાં નિર્વિચારસમાપત્તિના ફળનું વર્ણન કર્યું છે.
ચરમ સમાપત્તિ સ્વરૂપ નિર્વિચારસમાપત્તિની નિર્મળતા પ્રાપ્ત થયે છતે અધ્યાત્મની પ્રાપ્તિ થાય છે. આ છેલ્લી ગ્રાહ્યસમાપત્તિના અભ્યાસની પ્રકૃષ્ટતાથી તેમાં નિર્મળતા પ્રાપ્ત થાય છે. તેને લઇને શુદ્ધસત્ત્વસ્વરૂપ અધ્યાત્મ પ્રાપ્ત થાય છે. એ અધ્યાત્મ ક્લેશ અને વાસનાથી રહિત એવી સ્થિતિના પ્રવાહને યોગ્ય બને છે. આશય એ છે કે રજોગુણ અને તમોગુણની અધિકતાથી ચિત્ત અશુદ્ધ બને છે અને આવરણના કારણે તે મલિન હોય છે. એ અશુદ્ધિ અને મલના વિગમથી પ્રકાશસ્વરૂપ બુદ્ધિમાં સત્ત્વગુણનું પ્રાધાન્ય હોય છે. તેથી ચિત્તસ્વરૂપ અધ્યાત્મ સ્વચ્છ સ્થિરતારૂપ એકાગ્ર પ્રવાહને યોગ્ય બને છે. આ જ અધ્યાત્મની પ્રાપ્તિમાં કારણભૂત નિર્વિચારસમાધિની વિશારદતા છે. “નિર્વિવાર–વૈશર ધ્યાત્મિકતા: 9-૪૭ીઆ યોગસૂત્રથી એ વાત જણાવી છે. જેનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. ચિત્તની એકાગ્રતા માટે ચિત્તની અશુદ્ધિ અને તેના આવરણનો વિગમ થવો ખૂબ જ આવશ્યક છે. રજોગુણ અને તમોગુણના તિરોધાનથી (આચ્છાદનથી) ચિત્ત સત્ત્વપ્રધાન બને છે અને તેથી ક્લેશ અને વાસનાથી રહિત એવું ચિત્ત ઉત્તરોત્તર અધિકાધિક સ્થિરતાને પ્રાપ્ત કરવા માટે અનુકૂળ બને છે.
આ અધ્યાત્મની પ્રાપ્તિથી યોગી જનોને ઋતંભરા પ્રજ્ઞાની પ્રાપ્તિ થાય છે. જે પ્રજ્ઞા-બુદ્ધિ) સદાને માટે સત્યને જ ધારણ કરે છે, તે પ્રજ્ઞા ઋતંભરા પ્રજ્ઞા કહેવાય છે, ક્યારે પણ એ પ્રજ્ઞા વિપર્યયથી આચ્છાદિત થતી નથી. આગમ અને અનુમાનથી સામાન્ય વિષયનું જ જ્ઞાન થાય છે. તેની અપેક્ષાએ આ પ્રજ્ઞાથી વિશેષ વિષયનું જ્ઞાન થતું હોવાથી શ્રુત અને અનુમિતિથી આ
૧૪૬
યોગાવતાર બત્રીશી