Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
સાનંદસમાધિ વખતે યોગીઓનું જે સ્વરૂપ હોય છે તે વર્ણવાય છે
सानन्दोऽत्रैव भण्यन्ते, विदेहा बद्धवृत्तयः ।
देहाहकारविगमात्, प्रधानपुमदर्शिनः ॥२०-६॥ सानन्द इति-सानन्द: समाधिर्भवत्युक्तहेतुतः । अत्रैव समाधौ बद्धवृत्तयो विदेहा भण्यन्ते । देहाहङ्कारविगमाबहिर्विषयावेशनिवृत्तेः । प्रधानपुमदर्शिनः प्रधानपुरुषतत्त्वाविभावकाः ।।२०-६।।
આ સાનંદસમાધિમાં જ જેમનું ચિત્ત લીન બન્યું છે; તે યોગીજનોના દેહાલંકારની નિવૃત્તિ થવાથી તેઓને વિદેહ કહેવાય છે. જેઓ પ્રધાન અને પુરુષતત્ત્વના વિભાવક હોતા નથી.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. આ શ્લોકમાંના સીનન્દ આ પદનો સંબંધ પાંચમા શ્લોકમાં છે. ત્યાં એ પ્રમાણે અર્થ કર્યો છે.
કહેવાનો આશય એ છે કે સાનંદસમાધિમાં ભાવ મન છે. તે સમાધિમાં ચિત્ત લીન થવાથી મનમાં જ લય પામવાના કારણે યોગીના શરીરાહંકારનો વિગમ થાય છે. અનાત્મભૂત શરીરમાં અહંકાર(આત્મત્વ)નો વિગમ થવાથી બાહ્ય વિષયોની પ્રત્યેના આવેશની નિવૃત્તિ થાય છે. પરંતુ આ સાનંદસમાધિમાં(ગ્રહણ સમાધિમાં) લીન થવાથી ગ્રહીતુ પ્રધાન-પુરુષ વગેરે તત્ત્વોનું વિભાવન અહીં હોતું નથી. અનાત્મભૂત શરીરનો અધ્યાસ ન હોવાથી અહીં યોગીને વિદેહ કહેવાય છે. ધ્યાતા ધ્યેયાકાર પરિણત બની જ્યારે તેમાં જ બદ્ધવૃત્તિવાળો બને ત્યારે તેનાથી અતિરિક્તનું વિભાવન કરી શકતો નથી – એ સમજી શકાય છે. સામાન્ય રીતે જે માણસ ભૂત અથવા ઇન્દ્રિયોમાંથી કોઇ પદાર્થમાં આત્મત્વની ભાવના કરી તેનું જ સમાધિમાં આલંબન કરી તેનું જ ધ્યાન કરે છે ત્યારે તે વિદેહ કહેવાય છે. કારણ કે તે દેહપાત પછી ભૂત અથવા ઇન્દ્રિયોમાં લીન હોવાથી તે દેહરહિત થાય છે. જ્યાં સુધી તેઓ એ રીતે ધ્યેયમાં લીન રહે છે ત્યાં સુધી તેમની વૃત્તિઓ નિરુદ્ધ રહે છે. ગ્રાહ્ય અને ગ્રહીતૃપૃથ્યાદિ વિષયો અને પુરુષોનું ધ્યાન આ સાનંદસમાધિ વખતે હોતું નથી, જે પ્રધાનપુમશિનઃ આ પદથી જણાવ્યું છે. ૨૦-૬ll અસ્મિતાનુગત સંપ્રજ્ઞાતયોગનું નિરૂપણ કરાય છે–
सत्त्वं रजस्तमोलेशानाक्रान्तं यत्र भाव्यते ।
स सास्मितोऽत्र चिच्छक्तिसत्त्वयो मुख्यगौणता ॥२०-७॥ सत्त्वमिति-यत्र रजस्तमोलेशेनानाक्रान्तं सत्त्वं भाव्यते, स सास्मितः समाधिः । अत्र चिच्छक्तिसत्त्वयोर्मुख्यगौणता । भाव्यस्य शुद्धसत्त्वस्य न्यग्भावाच्चितिशक्तेश्च उद्रेकात् सत्तामात्रावशेषत्वाच्चात्र सास्मितत्वोपपत्तिः । न चाहङ्कारास्मितयोरभेदः शङ्कनीयः, यतो यत्रान्तःकरणमहमित्युल्लेखेन विषयं
એક પરિશીલન
૧૩૯