Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
अथ प्रारभ्यते योगावतारद्वात्रिंशिका ।।
अनन्तरोक्तो योगविवेकः स्वाभिमतयोगभेदे परोक्तयोगानामवतारे सति व्यवतिष्ठत इत्यतोऽयं निरूप्यते
આ પૂર્વેની યોગવિવેકબત્રીશીમાં વર્ણવેલા પોતાને માન્ય એવા યોગના ભેદોમાં અન્ય દર્શનકારોએ વર્ણવેલા તે તે યોગના પ્રકારોનો અવતાર(સમાવેશ) થયે છતે પોતાના માન્ય યોગપ્રકારો વ્યવસ્થિત બને છે. તેથી આ બત્રીશીથી યોગાવતાર જણાવાય છે. કહેવાનો આશય એ છે કે અન્યદર્શનકારોએ પણ ચિત્તવૃત્તિના નિરોધાદિને યોગના સ્વરૂપે વર્ણવીને તેના સંપ્રજ્ઞાતાદિ ભેદો વર્ણવ્યા છે. એનો ખ્યાલ આવવાથી મુમુક્ષુઓને અધ્યાત્માદિ યોગોમાં તેનો સમાવેશ ક્યાં થાય છે... વગેરે જાણવાની ઇચ્છા થાય એ સમજી શકાય છે. મુમુક્ષુઓની તે તે જિજ્ઞાસાને તૃપ્ત કરવા આ બત્રીશીથી યોગાવતારનું નિરૂપણ કરાય છે
सम्प्रज्ञातोऽपरश्चेति, द्विधाऽन्यैरयमिष्यते । सम्यक् प्रज्ञायते येन, सम्प्रज्ञातः स उच्यते ॥२०-१॥
सम्प्रज्ञात इति-सम्प्रज्ञातोऽपरोऽसम्प्रज्ञातश्चेति अन्यैः पातञ्जलैरयं योगो द्विधेष्यते । सम्यक् संशयविपर्ययानध्यवसायरहितत्वेन प्रज्ञायते प्रकर्षेण ज्ञायते भाव्यस्य स्वरूपं येन स सम्प्रज्ञात उच्यते T/૨૦-૧ી.
જૈનેતર દર્શનના અનુયાયી એવા પાતંજલીએ સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત ભેદથી યોગને બે પ્રકારનો માન્યો છે. જેના વડે સારી રીતે ભાવ્ય(ભાવિત બનાવવા માટે યોગ્ય) પદાર્થો જણાય છે તેને સંપ્રજ્ઞાતયોગ કહેવાય છે.” આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પાતંજલોની માન્યતા મુજબ સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત ભેદથી યોગ બે પ્રકારનો છે. સારી રીતે સંશય, વિપર્યય અને અનધ્યવસાયથી રહિતપણે ભાવ્યનું જેના વડે જ્ઞાન થાય છે; તેને સંપ્રજ્ઞાતયોગ કહેવાય છે. “આ પુરુષ છે કે સ્થાણુ (સૂંઠ) છે.”.. ઇત્યાદિ સ્વરૂપ સંશય છે. શુક્તિ(છીપ)માં રજતનું જે જ્ઞાન થાય છે તે વિપર્યય છે અને રસ્તે જતી વખતે પગે અડતી વસ્તુ વગેરેનું જે અસ્પષ્ટ જ્ઞાન થાય છે તે અનધ્યવસાય છે.
ગ્રાહ્ય પૃથ્વી પાણી વગેરે અને ગંધ રૂપ રસ વગેરે; ગ્રહણ જ્ઞાનેન્દ્રિય તેમ જ કર્મેન્દ્રિય વગેરે અને ગ્રહીતા આત્મા વગેરે ત્રણ પ્રકારના ભાવ્ય (ધ્યય-ધ્યાનના વિષય) છે. સંશય, વિપર્યય અને અનધ્યવસાયથી ભિન્ન એવું નિશ્ચયાત્મક, ભાવ્યનું પ્રકૃષ્ટજ્ઞાન, જે યોગથી થાય છે તેને સંપ્રજ્ઞાતયોગ કહેવાય છે. સામાન્ય રીતે ધ્યેયભૂત વિષયને ભાવ્ય કહેવાય છે. જેનું ધ્યાન કરાય છે; તેને ધ્યેય કહેવાય છે. ગ્રાહ્યાદિ ભાવ્ય સ્વરૂપનું પ્રકર્ષથી સંશયાદિથી રહિતપણે જે યોગથી
એક પરિશીલન
૧૩૫