Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ઉપાધિવિશિષ્ટનું પણ ભાવ્યત્વ શક્ય નથી. વિશેષણના સંબંધ વિના વૈશિર્યાનું નિર્વચન શક્ય નથી. તેથી સાંખ્યાભિમત ગ્રહીતૃસમાપત્તિ માત્ર બોલવા માટે જ છે, તે વાસ્તવિકનથી.l/૨૦-૧૫ા તાત્ત્વિક સમાપત્તિ કઈ રીતે ઘટી શકે છે તે જણાવાય છે–
परमात्मसमापत्ति, जीवात्मनि हि युज्यते ।
अभेदेन तथाध्यानादन्तरङ्गस्वशक्तितः ॥२०-१६॥ परमात्मेति-जीवात्मनि हि परमात्मसमापत्तिस्तथापरिणामलक्षणा युज्यते । अभेदेन तथा परमात्मत्वेन ध्यानाज्जीवात्मनोऽन्तरङ्गाया उपादानभूतायाः स्वशक्तितस्तथापरिणमना(दा)त्मशक्तेः शक्त्या सत एव व्यक्ता(क्त्या)परिणमनस्य तथा सामग्रीतः सम्भवादिति भावः ।।२०-१६॥
“પરમાત્માની સાથે જીવાત્માને પરમાત્મસ્વરૂપે અભેદ છે – એ રીતે અંતરંગશક્તિથી પરમાત્મસ્વરૂપે ધ્યાન ધરવાથી જીવાત્માને વિશે પરમાત્મસમાપત્તિ(પરમાત્માની સાથે એકરસાપત્તિ) ઘટે છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. એનો ભાવ સ્પષ્ટ છે કે જીવાત્મામાં પરમાત્મસ્વરૂપ પરિણમવાસ્વરૂપ પરમાત્મસમાપત્તિ સંગત બને છે. અભેદપણે પરમાત્માનું ધ્યાન કરવાથી અર્થાત્ પરમાત્માનું જ સ્વરૂપ છે તે મારું પણ સ્વરૂપ છે... ઇત્યાદિ રીતે પરમાત્મસ્વરૂપે પરમાત્માનું ધ્યાન કરવાથી; પરમાત્મસ્વરૂપને પ્રગટ કરવાની જીવાત્મામાં જે ઉપાદાનસ્વરૂપ અંતરંગશક્તિ(સ્વરૂપ યોગ્યતા) છે તેને લઈને જીવાત્મા પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. અર્થાત્ તે સ્વરૂપયોગ્યતા(અંતરંગશક્તિ) પરમાત્મસ્વરૂપ ફળમાં પરિણમે છે. શક્તિ(સ્વરૂપ યોગ્યતા)થી સ(વિદ્યમાન) વ્યક્તિ(ફલાત્મક વ્યક્તિ)રૂપે તેવા પ્રકારની સામગ્રીને લઈને પરિણામ પામે છે.
માત્ર સ્વરૂપયોગ્યતા હોય એટલે તાદશ યોગ્યતામાત્રથી ફળની સિદ્ધિ થતી નથી. તેમાં તેવા પ્રકારની સામગ્રીની અપેક્ષા હોય છે. માટીમાં શક્તિને આશ્રયીને ઘટ સત્ છે. તેથી કુલાલ ચક્ર ચીવરાદિ તથાવિધ સામગ્રીના કારણે માટી અંતરંગશક્તિથી ઘટસ્વરૂપે પરિણમે છે. એવી જ રીતે જીવાત્મા પણ તાદશ અંતરંગશક્તિથી પરમાત્માની સાથેના અભેદધ્યાનાદિ સામગ્રીના કારણે પરમાત્મસ્વરૂપ બને છે... આપણું પરમાત્મસ્વરૂપ છે; એનો ખ્યાલ આવે, એની શ્રદ્ધા જાગે, એના તિરોધાનને કારણે આત્માને થનારા અહિતનું ભાન થાય અને તેથી એ પરમાત્મસ્વરૂપ પ્રગટાવવાની પ્રબળ ઈચ્છા વગેરે થાય ત્યારે પરમાત્માની સાથે અભેદધ્યાન ધરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય.આ બધું ધારીએ છીએ એટલું સહેલું નથી. આપણે આપણું સર્વસ્વ ગુમાવ્યું છે – એવું જ્યારે લાગે ને, ત્યારે આ દિશામાં આપણી નજર મંડાશે. પરમાત્માની ભક્તિ આપણા આત્માને પરમાત્મા બનાવવા માટે છે – એ વીસરવું ના જોઈએ. આપણી સ્વરૂપયોગ્યતા અને વર્તમાનનો આપણો પ્રયત્ન : આ બંન્નેનો મેળ જ ખાતો નથી. નિરંતર આપણી યોગ્યતાનો
૧૫૦
યોગાવતાર બત્રીશી