Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પૃથ્વી વગેરે પાંચ મહાભૂતો અને ગંધાદિ પાંચ ઇન્દ્રિયાર્થીને વિશે પૂર્વાપરના અનુસંધાનથી અને શબ્દોના ઉલ્લેખથી જ્યારે ભાવના પ્રવર્તે છે; ત્યારે સવિકલ્પ-સવિતર્ક (વિતકન્વિત) સમાધિયોગ હોય છે. અન્યથા તાદેશ શબ્દોના ઉલ્લેખથી શૂન્ય ભાવના પ્રવર્તે છે; ત્યારે નિર્વિકલ્પ-નિર્વિતર્કસમાધિ હોય છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો સામાન્યાર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વાપર અર્થના અનુસંધાન(સ્મરણ)થી શબ્દ અને અર્થના સંબંધને લઈને જયારે પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ : આ પાંચ મહાભૂતો સ્વરૂપ સ્કૂલ વિષયમાં ભાવના-ધ્યાન પ્રવર્તે છે; ત્યારે સવિતર્કસમાધિયોગ હોય છે. સામે ઘટ પડેલો હોય ત્યારે આને શું કહેવાય? આ શું છે? અને અહીં શું જાણ્યું? - આ ત્રણેય પ્રશ્નોના જવાબમાં ઘટ' આવો એકાકાર ઉત્તર પ્રાપ્ત થતો હોય છે, જેને શબ્દ, અર્થ અને જ્ઞાનની એકરૂપતાની પ્રતીતિ કહેવાય છે. એમાં પૂર્વાપર અર્થનું અનુસંધાન અવશ્ય હોય છે. શબ્દ, અર્થ અને જ્ઞાન સ્વરૂપ વિકલ્પોથી સંકીર્ણ(એકમેક) આ સમાધિને સવિતર્કસમાધિ કહેવાય છે. જ્યારે પૂર્વાપરઅર્થના અનુસંધાનથી શબ્દાર્થના ઉલ્લેખનો અભાવ હોય ત્યારે માત્ર ઘટાદિસ્વરૂપ મહાભૂતોના અર્થનિર્માસથી યુક્ત સમાધિ નિર્વિતર્ક મનાય છે.
સ્થૂલ મહાભૂતો અને સૂક્ષ્મ ગંધાદિ પંચતન્માત્રા ગ્રાહ્ય છે. તેના વિષયવાળી સમાધિને ગ્રાહ્યસમાધિ કહેવાય છે. સ્થૂલવિષયક ગ્રાહ્યસમાધિ વિતર્કાનુગત છે, જે ઉપર જણાવ્યા મુજબ સવિકલ્પ અને નિર્વિકલ્પ યોગ સ્વરૂપ છે. સામાન્ય રીતે કોઈ પણ લક્ષ્યવેધી પહેલાં સ્થૂલ લક્ષ્યને વીંધવા માટે તેની પ્રત્યે ધ્યાન આપે છે અને ત્યાર પછી સૂક્ષ્મ લક્ષ્યને વીંધવા માટે તેની પ્રત્યે ધ્યાન આપે છે. તેમ અહીં પણ સ્કૂલ અને સૂક્ષ્મ વિષયમાં અનુક્રમે ભાવના પ્રવર્તે છે... ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. l/૨૦-all વિચારાવિતસમાધિનું (સંપ્રજ્ઞાતયોગનું) નિરૂપણ કરાય છે–
तन्मात्रान्तःकरणयोः, सूक्ष्मयो र्भावना पुनः ।
दिक्कालधर्मावच्छेदात्, सविचारोऽन्यथापरः ॥२०-४॥ तन्मात्रेति-तन्मात्रान्तःकरणयोः सूक्ष्मयोर्भाव्ययोर्दिकालधर्मावच्छेदाद्देशकालधर्मावच्छेदेन भावना पुनः सविचारः समाधिः । अन्यथा तस्मिन्नेवालम्बने देशकालधर्मावच्छेदं विना धर्मिमात्रावभासित्वेन ભાવનાયામપરો નિર્વિવાર: ર૦-૪
“દેશ અને કાળને લઇને સૂક્ષ્મ એવા ગંધાદિતન્માત્રા અને અંતઃકરણના વિષયમાં જે ભાવના(ધ્યાનવિશેષ) છે; તેને સવિચારસમાધિયોગ કહેવાય છે. અન્યથા દેશ-કાળને આશ્રયીને ન પ્રવર્તતી ભાવનામાં જ્યારે માત્ર ધર્મી જ (પંચતનાત્રા અને અંતઃકરણ જ) ભાસે છે, ત્યારે એ જ સમાધિને “નિર્વિચારસમાધિયોગ” કહેવાય છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે.
એક પરિશીલન
૧૩૭