Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
છેલ્લા અવંચક્યોગનું સ્વરૂપ જણાવાય છે–
फलावञ्चकयोगस्तु, सद्भ्य एव नियोगतः ।
સાનુવન્થwીવાર્થસિદ્ધી સતાં મતા ૧૨-રૂા. फलेति-फलावञ्चकयोगस्तु सद्य एवानन्तरोदितेभ्यो नियोगतोऽवश्यम्भावेन सानुबन्धस्योत्तरोत्तरवृत्तिमतः फलस्यावाप्तिस्तथा सदुपदेशादिना धर्मसिद्धौ विषये सतां मता ।।१९-३१।। ।
ઉત્તમ પ્રકારના યોગીઓથી જ અવશ્યપણે ઉત્તરોત્તર તે તે ફળની પ્રાપ્તિને, ધર્મસિદ્ધિને વિશે ફલાવંચક્યોગ તરીકે સત્પરુષોએ માની છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે – જે યોગીઓને ક્રિયાવંચક્યોગને લઈને પ્રણામ વગેરે સ્વરૂપ ક્રિયા કરી હતી તે ઉત્તમયોગી પાસેથી જ સદુપદેશાદિને પ્રાપ્ત કરવાથી ચોક્કસપણે જે ફળની ઉત્તરોત્તર પ્રાપ્તિ થાય છે તે જ ફલાવંચકયોગ તરીકે મનાય છે.
અહીં ધર્મસિદ્ધિના વિષયમાં યોગાવંચકાદિની ઉપયોગિતા સ્પષ્ટપણે વિચારી લેવી જોઇએ. ઉત્તમયોગીઓનું દર્શન, તેમને પ્રણામ વગેરે કરવા સ્વરૂપ ક્રિયાનું કરણ અને ત્યાર બાદ તેમની જ પાસે સદુપદેશાદિનું શ્રવણ કરવાથી મુમુક્ષુ આત્માને સાનુબંધ ધર્મની પ્રાપ્તિ થાય છે. તે જ ફલાવંચકયોગ છે. ઉત્તરોત્તર અનુક્રમે વિશિષ્ટ એવા ધર્મસ્વરૂપ ફળની પ્રાપ્તિને અહીં સાનુબંધફલાવાતિ તરીકે વર્ણવી છે. એકાદ બે વાર ધર્મસ્વરૂપ ફળ મળે પરંતુ પછી તે ન મળે તો તે નિરનુબંધ ફળની પ્રાપ્તિને ફલાવંચયોગ સ્વરૂપે વર્ણવી નથી. યોગના ફળને જેઓ ઇચ્છે છે તેમની તે ઇચ્છાને પૂર્ણ કરવા માટે આ અવંચક ત્રણ યોગનું સ્વરૂપ તેઓએ સમજી લેવું જોઈએ. તે તે કાર્ય કરતી વખતે શરૂઆત ખોટી ન થાય, ક્રિયા અટકી ન પડે અને તે બગડી ન જાય એની કાળજી આપણે ચાલુ વ્યવહારમાં બરાબર રાખતા હોઈએ છીએ. એવી જ કાળજી શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં અનુષ્ઠાન કરતી વખતે રાખવામાં આવે તો ચોક્કસ જસિદ્ધિ પ્રાપ્ત થશે. ક્રિયાનો આરંભ ખોટો થાય તેમ જ ક્રિયા અટકી પડે કે બગડી જાય તો શું થાય એની કલ્પના આપણને છે જ, તેથી અવંચયોગોનું મહત્ત્વ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. // ૧૯-૩૧al પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે
इत्थं योगविवेकस्य, विज्ञानाद्धीनकल्मषः । થતમાનો યથાશક્ટ્રિ, પરમાનન્દનનુત્તે 98-રૂર
Wમિતિ–સ્પષ્ટ: 98-રૂરી
“આ રીતે યોગવિવેકના વિશિષ્ટજ્ઞાનથી જેનાં પાપ ક્ષીણ થયાં છે તે પોતાની શક્તિનું અતિક્રમણ કર્યા વિના યોગની આરાધનામાં પ્રયત્ન કરનાર આત્માને પરમાનંદસ્વરૂપ મોક્ષની
એક પરિશીલન
૧૩૧