Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જણાવ્યું છે કે દેશો પાસ નત્વિ અર્થાત્ સ્વતઃ જે વિદિતવેદ્ય (જાણવાયોગ્ય જેણે જાણી લીધું છે તે) છે, તેને ઉપદેશ નથી. ll૧૯-૧૦માં શાસ્ત્રથી જેને યોગનું અધ્યયન કરાવાય છે, તે જણાવાય છે
कुलप्रवृत्तचक्राणां, शास्त्रात् तत्तदुपक्रिया ।
યોજાવાર્વિનિર્વિષ્ટ, તત્તમિદં પુનઃ ૧-૨ને कुलेति-कुलयोगिनां प्रवृत्तचक्रयोगिनां च शास्त्राद्योगतन्त्रात् सा विचित्रत्वेन प्रसिद्धा उपक्रिया योगसिद्धिरूपा भवति । तदुक्तं योगदृष्टिसमुच्चये-“कुलप्रवृत्तचक्रा ये त एवास्याधिकारिणः । योगिनो न तु सर्वेऽपि तथासिद्ध्यादिभावतः ।।१।।” तेषां कुलप्रवृत्तचक्रयोगिनां लक्षणं पुनरिदं वक्ष्यमाणं योगाचार्य ઊંતિપઃ રિમિનિર્વિદમ્ II૧૨-૨૦||
યોગશાસ્ત્રથી કુલયોગીઓને તેમ જ પ્રવૃત્તચક્ર યોગીઓને તે તે ઉપકાર (યોગની સિદ્ધિ સ્વરૂપ ઉપકાર) થાય છે. યોગાચાર્યોએ તે યોગીઓનું લક્ષણ આ પ્રમાણે (આગળના શ્લોકમાં જણાવવામાં આવશે તે) જણાવ્યું છે.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમનાં લક્ષણો હવે પછી જણાવવામાં આવશે તે કુલયોગી અને પ્રવૃત્તચક્ર યોગીઓને યોગશાસ્ત્રના અધ્યયનથી જુદી જુદી રીતે પ્રસિદ્ધ એવા યોગની સિદ્ધિ સ્વરૂપ ઉપકાર થાય છે. વ્યવહાર-નિશ્ચય, સાપાય-અનયાય, સાશ્રવ-અનાશ્રવ અને ઈચ્છાદિ સ્થાનાદિ તેમ જ પ્રીત્યાદિ સ્વરૂપે યોગ પ્રસિદ્ધ છે. એ યોગોની સિદ્ધિ, કુલયોગીઓને તેમ જ પ્રવૃત્તયોગી(પ્રવૃત્તચકયોગી)ઓને જ યોગશાસ્ત્રના અભ્યાસથી થાય છે. તેમના માટે યોગસંબંધી ઉપદેશ છે. યોગદષ્ટિસમુચ્ચયમાં (૨૦૯) એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે “આ યોગશાસ્ત્રના અધિકારી કુલયોગી અને પ્રવૃત્તચક્ર યોગીઓ જ છે. બીજા યોગીઓ તેના અધિકારી નથી. કારણ કે તે બીજા યોગીઓમાંના ગોત્રયોગીને સિદ્ધિનો સંભવ નથી અને નિષ્પન્નયોગીને સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે.
યોગનું પ્રતિપાદન-નિરૂપણ કરનારા આચાર્યભગવંતોએ કુલયોગી વગેરે યોગીઓનું લક્ષણ નીચે જણાવ્યા મુજબ વર્ણવ્યું છે. ૧૯-૨૦ કુલયોગીઓનું સ્વરૂપ(લક્ષણ) જણાવાય છે–
ये योगिनां कुले जातास्तद्धर्मानुगताश्च ये ।
નયોજિન ઉચ્ચત્તે, જોત્રવત્તોડપિ નાગપરે ૧૧-૨૧. य इति-ये योगिनां कुले जाता लब्धजन्मानस्तद्धर्मानुगताश्च योगिधर्मानुसरणवन्तश्च ये प्रकृत्याऽन्येऽपि, कुलयोगिन उच्यन्ते द्रव्यतो भावतश्च, गोत्रवन्तोऽपि सामान्येन कर्मभूमिभव्या अपि नापरे
યોનિન રૂતિ 98-રા
૧૨૨
યોગવિવેક બત્રીશી