Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
શ્લોકમાંનું તથા વર્ગનતો થો. આ પદ નિરંતર સ્મરણીય છે. એનું તાત્પર્ય એ છે કે સારા પણ યોગીજનોનું દર્શન તેમને ગુણવાન માનીને થાય તો જ યોગાવંચકયોગની પ્રાપ્તિ થાય છે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુનું દર્શન પણ તેને તેની વિશેષતાને જાણવાથી ફળે છે. અન્યથા તેનું કોઈ જ ફળ પ્રાપ્ત થતું નથી – એ સમજી શકાય છે. જેનું આપણને કામ હોય અને તે આપણને સામે જ મળી જાય પરંતુ તેમને આપણે ઓળખીએ જ નહિ તો કાર્ય સિદ્ધ કઈ રીતે થાય? યોગીજનોની વિશેષતાને જાણીને તેમનું દર્શન થાય તો યોગાવંચકયોગની પ્રાપ્તિ થઈ શકે છે... ઇત્યાદિ સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ. ૧૯-રા. ક્રિયાવંચકયોગનું સ્વરૂપ વર્ણવાય છે–
तेषामेव प्रणामादिक्रियानियम इत्यलम् ।
क्रियावञ्चकयोगः स्यान्महापापक्षयोदयः ॥१९-३०॥ तेषामेवेति-तेषामेव सतामेव प्रणामादिक्रियानियम इत्यलं क्रियावश्यकयोगः स्यात् । महापापक्षयस्य नीचैर्गोत्रकर्मक्षयस्योदय उत्पत्तिर्यस्मात् स तथा ।।१९-३०।।
“સંયોગીઓને જ પ્રણામ વગેરે કરવાના નિયમથી ક્રિયાવંચકયોગ સારી રીતે (સમર્થપણે) થાય છે, જેનાથી મહાપાપના ક્ષયનો ઉદય થાય છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સ્પષ્ટ છે કે યોગાવંચકયોગની પ્રાપ્તિથી યોગીજનોનું ગુણવાન તરીકે દર્શન થાય છે. ત્યાર પછી નિયમિતપણે તેમને પ્રણામ કરવાની તેમ જ તેમનો સત્કાર કરવા વગેરેની ક્રિયા કરવાથી ક્રિયાવંચક્યોગની પ્રાપ્તિ થાય છે.
કહેવાનો આશય એ છે કે વિશિષ્ટપુણ્યવાળા ઉત્તમ યોગીના દર્શન પછી પણ પ્રમાદાદિના કારણે અથવા તો બાહ્ય સંયોગોની વિચિત્રતાના કારણે તેઓશ્રીને પ્રણામ કરવાનું બનતું નથી. બને તો તેવો નિયમ રહેતો નથી અને તેથી એવા યોગીજનોને પ્રણામ કરવા વગેરેથી પ્રાપ્ત થનારા ફળથી આપણે વંચિત રહીએ છીએ. પરંતુ ચોક્કસપણે એવા યોગીજનોને પ્રણામ વગેરે કરવાથી તે યોગના ફળને આપવા માટે સમર્થ એવો ક્રિયાવંચક્યોગ પ્રાપ્ત થાય છે. “ક્રિયાવંચક' શબ્દના અર્થ ઉપરથી એ સમજી શકાય છે.
આ બીજા અવંચકયોગથી મહાપાપસ્વરૂપ નીચગોત્રકર્મનો ક્ષય થાય છે. યોગના અર્થી જનો માટે નીચગોત્રકર્મ મહાપાપસ્વરૂપ છે. કારણ કે એ કર્મના ઉદયથી જયાં યોગનું નામ પણ સાંભળવા ન મળે એવા નીચકુળમાં જન્મ મળે છે. યોગના અર્થી માટે એવા જન્મને છોડીને બીજું કયું ખરાબ છે? જે જોઇએ છે એ જ મળે નહીં અને બીજું બધું મળે એનો કોઈ અર્થ નથી – એમ જ યોગના અર્થીઓને થતું હોય છે. યોગની સિદ્ધિ માટે ખૂબ જ અગત્યનું એ સાધન છે. એની પ્રાપ્તિમાં નીચગોત્રકર્મનો ઉદય પ્રતિબંધક છે અને એનો ક્ષય આ ક્રિયાવંચકયોગથી થાય છે. ૧૯-૩૦ના
૧૩૦
યોગવિવેક બત્રીશી